Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • જનતા રાજીનામું લેશે, ભાજપ પર મનોજ સોરઠીયાનો તીખો પ્રહાર

જનતા રાજીનામું લેશે, ભાજપ પર મનોજ સોરઠીયાનો તીખો પ્રહાર

AAP નેતા મનોજ સોરઠીયાએ ભાજપ પર આરોપ – ચૈતર વસાવા પર પાયાવિહોણા આક્ષેપો, ખોટી FIR, મનસુખ વસાવા રાજીનામું આપો. ભાજપના કાળા કારોબાર પર પ્રહાર.

Ahmedabad December 26, 2025
જનતા રાજીનામું લેશે, ભાજપ પર મનોજ સોરઠીયાનો તીખો પ્રહાર

જનતા રાજીનામું લેશે, ભાજપ પર મનોજ સોરઠીયાનો તીખો પ્રહાર

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભાજપ દ્વારા પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા હતા. જે મુદ્દા પર આજે આમ આદમી પાર્ટીના આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક વિડીયોના માધ્યમથી ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ભરૂચનાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર 75 લાખ રૂપિયા માંગવાનો આરોપ મૂક્યો છે અને કહ્યું હતું કે કલેક્ટરે પૈસા માગ્યા હતા. ત્યારબાદ કલેકટરે એવું કહ્યું છે કે “ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયા માંગ્યા નથી.” જે ભ્રષ્ટાચારના ઢગલા પર બેઠા છે એવા લોકો એક ઈમાનદાર લોકોની લડાઈ લડનાર વ્યક્તિ પર આરોપ લગાવી રહ્યા છે. કલેક્ટરે કહ્યું “આ વાત ખોટી છે, મનસુખ વસાવાની વાત પાયાવિહોણી છે. ચૈતર વસાવાએ કોઈ પૈસા માગ્યા નથી.” ભાજપમાં બેઠેલા નેતાઓ લોકોની બિલકુલ સેવા કરતા નથી. પરંતુ લોકોની લડાઈ લડી રહેલી આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું કામ કરે છે. મનસુખભાઈ થોડીક હિંમત કરો અને રાજીનામું આપો, તમે કહ્યું છે કે “જો સરકાર મને આમાં સહાય નહીં કરે તો હું રાજીનામું આપી દઈશ” તમે પોતે સાંસદ છો, કલેક્ટર ના કહે છે, આટલા હલકા આક્ષેપો લગાવતા તમને શરમ આવવી જોઈએ. થોડી પણ શરમ હોય તો તમારે રાજીનામું આપવું જોઈએ.

આ પહેલા પણ આમ આદમી પાર્ટી અનેક નેતાઓ ઉપર અનેક આરોપો નાખવાનું કામ ભાજપે કર્યું છે. ઈસુદાન ગઢવી કમલમ પર રજૂઆત કરવા ગયા ત્યારે તેમના પર છેડતી અને દારૂનો આરોપ નાખવામાં આવ્યો હતો અને એફઆઇઆર કરવામાં આવી હતી. કચ્છના એસપીએ પ્રેસ કોન્ફરન્સ કરી આરોપી સાથે ગોપાલભાઈ ઇટાલીયા અને મનોજભાઈ સોરઠીયાનાં નામ જોડી દીધા હતા. શું થયું આ કેસનું ? ક્યાં છે આરોપો? ખોટા આરોપો લગાડવા, ખોટી એફઆઈઆરઓ કરવી, ખોટી રીતે હેરાન કરવા અને આમ આદમી પાર્ટીના નેતાઓને કોઈપણ રીતે બદનામ કરવાનું કામ ભાજપનું છે. ભાજપને શરમ આવવી જોઈએ, 30 વર્ષથી સત્તામાં હોવા છતાં લોકોનું ભલું કરી શક્યા નથી. આજે આ સ્થિતિ છે એટલે ખોટા આરોપો લગાવો છો? શરમ કરો, રાજીનામું આપો. ભાજપમાં બેઠેલા તમામ લોકો જે ખૂબ મોટા ભ્રષ્ટાચારના ભાગીદાર છે, આપ સૌ આમ આદમી પાર્ટીના નેતાઓને બદનામ કરવાનું કામ કરો છો. ગુજરાતની જનતા આ વાત જાણે છે. ગુજરાતની જનતાને ખબર છે કે સૌથી મોટા ચોર તમે છો. અને તમે આમ આદમી પાર્ટીને બદનામ કરવા નિકળ્યા છો? શરમ નથી આવતી? આ વખતે તમે રાજીનામું નહીં આપો તો લોકો તમારી પાસેથી રાજીનામું લેવાના છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે
ahmedabad
March 19, 2026

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા
ahmedabad
March 18, 2026

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા

ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. 

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી
ahmedabad
March 18, 2026

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે. 

Braking News

પીએમ મોદીએ કિરેન રિજિજુને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી
પીએમ મોદીએ કિરેન રિજિજુને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી
November 19, 2024

પીએમ મોદીએ કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, સંસદીય ઉત્પાદકતા વધારવા અને સમાજના તમામ વર્ગો માટે વિકાસને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસોની પ્રશંસા કરી

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

હરમનપ્રીત કૌરે રચ્યો ઈતિહાસ, 150 T20I અને 3000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બની
હરમનપ્રીત કૌરે રચ્યો ઈતિહાસ, 150 T20I અને 3000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બની
February 20, 2023
કરિશ્મા કપૂર 11 વર્ષ પછી મર્ડર મુબારકમાં કમબેક કરી રહી છે
કરિશ્મા કપૂર 11 વર્ષ પછી મર્ડર મુબારકમાં કમબેક કરી રહી છે
February 20, 2023
આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
April 04, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express