Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગુજરાતમાં ડાયાલીસીસના દર્દીઓનું ભાવિ હવે જોખમમાં

ગુજરાતમાં ડાયાલીસીસના દર્દીઓનું ભાવિ હવે જોખમમાં

ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશન દ્વારા તારીખ ૧૪ ઓગસ્ટ થી તારીખ ૧૬ ઓગસ્ટ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં PMJAY ડાયાલિસિસ બંધ કરવાની જાહેરાત

Ahmedabad August 12, 2023
ગુજરાતમાં ડાયાલીસીસના દર્દીઓનું ભાવિ હવે જોખમમાં

ગુજરાતમાં ડાયાલીસીસના દર્દીઓનું ભાવિ હવે જોખમમાં

જ્યારથી ગુજરાત રાજ્યમાં PMJAY ડાયાલીસીસ યોજના શરૂ થઇ ત્યાર થી લાખો દર્દી ઓ તેના લાભ હેઠળ પ્રાઇવેટ હોસ્પિટલો માં ફ્રી ડાયાલીસીસ સારવાર સારી ગુણવત્તા સાથે લઇ રહ્યા છે.ગુજરાત રાજ્ય માં એક વર્ષ માં 1.3  કરોડ pmjay  ડાયાલીસીસ સારવાર થાય છે, જેમાંથી 1.02  કરોડ (78%) PMAJY ડાયાલીસીસ પ્રાઇવેટ હોસ્પિટલો દ્વારા કરવામાં આવે છે.

આ અંગે ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડો. જાવેદ વકીલે જણાવ્યું હતું કે, ગુજરાતની સરકારે PMJAY યોજના અંતર્ગત ચાલતા ડાયાલિસિસ માટે મળતી રકમ અચાનક જ 2000 માંથી 1650 કરી નાખી છે. તેઓએ છેલ્લા 8 વર્ષમાં દરમાં વધારો કર્યો નથી પરંતુ તેનાથી વિપરીત 17% ટકા ઘટાડો થયો છે.

ગુજરાત માં મોટા ભાગના ડાયાલિસિસ ના દર્દીઓ PMJAY યોજના અંતર્ગત જ ડાયાલિસિસ કરાવે છે. આ યોજના હેઠળ ચાલતા પ્રાઇવેટ સેન્ટર માં ડાયાલિસિસની સાથે સાથે દવાઓ અને ઇન્જેકશનો,લેબ રીપોર્ટસ,સેન્ટ્રલ એસી ની સુવિધા,ખાવાપીવા ની સુવિધા, આવા જવા ના ૩૦૦ રૂપિયા અને કિડની ના નિષ્ણાત સાહેબ દ્વારા તપાસ આ બધું જ મફત આપવામાં આવે છે. PMJAY યોજના માં માત્ર ગુજરાત રાજ્ય માં જ ડાયાલીસીસ ફિલ્ટર સિંગલ ટાઈમ યુઝ કરવા નો નિયમ છે જેના થી હોસ્પિટલ ને ડાયાલીસીસ ની cost બીજા રાજ્ય કરતા માસિક ૪ થી ૫ હજાર જેટલી વધી જાય છે, અને તેનાથી બાયોમેડિકલ વેસ્ટ પણ ૧૦ ગણો વધી જાય છે. (મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર  ઇન્ડિયા ની ડાયાલીસીસ ગાઇડલાઇન પણ ડાયાલીસીસ ફિલ્ટર રિયુઝ કરવાનું રિકામાઇન્ડ કરે છે.

આ અંગે ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશનના કો-ઓર્ડિનેટર ડો. ઉમેશ ગોધાનીએ જણાવ્યું હતું કે, આ બધા ખર્ચાઓને પહોંચી વળવા 2000 રૂપિયા એક ડાયાલિસિસ ના એમ સરકાર અત્યાર સુધી આપતી હતી. આજના મોંઘવારીના જમાનામાં આ 2000 રૂપિયા માં પહોંચી વળવું બહુ જ મુશ્કેલ હતું એમાં આ PMJAY ને શું સૂઝ્યું કે વગર વિચારે સીધા ભાવ ઘટાડીને 1650 કરી નાખ્યાં.

Indian Society of Nephrology તથા Indian Society of Hemodialysis એ પણ આ બાબત માટે સમર્થન આપેલ છે.

આ ભાવ માં હવે પ્રાઇવેટ માં ૧ કરોડ  જેટલા ડાયાલિસિસ મફત કરતા સેન્ટરો ને હવે ડાયાલિસિસ યોજના બંધ કરવા સિવાય હવે કોઈ છૂટકો જ નથી.

આના વિરોધ માં ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશન અને હોસ્પિટલ રીપ્રેઝન્ટેટિવ દ્વારા હેલ્થ મિનિસ્ટર શ્રી રિષિકેશભાઈ પટેલ તેમજ PMJAY ના અધિકારીઓ ને રજૂઆત કરવામાં આવી હતી. હેલ્થ મિનિસ્ટર શ્રી તાકીદે નિવારણ કરવાનું આશ્વાસન આપેલું. વારંવાર PMJAY અધિકારીઓ ને રજૂઆત કરવા છતાં કોઈ જ ફેરફાર કરવામાં આવેલ નથી. એક મહિના જેટલો સમય વીતી જવા છતાં કોઈ સોલ્યૂશન ના આવતા ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશન દ્વારા તારીખ ૧૪ ઓગસ્ટ થી તારીખ ૧૬ ઓગસ્ટ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં PMJAY ડાયાલિસિસ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ડાયાલીસીસ દર્દીઓ પણ સરકાર ના ડિસિઝન થી નારાજ છે. IMA દ્વારા પણ આ બાબત માં અમને સમર્થન મળેલ છે તેમજ IMA દ્વારા CM સાહેબ ને પણ રજૂઆત કરવામાં આવેલ છે.

