દેડિયાપાડાની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજના NSS વિભાગની શિબિર ઝરણાવાડી ગામે યોજાઈ
દેડિયાપાડાની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજના એન. એસ. એસ. વિભાગ દ્વારા તારીખ ૨૭મી જાન્યુઆરીથી ૦૨જી ફેબ્રુઆરી, ૨૦૨૪ દરમિયાન કુલ ૦૭ દિવસની વાર્ષિક શિબિર યોજાઈ હતી.
રાજપીપલા: દેડિયાપાડાની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજના એન. એસ. એસ. વિભાગ દ્વારા તારીખ ૨૭મી જાન્યુઆરીથી ૦૨જી ફેબ્રુઆરી, ૨૦૨૪ દરમિયાન કુલ ૦૭ દિવસની વાર્ષિક શિબિર યોજાઈ હતી. કોલેજના આચાર્યા ડૉ. અનિલાબેન પટેલની આગેવાનીમાં એન. એસ. એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડૉ. રમેશભાઈ વસાવા દ્વારા દેડીયાપાડા તાલુકાના ઝરણાવાડી ગામે આ વાર્ષિક શિબિર યોજાઈ હતી. જેમાં કુલ ૫૦ સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શિબિરના સાત દિવસ દરમ્યાન એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા ઝરણાવાડી ગામમાં લોક જાગૃતિ માટે રેલી, શેરી નાટક, લોક સંપર્ક, ગામનો સર્વે જેવા વિવિધ માધ્યમો થકી કાર્યક્રમો યોજ્યા હતા. ગામની પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા જાહેર રસ્તાઓની સાફ સફાઈ હાથ ધરી ભારત સરકાર દ્વારા ચાલતા સ્વછતા અભિયાનમાં ભાગીદારી નોંધાવી હતી. આ શિબિર દરમિયાન એન.એસ.એસ.ના સ્વયંસેવકોના વ્યક્તિત્વ વિકાસ માટે વિવિધ બૌદ્ધિક વ્યાખ્યાન, સેમિનાર અને સમૂહ જીવન જીવતા કેળવાય તે માટે સમૂહ કાર્યનું પણ આયોજન કરાયું હતું.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."