ફાયર વિભાગ દ્વારા વિવિધ છ જગ્યાએ ફાયર ટેન્કર સાથે મોકડ્રિલ કરવામાં આવી
કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જતા અને નિયમિત અંતરાલે થતો અભ્યાસ ખૂબ ઉપયોગી સાબિત થતો હોય છે, ખાસ કરીને અત્યારે દેશમાં સર્જાયેલા વાતાવરણમાં લોકોની સુરક્ષા કરી શકાય અને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે લોકજાગૃતિ સાથે મોકડ્રિલ ખૂબ જરૂરી છે.
કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જતા અને નિયમિત અંતરાલે થતો અભ્યાસ ખૂબ ઉપયોગી સાબિત થતો હોય છે, ખાસ કરીને અત્યારે દેશમાં સર્જાયેલા વાતાવરણમાં લોકોની સુરક્ષા કરી શકાય અને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે લોકજાગૃતિ સાથે મોકડ્રિલ ખૂબ જરૂરી છે.
આ મોકડ્રિલનો હેતુ વિપત્તિ સમયે તંત્રની પ્રતિસાદ ક્ષમતા તેમજ જનજાગૃતિ કેળવવાનો હતો. આમ, ફાયર વિભાગ જે વિપરિત સંજોગોમાં કપરૂં કામ કરે છે, તેણે સમજાવવા જેવું ફ્લાવરનું કોમળતાભર્યું કામ કર્યું હતું. આ બાબત ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લાના ફાયર વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ છ સ્થળો સાથે ફાયર ટેન્કર સાથે જઈને લોકોને આપાતકાલીન પરિસ્થિતિમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? તે વિશેની સમજ આપવામાં આવી હતી.
આ ફાયર ટેન્કર્સમાં લોકોએ આકસ્મિક સ્થિતિમાં કઈ જગ્યાએ શરણ લેવું? કઈ જગ્યાએ પોતાનો બચાવ કરવો? કયો સામાન રાખવો? ખાવા-પીવાની વસ્તુઓ સાચવી રાખવી, સરકારની સૂચનાનું પાલન કરવા જેવી બાબતોથી માહિતગાર કરવામાં આવ્યાં હતાં.
વેરાવળ ફાયર વિભાગના સ્ટેશન ઓફિસર શ્રી રવિરાજસિંહ ચાવડા અને તેમની ટીમ દ્વારા બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, ટાવર ચોક સહિતના વિવિધ મહત્વના વિસ્તારોમાં ‘ઓપરેશન અભ્યાસ’ અંતર્ગત મોકડ્રિલ યોજી હતી.
"અમરેલીમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદે ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડ્યું. તાજા હવામાન અપડેટ, નુકસાનની વિગતો અને આગાહી જાણો."
ભારત અને પાકિસ્તાન વચ્ચે સાંજે 5 વાગ્યા પછી યુદ્ધવિરામ લાગુ થઈ ગયો છે. આને ધ્યાનમાં રાખીને, ગુજરાતમાં બ્લેક આઉટ ઓર્ડર રદ કરવામાં આવ્યા છે.
હવામાન ખાતા દ્વારા ગત તારીખ ૪/૫/૨૦૨૫ થી ૮/૫/૨૦૨૫ દરમિયાન આપેલી આગાહી સંદર્ભમાં નર્મદા જિલ્લામાં ગઈકાલે રાત્રે અને આજે વહેલી સવારથી જ અનરાધાર કમોસમી વરસાદ વરસ્યો હતો.