Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • અમદાવાદમાં Third Wave Coffeeનો ધમાકેદાર એન્ટ્રી: બન મસ્કા, શ્રીખંડ ચીઝકેક, બિસ્કોફ બ્રાઉની સાથે 100% વેજ મેનુ

અમદાવાદમાં Third Wave Coffeeનો ધમાકેદાર એન્ટ્રી: બન મસ્કા, શ્રીખંડ ચીઝકેક, બિસ્કોફ બ્રાઉની સાથે 100% વેજ મેનુ

સિગ્નેચર સ્પેશિયલ્ટી કોફી અને ખાસ તૈયાર કરેલા અમદાવાદ-એક્સક્લુઝિવ વેજિટેરિયન મેનુ સાથે સીજી રોડ અને પ્રહલાદ નગરમાં લોન્ચિંગ કર્યું.

Ahmedabad November 19, 2025
અમદાવાદમાં Third Wave Coffeeનો ધમાકેદાર એન્ટ્રી: બન મસ્કા, શ્રીખંડ ચીઝકેક, બિસ્કોફ બ્રાઉની સાથે 100% વેજ મેનુ

અમદાવાદમાં Third Wave Coffeeનો ધમાકેદાર એન્ટ્રી: બન મસ્કા, શ્રીખંડ ચીઝકેક, બિસ્કોફ બ્રાઉની સાથે 100% વેજ મેનુ

અમદાવાદ ; ભારતની સૌથી ઝડપથી વિકસી રહેલી સ્પેશિયલ્ટી કોફી બ્રાન્ડ્સ પૈકીની એક Third Wave Coffee એ બે નવા કેફેના લોન્ચ સાથે અમદાવાદ શહેરમાં પ્રવેશ કર્યો છે. શહેરના સૌથી વાઇબ્રન્ટ સ્થળોમાં સ્થાન ધરાવતા સીજી રોડ અને પ્રહલાદ નગર ખાતે આવેલા આ કેફેનું લોન્ચિંગ બ્રાન્ડની દેશભરમાં વિસ્તરણ કરવાની યોજનામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. અમદાવાદ એરપોર્ટ ખાતે હાલની હાજરી સાથે આ નવા લોન્ચીસ Third Wave Coffeeની શહેરમાં તથા તેના વેસ્ટર્ન માર્કેટ ક્લસ્ટરમાં હાજરી વધુ મજબૂત બનાવે છે જેમાં મુંબઈ અને પૂણેનો સમાવેશ થાય છે.

મોટા મેટ્રો અને ઉભરતા વિસ્તારોમાં મજબૂત હાજરી સ્થાપનારી Third Wave Coffee હવે 12 શહેરોમાં 195થી વધુ કેફે ચલાવે છે. અમદાવાદમાં પ્રવેશ એ આ ક્લસ્ટરમાં વ્યૂહાત્મક વિસ્તરણ છે અને આ પ્રદેશમાં વધુ ગહન ગ્રાહક જોડાણો ઊભા કરવાની બ્રાન્ડની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે.

Third Wave Coffeeના સીઈઓ રજત લુથરાએ આ લોન્ચ અંગે જણાવ્યું હતું કે “અમે ગુજરાતમાં Third Wave Coffee લાવતા ઉત્સાહિત છીએ. અમદાવાદમાં પ્રવેશ એ અમારી વૃદ્ધિની સફરમાં એક સાહજિક પગલું છે, જે ગ્રાહક માંગ અને શહેરની વાઇબ્રન્ટ કેફે કલ્ચર દ્વારા પ્રેરિત છે. અમદાવાદની ખાસ વાત છે તેની હૂંફ, આતિથ્યભાવના અને પ્રીમિયમ કોફી માટેની વધતી જતી માંગ. આ એવા મૂલ્યો છે જે અમારા બ્રાન્ડની નૈતિકતા સાથે મજબૂત રીતે જોડાયેલા છે. અમે અહીં પણ તે જ પ્રેમ મેળવવા માટે આતુર છીએ જે અમને અન્ય બજારોમાં મળે છે.”

