રાજપીપળા સિંધિવાડ વિસ્તારમાં ડેન્ગ્યુ નાં બે પોઝીટીવ કેસ નિકળતાં આરોગ્ય વિભાગ દોડતું થયું
એક મહિલા અને એક યુવાન નો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવતા સ્થાનિકોમાં તંત્રની લુલી કામગીરીથી રોષ, રાજપીપળા શહેરમાં ધીમી ગતિએ પગ પેસારો કરતા ડેન્ગ્યુને નાથવા આરોગ્ય વિભાગ આખા શહેરમાં ટીમો ઉતારી કામગીરી કરાવે તેવી માંગ.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા શહેરમાં ધીમી ગતું એ ડેન્ગ્યુ પગ પેસારો કરી રહ્યો હોવાનું લાગી રહ્યું છે જેમાં ખાસ કરીને હાલમાં રાજપીપળાનાં સિંધિવાડ વિસ્તારમાં બે કેસ સામે આવ્યા છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી થતી નથી તેમ સ્થાનિકો એ રોષ ઠાલવતા જણાવ્યું હતું ડેન્ગ્યુનાં આ બે કેસમાં એક મહિલા અને એક યુવાનનો સમાવેશ થાય છે ત્યારે ડેન્ગ્યુએ અત્યારસુધી કેટલા વિસ્તાર માં પગ પેસારો કર્યો છે અને કેટલા લોકોને ડેન્ગ્યુ પોઝીટીવ આવ્યા છે એ આંકડો આરોગ્ય વિભાગનાં સર્વે બાદ બહાર આવશે પરંતુ હાલમાં આ બે કેસ નિકળતાં આરોગ્ય તંત્ર કામે લાગ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ડેન્ગ્યુ અને મેલેરિયા એ રાજપીપળા શહેરમાં ધીમી ગતિએ પગ પેસારો કર્યા બાદ અચાનક કેસો વધી ગયા હતા જેમાં કેટલાક દર્દીઓની હાલત ગંભીર થઈ હતી જ્યારે અમુકના મોત પણ થયા હતા જોકે અર્બનની ટીમોએ એ સમયે ખુબ સારી કામગીરી કરી હતી પરંતુ ડેન્ગ્યુનાં કેસમાં પોતે જ સલામતી રાખવી જરૂરી છે કેમ કે ઘરમાં કે આસપાસ સંગ્રહ કરેલ પાણી ખુલ્લું રખાઈ તો અંદર ડેન્ગ્યુના મચ્છરનો ઉપદ્રવ થતો હોય અને આ મચ્છર કરડેતો ડેન્ગ્યુ થતો હોય છે માટે આવી ઘટનાનું પુરનાવર્તન નાં થાય તે માટે તંત્ર ઝડપી કામગીરી કરે અને લોકો પણ આ મુદ્દે સલામતી રાખે એ જરૂરી છે.
"ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ.88 કરોડની ગ્રાન્ટ! રોડ નવીનીકરણ, તળાવ વિકાસ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આંગણવાડી અને પુરાતત્વીય કિલ્લાના પુનઃસ્થાપન સહિતના 13 પ્રોજેક્ટ્સ વિશે વિગતે જાણો."
"અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલે 2.5 વર્ષમાં 50 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી નવો ઇતિહાસ રચ્યો. જાણો ગુજરાતના આરોગ્ય ક્ષેત્રેની આ સિદ્ધિ, સરકારી યોજનાઓ અને દર્દીઓની પ્રેરણાદાયી વાર્તાઓ વિશે."
"ગુજરાત સરકારે પેન્શનર્સ માટે હયાતી ખરાઈ પ્રક્રિયા સરળ કરી! વૃદ્ધોને ઘરે જ નિ:શુલ્ક લાઈફ સર્ટિફિકેટ સેવા. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સાથે MOU. વિગતો જાણો!"