BREAKING NEWS : સ્પેશિયલ કોર્ટે નરોડા ગામ હત્યાકાંડના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાં
નરોડા ગામ હત્યાકાંડમાં 20 વર્ષ, 1 મહિનો અને 20 દિવસ બાદ ચુકાદો જાહેર કરવામાં આવ્યો
નરોડા ગામ હત્યાકાંડમાં સ્પેશિયલ કોર્ટ તરફથી આજે ચુકાદો આપવામાં આવ્યો છે. આ હત્યાકાંડમાં ભાજપા પૂર્વ મંત્રી માયા કોડનાની, બાબુ બજરંગી, જયદીપ પટેલ સહિત તમામ 69 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. 100થી વધુ દસ્તાવેજી પુરાવાની તપાસ કરવામાં આવી હતી. નરોડા ગામ હત્યાકાંડમાં આ કેસનો ચુકાદો 20 વર્ષ, 1 મહિનો અને 20 દિવસ બાદ જાહેર કરવામાં આવ્યો છે. ફરિયાદ પક્ષના વકીલ શમશાદ પઠાણે કહ્યું હતું કે, આ ચુકાદાને હવે હાઇકોર્ટમાં પડકારવામાં આવશે.
અમદાવાદમાં નરોડા ગામમાં પણ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. નરોડા પોલીસ સ્ટેશનના 70 જેટલા પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. ગોધરાકાંડ બાદ વર્ષ 2002નાં રમખાણોમાં નરોડા ગામ હત્યાકાંડ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવાયેલ ખાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કોર્ટમાં કેસની અંતિમ દલીલો પૂર્ણ થઈ ચૂકી છે. હત્યાકાંડ કેસમાં પોલીસે જે-તે સમયે 70થી વધુ લોકોની ધરપકડ કરી હતી. એમાં પૂર્વ મંત્રી માયા કોડાનાની સહિત 69 આરોપી સામે સ્પેશિયલ કોર્ટ આજે ચુકાદો સંભળાવ્યો.
27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતમાં આવેલ ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં અયોધ્યાથી પાછા ફરી રહેલા કારસેવકોના ટ્રેનના ડબ્બામાં પેટ્રોલ નાખીને તેમને જીવતા સળગાવી નાખવામાં આવ્યા હતા. આ ઘટનાથી 28 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. દરમિયાન અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં.આ મુદ્દે નરોડા પોલીસ સ્ટેશનમાં 98/2002 નંબરની ફરિયાદ FIR નોંધાઇ હતી. જેમાં પોલીસે 28 જેટલા આરોપીઓને પકડીને તેમના પર ગુનો દાખલ કર્યો હતો. પાછળથી આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. એમાં અન્ય આરોપીઓની ધરપકડ કરાઈ હતી. બાદમાં અન્ય 50 આરોપીની ધરપકડ થઈ હતી.
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ નો ડો.દર્શનાબેન દેશમુખના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝાનાં આર્થિક સહયોગથી અનાજકીટનું વિતરણ તા.૩૦/૦૪/૨૦૨૫ ને બુધવારના રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર ભાવનગર ખાતે બાવન પ્રજ્ઞાચક્ષુ લાભાર્થીઓને કરવામાં આવ્યું.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."