સંખેડા ગ્રામ પંચાયત દ્વારા ખરાબાની જગ્યામાં આવેલ નીલગિરીની મામલતદારની અધ્યક્ષતામાં હરાજી કરવામાં આવી
નીલગરીની હરાજી કરવાનું સ્થળ સંખેડા લીઝ પર રાખવામાં આવ્યું હતું જેમાં સંખેડા ગ્રામ પંચાયતના સરપંચ નીતિનભાઈ શાહ તેમજ ડેપ્યુટી સરપંચ અને મામલતદાર પટેલ સાહેબ તેમજ નાયબ મામલતદાર અને ગ્રામ પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં હરાજી કરવામાં આવી હતી.
કમલેશ પટેલ.સંખેડા : સંખેડા વિસ્તાર નાગરિકો તેમજ વેપારી મંડળ તેમજ આજુબાજુના વિસ્તારના હરાજીમાં ભાગ લીધેલ 57 જેટલા વેપારીઓએ ડિપોઝિટ ભરી હતી અને મામલતદાર પટેલ સાહેબ તેમજ સરપંચ નીતિનભાઈ શાહ અને અધિકારીઓની સામે હરાજી બોલવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી એક પછી એક ઊંચી કિંમત બોલાતા જેમાં એક વેપારી દ્વારા નીલગરીની કિંમત ૩૨ લાખ 26 હજારની મતબલ રકમ સૌથી વધુ બોલી સંખેડા પંચાયત પાસેથી નીલગીરીની મંજુરી મેળવી હતી અને સંખેડા ગ્રામ પંચાયતના સરપંચ નીતિનભાઈ શાહ દ્વારા જણાવ્યું હતું કે આ આવેલ રકમ પંચાયતના વિકાસના કામ અર્થે ઉપયોગ કરશે તેમ જણાવ્યું હતું. અને સારી કિંમત આપવા બદલ સરપંચ દ્વારા વેપારી નો આભાર વ્યક્ત.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."