આ અંગે ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશનના કો-ઓર્ડિનેટર ડો. જીગર શ્રીમાળીએ રાજસ્થાન, છત્તીસગઢ, તથા અન્ય રાજ્યો માં PMJAY ડાયાલિસિસ ના દર 2100 છે . PMJAY માટે ની NHA (NATIONAL HEALTH AUTHORITY) ગાઇડલાઇનમાં પણ ડાયાલીસીસ ચાર્જ 2200 (1500 + 700 EPO ઈન્જેકશન) ની જોગવાઈ છે,જેમાં Transport Allowance પણ નથી અપાતું આને ડાયલાઈઝર (ફિલ્ટર) પણ રિયુઝ કરવા માં આવે છે તો ગુજરાત રાજ્યમાં જ આવી અસમાનતા કેમ.          

હવે  ડાયાલિસિસના દરદીઓ ગુજરાત સરકાર દ્વારા ચાલતા સરકારી સેન્ટરમાં ડાયાલિસિસ કરવા મજબૂર બનશે જ્યાં પૂરતા   કિડની સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે જ નહિ. આવી રીતે જોઈએ તો ગુજરાત માં બધા જ ડાયાલિસિસ PMJAY Yojana માં કિડની ના ડોક્ટર ની દેખરેખ વગર જ થશે, ડાયાલીસીસ જેવી જટિલ સારવાર માટે નેફ્રોલોજિસ્ટ ડૉક્ટર ની દેખરેખ અને માર્ગદર્શન ખુબ જરૂરી છે. Pmjay યોજના પ્રાઇવેટ હોસ્પિટલ માં સારી સારવાર ફ્રી માં મળે તે માટે કરવામાં આવી રહી છે, બાકી સરકારી હોસ્પિટલ માં ફ્રી સારવાર તો પેલા પણ હતી જ ને.

PMJAY  માં ડાયાલીસીસ એ લાઇફસેવિંગ સારવાર હોવા છતાં માત્ર ડાયાલીસીસ સારવાર ના જ દર ઘટાડવામાં આવ્યા છે. જોઈન્ટ રિપ્લેસમેન્ટ તથા અન્ય સર્જરી ના દર 10 હજાર થી 60 હજાર સુધી વધારવા માં આવ્યા.

ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશન ની માંગણી :

-NHA (નેશનલ હેલ્થ ઓથોરિટી) ની ગાઇડલાઇન મુજબ તેમજ અન્ય રાજ્યો ની જેમ ડાયાલીસીસ પેકેજ 25૦૦ ( 1500 + 700 for EPO INJECTION as per NHA  Guideline + ૩૦૦ Transport  Allowance to Patient ) કરવામાં આવે.

-તેમજ NHA અને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ની ગાઇડલાઇન મુજબ ડાયાલીસીસ ફિલ્ટર રિયુઝ કરવાની છૂટ આપવામાં આવે.

ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશન મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ તથા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આમાં હસ્તક્ષેપ કરી તાકીદે નિવારણ લાવે એવી વિનંતી કરે છે

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

યુદ્ધવિરામ બાદ ગુજરાતમાં બ્લેકઆઉટના આદેશ રદ કરાયા
ahmedabad
May 10, 2025

યુદ્ધવિરામ બાદ ગુજરાતમાં બ્લેકઆઉટના આદેશ રદ કરાયા

ભારત અને પાકિસ્તાન વચ્ચે સાંજે 5 વાગ્યા પછી યુદ્ધવિરામ લાગુ થઈ ગયો છે. આને ધ્યાનમાં રાખીને, ગુજરાતમાં બ્લેક આઉટ ઓર્ડર રદ કરવામાં આવ્યા છે.

નર્મદા જિલ્લામાં રાત્રી દરમિયાન અને સવારે કમોસમી વરસાદ વરસ્યો
rajpipla
May 07, 2025

નર્મદા જિલ્લામાં રાત્રી દરમિયાન અને સવારે કમોસમી વરસાદ વરસ્યો

હવામાન ખાતા દ્વારા ગત તારીખ ૪/૫/૨૦૨૫ થી ૮/૫/૨૦૨૫ દરમિયાન આપેલી આગાહી સંદર્ભમાં નર્મદા જિલ્લામાં ગઈકાલે રાત્રે અને આજે વહેલી સવારથી જ અનરાધાર કમોસમી વરસાદ વરસ્યો હતો.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાતે યુપીના ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય
vadodara
May 07, 2025

સ્ટેચ્યૂ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાતે યુપીના ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય

ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ પોતાના જન્મદિવસે પત્ની શ્રીમતી મૌર્ય અને મંત્રીમંડળના સહયોગીઓની સાથે નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમા, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગરની મુલાકાત લીધી હતી. 

Braking News

Ayodhya Ram Temple : રામ મંદિરમાં પૂજારીઓ માટે ડ્રેસ કોડ લાગુ
Ayodhya Ram Temple : રામ મંદિરમાં પૂજારીઓ માટે ડ્રેસ કોડ લાગુ
December 27, 2024

અયોધ્યાના રામ મંદિરમાં પૂજારીઓ માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. પૂજારીઓ હવે ચોબંદી, ધોતી-કુર્તા અને પીળી પાઘડી પહેરશે

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
April 04, 2023
વિટામીન A થી ભરપૂર ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, શિયાળામાં આ શાક અવશ્ય ખાવું જોઈએ
વિટામીન A થી ભરપૂર ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, શિયાળામાં આ શાક અવશ્ય ખાવું જોઈએ
November 13, 2024
ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express