Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • સોમનાથ ખાતે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો તૃતિય પદવીદાન સમારોહ યોજાયો

સોમનાથ ખાતે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો તૃતિય પદવીદાન સમારોહ યોજાયો

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને સોમનાથ ખાતે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો તૃતિય પદવીદાન સમારોહ યોજાયો.

Rajpipla September 28, 2024
સોમનાથ ખાતે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો તૃતિય પદવીદાન સમારોહ યોજાયો

સોમનાથ ખાતે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો તૃતિય પદવીદાન સમારોહ યોજાયો

ભારતના ઋષિ-મનીષીઓના જ્ઞાનવારસાને આજે દેશના વિવિધ વિશ્વવિદ્યાલયો આગળ ધપાવી રહ્યા છે. આ વિશ્વવિદ્યાલયો વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતર અને મનુષ્ય નિર્માણના કેન્દ્રો છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના તૃતિય પદવીદાન સમારોહમાં દિક્ષાંત પ્રવચન આપતાં કહ્યું હતું કે, તત્વતઃ જ્ઞાન અથવા શિક્ષણ જ છે જે મનુષ્ય અને પશુ; બન્નેને અલગ પાડે છે. પ્રકૃતિએ બનાવેલા બન્ને સર્જનોમાં મનુષ્યની શ્રેષ્ઠતા જ્ઞાનના કારણે જ છે.

વિશ્વવિદ્યાલયો આ જ્ઞાનસાધનાના વાહક છે. વિદ્યાર્થીઓમાં જ્ઞાનનો પ્રકાશ પાથરવાનું કામ યુનિવર્સિટીના માધ્યમ થકી થઈ રહ્યું છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને સોમનાથ મંદિર પાસે આવેલ શ્રી રામમંદિર ઑડિટોરિયમમાં આજે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો તૃતિય પદવીદાન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજો અને અનુસ્નાતક ભવનોમાં સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી.નો અભ્યાસ પૂર્ણ કરનાર ૫૦,૩૨૩ વિદ્યાર્થીઓને ડિગ્રી, ૭૨ વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક અને ૧૪૬ વિદ્યાર્થીઓને પીએચ.ડીની પદવી એનાયત કરવામાં આવી હતી. આ સાથે એક ડિ.લીટ. અને એક ડિ.એસસી.ની માનદ પદવી પણ એનાયત કરવામાં આવી હતી.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ દીક્ષાંત ઉદબોધનમાં પરાપૂર્વના કર્મબંધનોની વાત કરીતાં કહ્યું હતું કે, પૃથ્વી પર જ્યારે મનુષ્યરૂપે અવતાર લીધો છે ત્યારે પરભવના ઋણ ચૂકવવાનો અવસર મળ્યો છે, તેમ માનીને ધરતી પર પર્યાવરણનું પ્રદૂષણ અટકે અને ધરતી પહેલાં હતી એવી જ બની રહે તેવું દાયિત્વ દરેક મનુષ્યએ નિભાવવું જોઈએ. કોરોનાકાળમાં-એક મહિનાના લૉકડાઉન દરમિયાન વગર પ્રયત્નોએ ગંગા-જમનાના જળ શુધ્ધ થયાં હતાં, જંગલો ફરીથી પશુપક્ષીઓથી ધબકતાં થયાં હતાં. જેનો અર્થ એ છે કે, આપણે આપણાં વિચારો, સંસ્કૃતિ અને ખાન-પાનની આદતના કારણે તેને કલુષિત કર્યાં છે. યુનિવર્સિટી દ્વારા મેળવેલા જ્ઞાનના આધારે આ ગરબડને દૂર કરવાની નિતાંત આવશ્યકતા તેમણે આ પ્રસંગે વર્ણવી હતી.

 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

વિપક્ષની બેઠક પર શાહનો ટોણો, કહ્યું- ભાજપ 2024માં આટલી સીટો જીતશે
વિપક્ષની બેઠક પર શાહનો ટોણો, કહ્યું- ભાજપ 2024માં આટલી સીટો જીતશે
June 23, 2023

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પટનામાં યોજાઈ રહેલી વિપક્ષી નેતાઓની બેઠક પર આકરા પ્રહારો કર્યા છે. શાહે કહ્યું કે એ નિશ્ચિત છે કે નરેન્દ્ર મોદી 2024માં વડાપ્રધાન બનશે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

પ્રેમમાં બિલાડી અને કૂતરાની અદ્ભુત વાર્તા: જાતિઓથી આગળનો સંબંધ
પ્રેમમાં બિલાડી અને કૂતરાની અદ્ભુત વાર્તા: જાતિઓથી આગળનો સંબંધ
April 01, 2023
હરમનપ્રીત કૌરે રચ્યો ઈતિહાસ, 150 T20I અને 3000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બની
હરમનપ્રીત કૌરે રચ્યો ઈતિહાસ, 150 T20I અને 3000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બની
February 20, 2023
"ગોપનીયતા, પ્રગતિ અને બિગ ડેટા: ધ થ્રી-વે ટગ ઓફ વોર"
March 31, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express