Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • પંજાબમાં જાતિવાદ, જ્ઞાતિવાદ કે ધર્મવાદની નહિ, કામની રાજનીતિની જીત: ઇસુદાન ગઢવી

પંજાબમાં જાતિવાદ, જ્ઞાતિવાદ કે ધર્મવાદની નહિ, કામની રાજનીતિની જીત: ઇસુદાન ગઢવી

પંજાબ જિલ્લા પંચાયતમાં AAPની પ્રચંડ જીત! ઇસુદાન ગઢવીએ કેજરીવાલ-માનને અભિનંદન, ગુજરાતમાં 2027માં કામની સરકારની અપીલ.

Ahmedabad December 18, 2025
પંજાબમાં જાતિવાદ, જ્ઞાતિવાદ કે ધર્મવાદની નહિ, કામની રાજનીતિની જીત: ઇસુદાન ગઢવી

પંજાબમાં જાતિવાદ, જ્ઞાતિવાદ કે ધર્મવાદની નહિ, કામની રાજનીતિની જીત: ઇસુદાન ગઢવી

અમદાવાદ/ગુજરાત : પંજાબમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત થતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે પંજાબમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને એકતરફી જીત મળી છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સહિત આખી યુનિટને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે એક વાત નક્કી થઇ ગઇ, જાતિવાદ, જ્ઞાતિવાદ કે ધર્મવાદની પરંપરાગત નીતિઓ પર નહીં પરંતુ કામની રાજનિતી પર રાજકારણ થવા લાગ્યું છે. જે આપણા સૌ મધ્યમવર્ગ અને સામાન્ય માણસ માટે ખૂબ જ સારું છે. ભગવંત માનની સરકારને ત્રણ વર્ષ થયા છે, તેમાં 300 યુનિટ વિજળી ફ્રી આપી, પ્રાઇવેટ થર્મલ સ્ટેશનને ખરીદી લીધા, 43 હજાર કિલોમીટરના રોડનાં કામો ચાલુ છે, હજારો આધુનિક સુવિધાઓવાળી સ્કૂલો બની, 600થી વધુ મોહલ્લા ક્લિનિક બનાવ્યા સાથે- સાથે ભ્રષ્ટાચાર ફ્રી પંજાબ બનાવી દીધુ છે. ડ્રગ્સ ફ્રી પંજાબ બનાવી દીધું છે, તેનું આ પરિણામ છે કે આમ આદમી પાર્ટીની સરકારને એકતરફી જીત મળી છે. તમારા ટેક્સના પૈસા તમને મળે તે માટે જ રાજનીતિ થવી જોઇએ પરંતુ અત્યારે ધર્મવાદ, જાતિવાદ, પ્રાંતવાદના કારણે આપણા જ સમાજના નેતાઓ આપણું શોષણ કરતા હોય છે અને તેના ઘર ભરતા હોય છે. અરવિંદ કેજરીવાલની નીતિ છે કે જે મુખ્યમંત્રીને જે લાભો મળતા હોય તે જ સામાન્ય જનતાને મળવા જોઈએ. આજે આ મિડલક્લાસ અને સામાન્ય જનતાની રાજનીતિની જીત થઈ છે.

AAP નેતા ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે હું અરવિંદ કેજરીવાલજીની વિચારધારા અને પંજાબની જનતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે. સામાન્ય માણસને 5-6 હજાર જેટલું લાઈટ બિલ આવે છે. મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યોને વીજળી ફ્રીમાં મળે છે, તો જનતાને કેમ ન મળે? આજે મોંઘવારી એટલી છે અને સ્કૂલોમાં એક-બે લાખની ફી ભરવી પડે છે.  ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે દિલ્હીમાં ક્રાંતિ થઈ અને સારી સ્કૂલો બની, 300 યુનિટ વીજળી ફ્રી મળી, મોહલ્લા ક્લિનિક બન્યા, પંજાબમાં પણ ક્રાંતિ થઈ અને આ ક્રાંતિ હવે ગુજરાતમાં થઈ રહી છે. ત્યારે આપ સૌ આમાં ભાગીદાર બનો. જાતિવાદી અને પ્રાંતવાદી રાજનીતિમાં તમારો કે મારો કોઈનો વિકાસ થતો નથી. શિક્ષણ નથી, આરોગ્ય નથી, ભ્રષ્ટાચારમુક્ત ગુજરાત નથી, ખેડૂતો, ગરીબો, વચિંતો, શોષિતો અને મિડલક્લાસ ચારેબાજુ પરેશાન છે. ત્યારે કામની રાજનીતિ ગુજરાતમાં પણ શરૂ થાય તેવી શુભકામનાઓ. જેમ પંજાબમાં લોકો પરિવર્તન લાવ્યા અને લાભ મળ્યા, ડ્રગ્સ ફ્રી પંજાબ બન્યું અને પંજાબમાં કાનુન વ્યવસ્થા પણ ખૂબ જ સારી છે. જયારે  ગુજરાતમાં બેફામ ડ્રગ્સ વેંચાઇ રહ્યું છે, કાયદો વ્યવસ્થા કથળી છે, ત્યારે ગુજરાતમાં આગામી સમયમાં આમ આદમી પાર્ટીની સરકાર લાવીએ અને આ તમામમાંથી મુક્તિ મેળવીએ.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા
ahmedabad
March 18, 2026

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા

ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. 

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી
ahmedabad
March 18, 2026

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે. 

કેરળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬: આમ આદમી પાર્ટીએ ૨૧ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી
new delhi
March 18, 2026

કેરળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬: આમ આદમી પાર્ટીએ ૨૧ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

આમ આદમી પાર્ટીએ કેરળ વિધાનસભા ચૂંટણી માટે ૨૧ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ સાથે ચૂંટણી પંચે EVM પર ફોટા અને ૧૦૦% વેબકાસ્ટિંગ જેવી નવી સુવિધાઓની પણ જાહેરાત કરી છે.

Braking News

દશેરા 2025: ત્રણ શુભ યોગ, નથી પંચક કે ભદ્રાનો પડછાયો, જાણો પૂજાનું શુભ મુહૂર્ત
દશેરા 2025: ત્રણ શુભ યોગ, નથી પંચક કે ભદ્રાનો પડછાયો, જાણો પૂજાનું શુભ મુહૂર્ત
October 01, 2025

દશેરા 2025 તારીખ, શુભ યોગો અને પૂજા મુહૂર્ત. જાણો 2 ઓક્ટોબર 2025 ના રોજ રવિ, ધૃતિ અને સુકર્મા યોગનું મહત્ત્વ. ન પંચક, ન ભદ્રાનો પડછાયો. વિજયાદશમી પર રામ પૂજન અને રાવણ દહનનો ઉત્તમ સમય.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

મોદી-બિડેન નેક્સસનું અનાવરણ: ભારત-યુએસ સંબંધોનું ભવિષ્ય ડીકોડિંગ
મોદી-બિડેન નેક્સસનું અનાવરણ: ભારત-યુએસ સંબંધોનું ભવિષ્ય ડીકોડિંગ
June 24, 2023
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
February 21, 2023
દુનિયામાં 3 ઑગષ્ટના રોજ બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિષે જાણો
દુનિયામાં 3 ઑગષ્ટના રોજ બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિષે જાણો
August 03, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express