આઈસીસીની ત્રણ મોટી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ વેસ્ટ ઈન્ડિઝની ટીમ, આજ સુધી આવું ક્યારેય બન્યું નથી
વેસ્ટ ઈન્ડિઝની ટીમ અત્યારે તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. શનિવારે સ્કોટલેન્ડના હાથે હાર બાદ તેની ટીમ વનડે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી શકી નથી.
આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે ઝિમ્બાબ્વેમાં ક્વોલિફાયર મેચો રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટ દ્વારા બે ટીમો વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થશે. આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝની ટીમ ક્વોલિફાયરમાંથી જ બહાર થઈ ગઈ છે. જો કે તેની પાસે હજુ બે મેચ બાકી છે, પરંતુ આ મેચો જીત્યા બાદ પણ તે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી શકશે નહીં. તમને જણાવી દઈએ કે ક્રિકેટ ઈતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો અપસેટ છે. આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે બે વખતની વર્લ્ડ કપ વિજેતા ટીમ વર્લ્ડ કપ રમ્યા વગર બહાર થઈ ગઈ હોય. આ સાથે વેસ્ટ ઈન્ડિઝની ટીમના નામે એક શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો છે. તેની ટીમ આઈસીસીની ત્રણ મોટી ટુર્નામેન્ટમાંથી બહાર રહી ચૂકી છે..
વાસ્તવમાં આ પહેલીવાર નથી જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ કોઈ આઈસીસી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ હોય. તમને જાણીને નવાઈ લાગશે કે આ પહેલા પણ વેસ્ટ ઈન્ડિઝની ટીમ આઈસીસી ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાઈ થઈ શકી નથી. વર્ષ 2022માં રમાયેલા T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ સાથે પણ આવું જ થયું હતું. તે વર્ષે પણ તે ક્વોલિફાયરમાંથી બહાર થઈ ગઈ હતી. તે વર્ષે પણ બધા આશ્ચર્યમાં હતા કે બે વખતની T20 ચેમ્પિયન કેવી રીતે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ. આ વખતે પણ કંઈક આવું જ થયું છે. 1975, 1979માં ODI અને 2012, 2016માં T20 વર્લ્ડ કપ જીતનાર વેસ્ટ ઈન્ડિઝ હવે એવી હાલતમાં છે કે તેઓ એક-એક વખત બંને વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ કરવામાં નિષ્ફળ રહ્યાં છે.
વર્લ્ડ કપ સિવાય વેસ્ટ ઈન્ડિઝની ટીમ આઈસીસીની મોટી ઈવેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ વર્ષ 2017માં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ક્વોલિફાઈ કરવામાં નિષ્ફળ રહી હતી. ICC ODI રેન્કિંગમાં ટોચની 8 ટીમો ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લે છે. આવી સ્થિતિમાં, વેસ્ટ ઈન્ડિઝની ટીમ તે વર્ષે ODI રેન્કિંગમાં ટોપ 8માંથી બહાર રહેવાને કારણે આ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય કરવાનું ચૂકી ગઈ હતી. તમને જણાવી દઈએ કે વેસ્ટ ઈન્ડિઝની ટીમ પહેલી એવી ટીમ બની ગઈ છે જે 4 વર્લ્ડ કપ ટાઈટલ જીત્યા બાદ પણ ODI વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાઈ નથી થઈ શકી. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટનો આવો પતન કોઈપણ ક્રિકેટ ચાહકનું દિલ તોડી શકે છે.
પંજાબ કિંગ્સનો ગ્લેન મેક્સવેલ IPLની વચ્ચે જ બહાર થવાનો છે. તેમની આંગળીમાં ફ્રેક્ચર થયું છે, તેથી તેમના સ્થાને ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે.
ભારતીય મહિલા હોકી ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર યજમાન ટીમનો સામનો કરવા માટે તૈયાર છે. બંને ટીમો વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણી 1 મેથી શરૂ થશે.
RR vs GT Live Score: IPL 2025 ની 47મી લીગ મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ ટીમ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.