કેન્દ્રીય શિક્ષણ પ્રધાને આઈઆઈએમ સાંબલપુરમાં આઈ-હબ ઇન્ક્યુબેટરનું ઉદ્ઘાટન કર્યું
ઇવેન્ટમાં આઈઆઈએમ મુંબઈ અને આઈઆઈએમ સાંબલપુર વચ્ચે ઓડિશાના અંગુલમાં સેન્ટર ઓફ મેનેજમેન્ટ એજ્યુકેશનની સ્થાપના માટેના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા
સાંબલપુર : ભારત સરકારના કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ તથા ઉદ્યોગ સાહસિકતા પ્રધાન શ્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ફિઝિકલ અને વર્ચ્યુઅલ ઇન્ક્યુબેટર આઈ-હબ ફાઉન્ડેશનના ઉદ્ઘાટન સાથે આઈઆઈએમ સાંબલપુર ખાતે એક દિવસની 100 ક્યુબ સ્ટાર્ટ-અપ કોન્ક્લેવનો પ્રારંભ થયો હતો. રજિસ્ટર્ડ કંપની તરીકે કલમ 8 હેઠળ સ્થપાયેલું આઈ-હબ ફાઉન્ડેશન ટેક્સટાઇલ્સ, કળા અને સંસ્કૃતિ, કૃષિ, હેલ્થકેર, ફાઇનાન્શિયલ અને ડિજિટલ સમાવેશકતા, આદિવાસી ઉદ્યોગ સાહસિકતા તથા ટકાઉપણા સહિતના વિવિધ સેક્ટર્સમાં નવીનતા ધરાવતા સાહસોનું જતન કરવા તથા તેને ટેકો આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી 100 ક્યુબ કોન્ક્લેવ તેની પ્રિમાઇસીસ પર 100 સ્ટાર્ટઅપ્સ શરૂ કરવાની યોજના ધરાવે છે જે દરેકનું અંદાજિત વેલ્યુએશન 2036માં
ઓડિશાના શતાબ્દિ ઊજવણી સુધીમાં 100 કરોડનું હશે. કોન્કલેવમાં આઈઆઈએમ સાંબલપુરના ડિરેક્ટર પ્રો. મહાદેવ જયસ્વાલ, આઈઆઈએમ મુંબઈના ડિરેક્ટર પ્રો. મનોજ
કુમાર તિવારી, કોલ ઈન્ડિયા લિમિટેડના એમડી પી એમ પ્રસાદ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સીએમડી અમરેન્દુ પ્રકાશ, બજાજ ફિનસર્વના એમડી સંજીવ બજાજ, પેરી
એન્ટરપ્રાઇઝીસના એમડી રશ્મી રંજન મોહપાત્રા, લેખક અને એન્જલ ઇન્વેસ્ટર નાગરાજ પ્રકાશમ, મણિક્ષુ (ગોટ બેંક) ના સીઈઓ અને સ્થાપક જયંતી મોહપાત્રા, અપનાના ફાઉન્ડર
નિર્મિત પરીખ, આઈક્રિએટના સીઈઓ અવિનાશ પુનેકર, ફેકલ્ટી મેમ્બર્સ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઇવેન્ટમાં આઈઆઈએમ મુંબઈ અને IIM સાંબલપુર દ્વારા
ઓડિશાના અંગુલમાં સેન્ટર ઓફ મેનેજમેન્ટ એજ્યુકેશનની સ્થાપના માટે એમઓયુ પણ કરવામાં આવ્યો હતો.
20થી 28 ફેબ્રુઆરી 2026 વચ્ચે શરૂ થયા વધારાના હોલ્ટ્સ – ગુવાહાટી-સિલચર, ગુવાહાટી-ડિબ્રુગઢ સહિત ઘણી ટ્રેનોમાં નવા સ્ટેશનો જેમ કે બારપથર, લંકા, હોજાઈ.
કેન્દ્ર સરકારે દેશના રેલ્વે માળખાને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું ભર્યું છે. મંત્રીમંડળે આશરે ₹9,072 કરોડના ત્રણ મુખ્ય રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સ 4 રાજ્યોના 8 જિલ્લાઓમાં કનેક્ટિવિટી અને વિકાસને વેગ આપશે તેવી અપેક્ષા છે.
મુંબઈ પોલીસે શહેરમાં ડ્રગ માફિયાઓ સામે મોટી કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા ચાર વર્ષમાં, તેઓએ ₹6,738 કરોડથી વધુના ડ્રગ્સ જપ્ત કર્યા છે, જેના કારણે ડ્રગ માફિયાઓને નોંધપાત્ર નુકસાન થયું છે.