રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ખેડુતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરાશે
નર્મદા જિલ્લામાં રવિ માર્કેટીંગ સીઝન 2026-27: ઘઉંની લઘુત્તમ ટેકાના ભાવે ₹2,585/- પ્રતિ ક્વિન્ટલ ખરીદી શરૂ. 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી VCE મારફતે ઓનલાઈન નોંધણી, ખરીદી 4 માર્ચથી 15 મે સુધી. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત – જરૂરી દસ્તાવેજો: આધાર, 7/12, 8/અ, બેંક વિગતો. હેલ્પલાઇન 8511171718/19. વિગતો જુઓ.
રાજપીપળા : ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ માટે ઘઉંનો લઘુત્તમ ટેકાના ભાવ રૂ. ૨,૫૮૫/- પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેઓના ઉપ્તાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત લઘુતમ
ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી., મારફતે કરવામાં આવનાર છે.
લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ૦૧/૦૨/૨૦૨૬ થી ૦૧/૦૩/૨૦૨૬ સુધી કરવામાં આવશે. તેમજ ઘઉં ની ખરીદી તા. ૦૪/૦૩/૨૦૨૬ થી ૧૫/૦૫/૨૦૨૬ સુધી કરવામાં આવશે. જેથી નર્મદા
જિલ્લાના ખેડૂતોને નોંધણી કરાવવા અપીલ કરવામાં આવી છે. ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ નોંધણી કરવામાં આવશે.
નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમૂનો, ૭/૧૨, ૮/અ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨ કે ૮/અ માં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત બેંક પાસબૂકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ
સાથે લાવવાની રહેશે.
રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે. ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે, ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો તેવા કિસ્સામાં આપનો ક્રમ રદ થશે અને ખરીદી માટે આપને જાણ નહી કરવામાં આવે તેની ખેડૂત મિત્રોએ નોંધ લેવી. નોંધણી બાબતે કોઇ મુશકેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવા નાયબ જિલ્લા મેનેજરશ્રી(પુરવઠ)-નર્મદા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.
નર્મદા જિલ્લાના વિકાસ કાર્યોને વધુ ગતિશીલ બનાવવા અને પ્રજાના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.વી.વાળાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.
રાજકોટમાં ‘ઈઝ ઓફ લિવિંગ’નું નવું યુગ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કન્વેન્શન સેન્ટર, લાયન સફારી પાર્ક, 50 MLD ફિલ્ટર પ્લાન્ટ અને 1010 EWS આવાસોનું નિર્માણ ઝડપથી આગળ વધી રહ્યું. ₹119 કરોડના આવાસોમાં રૂફટોપ સોલાર, ઓટો લિફ્ટ, ફાયર સિસ્ટમ સહિત સુવિધાઓ – વિગતો જુઓ.
વલસાડ જિલ્લાના કપરાડા કુંભ ઘાટમાં કાર-ટ્રક ભયાનક ટક્કરમાં 7 લોકોનાં મોત! 5 ઘટનાસ્થળે, 2 હોસ્પિટલમાં મૃત્યુ – 1 મહિલા, 1 યુવતી સહિત 7 મૃતકો. પ્રાથમિક તપાસમાં ઝડપ અને બેદરકારી આરોપ – પોલીસ-રાહત ટીમો ઘટનાસ્થળે, તપાસ ચાલુ. વિગતો જુઓ.