Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • રાજ્યભરમાં આગામી તા. ૨૦મી જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરુ થશે

રાજ્યભરમાં આગામી તા. ૨૦મી જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરુ થશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજી વાર દેશના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ તુરંત જ કેન્દ્ર સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના હિતમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.

Gandhinagar June 15, 2024
રાજ્યભરમાં આગામી તા. ૨૦મી જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરુ થશે

રાજ્યભરમાં આગામી તા. ૨૦મી જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરુ થશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજી વાર દેશના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ તુરંત જ કેન્દ્ર સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના હિતમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. એ જ ક્રમમાં આગળ વધતા ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, તેમ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું છે.  

રાજ્ય સરકારના ખેડૂત હિતલક્ષી નિર્ણય અંગે માહિતી આપતા કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩-૨૪ના ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી આગામી તા. ૨૦મી જૂનથી શરુ થશે. રાજ્યભરના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. ૧૦૮ કરોડની કિંમતનો ૧૨,૬૩૩ મેટ્રિક ટન જેટલો જથ્થો ખરીદી કરવાનું અનુમાન છે. ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે ગત તા. ૧૪મી જૂનથી ખેડૂતોની નોંધણી શરુ કરી દેવામાં આવી છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, અત્યારે રાજ્યની વિવિધ એ.પી.એમ.સી. ખાતે મગ પાકનો સરેરાશ બજાર ભાવ ખેડૂતોની પડતર કિંમતની સામે અપેક્ષા કરતા થોડો ઓછો હોવાથી, રાજ્યના કોઇપણ ખેડૂતને આર્થિક નુકશાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડૂતોને ઉનાળુ મગની પડતર કિંમત સામે પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માટે મગ પાકનો ટેકાનો ભાવ રૂ. ૮,૫૫૮ પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે.

મંત્રી શ્રી પટેલે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં મગ પાકના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ટેકાના ભાવે ખરીદી માટે ૪૫ ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે. મગની ટેકાના ભાવે ખરીદી નાફેડ થકી રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી રાજ્યની નોડલ એજન્સી ઇન્ડીએગ્રો કોન્સોર્ટીયમ પ્રોડ્યુસર કં. લિ. (FPO) મારફત કરવામાં આવશે. મગની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો પરથી VCE  મારફત નોંધણી કરાવી શકશે, જેના માટે ખેડૂતોએ કોઇ ચાર્જ ચૂકવવાનો રહેશે નહી.
 
મંત્રીશ્રીએ ખાતરી આપી છે કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ઉનાળુ મગની ખરીદી પૂરતા પ્રમાણમાં કરવામાં આવશે અને તેના માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો ઓનલાઈન નોંધણી કરાવે અને મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ લે, તેવો મંત્રી શ્રી પટેલે અનુરોધ કર્યો હતો.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ધોખાધડીનો આઘાત: પંચમહાલમાં નકલી દાગીના માટે પરિણીતાએ કર્યો આપઘાત
ahmedabad
May 13, 2025

ધોખાધડીનો આઘાત: પંચમહાલમાં નકલી દાગીના માટે પરિણીતાએ કર્યો આપઘાત

પંચમહાલના સાડી સમડી ગામે નકલી દાગીનાની ધોખાધડીથી 22 વર્ષીય પરિણીતાએ કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો. આ ઘટના, ધોખાધડી અને માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ પર શું દર્શાવે છે? વાંચો વિગતો.

અમદાવાદ રિક્ષા ચાલકો પર પોલીસની કડક કાર્યવાહી, ₹1.56 કરોડ દંડ
ahmedabad
May 13, 2025

અમદાવાદ રિક્ષા ચાલકો પર પોલીસની કડક કાર્યવાહી, ₹1.56 કરોડ દંડ

"અમદાવાદમાં રિક્ષા ચાલકો માટે મીટર ફરજિયાત, પોલીસે 28,112 ચાલકો પાસેથી ₹1.56 કરોડનો દંડ વસૂલ્યો. જાણો નિયમ, કાર્યવાહી અને જનતાની પ્રતિક્રિયા."

ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને તથા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન
ahmedabad
May 13, 2025

ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને તથા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન

જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં 13 થી 23 મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે.

Braking News

અનિશ્ચિત સ્થિતિ વચ્ચે ઇંગ્લેન્ડના ખેલાડી વિલીએ ભારતની ટુર્નામેન્ટમાં ભાગ લેવા અંગે ચર્ચા કરી
અનિશ્ચિત સ્થિતિ વચ્ચે ઇંગ્લેન્ડના ખેલાડી વિલીએ ભારતની ટુર્નામેન્ટમાં ભાગ લેવા અંગે ચર્ચા કરી
November 12, 2023

વિલીએ ખુલાસો કર્યો કે ઈંગ્લેન્ડ ક્રિકેટની એકંદર યોજનામાં તે ક્યાં ઉભો છે તે જાણવું તેના માટે મુશ્કેલ હતું, અને એક સમયે તેને ખાતરી નહોતી કે તેણે ટુર્નામેન્ટ માટે ભારત જવું જોઈએ કે નહીં.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

કુદરતનું છેલ્લું સ્ટેન્ડ: એમેઝોન રેઈનફોરેસ્ટમાં લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવી
કુદરતનું છેલ્લું સ્ટેન્ડ: એમેઝોન રેઈનફોરેસ્ટમાં લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવી
May 17, 2023
સરકારે ભારતમાં પરીક્ષણ માટે આયાત કરવામાં આવતી કાર પર લાદવામાં આવતી 252% કસ્ટમ ડ્યુટી દૂર કરી
સરકારે ભારતમાં પરીક્ષણ માટે આયાત કરવામાં આવતી કાર પર લાદવામાં આવતી 252% કસ્ટમ ડ્યુટી દૂર કરી
February 05, 2023
સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી નો કેસ સાંભળવા વાળા જજનું કોંગ્રેસ કનેક્શન જાહેર: જાણો શું છે રહસ્ય
સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી નો કેસ સાંભળવા વાળા જજનું કોંગ્રેસ કનેક્શન જાહેર: જાણો શું છે રહસ્ય
July 21, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express