જાફરાબાદ નવા બ્રિજ ઉપર રોડ રસ્તા પર અડિંગો જમાવીને બેઠેલા પશુઓ યમદૂત સમાન
ધમધમતા ટ્રાફિકમાં અકસ્માતે નિર્દોષોનો ભોગ લેવાય તે પહેલાં રોડ રસ્તાઓ પરથી પશુઓને અન્ય ખસેડવાની માંગ ઉઠી.
જાફરાબાદ શહેરના બ્રિજ ઉપર તથા રોડ રસ્તાઓ ઉપર અડિંગો જમાવીને બેઠેલા પશુઓ મોટું અકસ્માત સર્જાય તેવી રીતે રોડ રસ્તાઓ ઉપર બેઠેલા આખલાઓ શહેરમાં જન્માષ્ટમીનો તહેવાર અને પાંચ દિવસીય લોકમેળાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે ત્યારે ધમધમતા ટ્રાફિક માં અકસ્માતે પશુઓના અડિંગાથી નિર્દોષોનો ભોગ લેવાય તે પહેલાં રોડ રસ્તા નવા બ્રિજ ઉપરના પશુઓ ને દુર કરવામાં આવે તેવી કાર્યવાહી કરવામાં આવે.
શહેરના ઠેરઠેર રેઢિયાળ પશુઓનો અડિંગો હોવાનાં કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતાં હોય અને અવારનવાર અકસ્માતો થતા હોવાથી માંર્ગો ઉપરથી પશુઓનો ત્રાસ દૂર કરવો જરૂરી બન્યો છે. જાફરાબાદ શહેરના અનેક રોડ રસ્તાઓ પર પશુઓના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. આખલા યુદ્ધમાં નિર્દોષ લોકો અડફેટે ચઢે છે. જેના કારણે સારવાર લેવાની લોકોને ફરજ પડી રહી છે. શહેરના મુખ્ય માર્ગો પર પશુઓના અસહ્ય ત્રાસના કારણે રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવા છતાં પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી.
હાલમાં જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે. જન્માષ્ટમીના લોકમેળાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જવાબદાર તંત્ર ઘોર બેદરકાર બન્યું હોય તેમ જન્માષ્ટમીના તહેવાર ઉપર લોકોની સખ્ત મોટી સંખ્યામાં અવરજવર વધી હોવા છતાં પશુઓનો ત્રાસ દૂર કરવાની કાર્યવાહી હજુ સુધી કરાઇ નથી અને જન્માષ્ટમીના તહેવારમાં શહેરમાં રાત્રીના સમય દરમિયાન રસ્તાઓ પર પશુઓનો અડિંગો રહેશે તો વાહન ચાલકો માટે ખૂબજ વિકટ સ્થિતિનું નિર્માણ થશે આ તમામ બાબતોને ધ્યાને લેવામાં તંત્ર ઘોર બેદરકાર બન્યું છે. છેલ્લા ઘણા સમયથી તંત્ર રેઢિયાળ પશુઓનો અડિંગો માર્ગો પરથી હટાવવા નક્કર કાર્યવાહી કરતું નથી શહેરની નગરપાલિકાનું તંત્ર હોય કે નેશનલ હાઇ-વે ઓથોરિટીનું તંત્ર હોય રેઢિયાળ પશુઓના મુદ્દે નક્કર કાર્યવાહી કરતું નથી જવાબદાર તંત્ર બેલગામ બન્યું હોવાથી જાફરાબાદ વાસીઓ રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.