કોફી-ફર્સ્ટ ફિલોસોફીને વળગી રહેતા Third Wave Coffee અમદાવાદમાં તેના સિગ્નેચર સ્પેશિયાલિટી બ્રુ લાવે છે જે નૈતિક રીતે પ્રાપ્ત કરેલા બીન્સમાંથી બનાવવામાં આવે છે. કોફીના અનુભવને પૂરક બનાવતું ગુજરાત-એક્સક્લુઝિવ, 100 ટકા વેજિટેરિયન મેનુ જે ખાસ આ શહેર માટે બનાવવામાં આવ્યું છે. આ લાઇનઅપમાં બન મસ્કા અને ક્લાસિક પફ જેવી સ્થાનિક મનપસંદ વસ્તુઓ, શ્રીખંડ ચીઝકેક, બિસ્કોફ બ્રાઉની, મૂસ કપ અને પેસ્ટ્રી જેવી સ્વાદિષ્ટ મીઠાઈઓ તથા ખાસ તૈયાર કરાતી વેજિટેરિયન સેન્ડવીચ, રેપ્સ, પિઝા, કેસાડિયાઝ અને ક્રોસાં સેન્ડવીચની વિશાળ રેન્જનો સમાવેશ થાય છે. મેનૂમાં સ્મૂધી બાઉલ્સ, સોફ્ટ જીલેટોસ અને વ્યાપક વફલ સિલેક્શન પણ સામેલ છે જે અમદાવાદના સ્વાદ માટે કંઈક પરિચિત અને અનુકૂળ વ્યંજનો ઓફર કરતી વખતે રોજિંદી કોફીની પળોને વધારવા માટે બનાવવામાં આવ્યું છે.

અમદાવાદના નવા કેફે હૂંફાળી અને મોર્ડન સ્પેસીસ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યા છે જે લોકોને એકસાથે લાવે છે. દરેક આઉટલેટમાં 50થી વધુ સીટિંગની વ્યવસ્થા, ખાસ્સી  જગ્યા ધરાવતો લેઆઉટ અને કામ, વાતચીતો અને આરામદાયક મુલાકાતો માટે આદર્શ વાતાવરણ છે.

રજતે વધુમાં જણાવ્યું હતું કે “જેમ જેમ અમે રાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરી રહ્યા છીએ, તેમ તેમ અમારું ધ્યાન સ્પષ્ટ રહે છે - ઉત્તમ કોફીને પ્રોત્સાહન આપવું અને તેને દરેક ગ્રાહક માટે સુલભ બનાવવી, પછી ભલે તેઓ અમારા કેફેની મુલાકાત લેતા હોય કે ઘરે બનાવતા હોય. અમારા માટે, વૃદ્ધિ ફક્ત નવા શહેરોમાં પ્રવેશવા વિશે નથી. તે ગહન જોડાણો બનાવવા, પસંદગીઓને સમજવા અને એવી જગ્યાઓ બનાવવા વિશે છે જ્યાં લોકો હળવાશ અનુભવી શકે, ભેગા થઈ શકે અને ખરેખર શ્રેષ્ઠ કોફી અનુભવનો આનંદ માણી શકે. કોફી-ફોરવર્ડ બ્રાન્ડ બનવાની અમારી પ્રતિબદ્ધતા દરેક વિસ્તરણને માર્ગદર્શન આપે છે અને અમે આ અનુભવને અમદાવાદમાં લાવતા ઉત્સાહિત છીએ.”

અમદાવાદનું ડાયનેમિક કેફે કલ્ચર, જે ઊંડે સુધી રહેલી આતિથ્યભાવના, સમૃદ્ધ સામાજિક સમુદાય અને વધુ સારા અનુભવો શોધતા યુવા વર્ગ દ્વારા ઊભું થયું છે, જે તેને ભારતના વિકસતા કોફી ક્ષેત્રે એક મહત્વપૂર્ણ બજાર બનાવે છે. ઘરની બહાર જઈને ખર્ચ કરવામાં થઈ રહેલો વધારો અને પ્રીમિયમ, અનુભવ-આધારિત હેંગઆઉટ સ્પેસીસ માટે વધતી પસંદગી, સ્પેશિયલ્ટી કોફી બ્રાન્ડ્સ માટે તકને વધુ મજબૂત બનાવે છે. આ લોન્ચ સાથે, Third Wave Coffee ગુજરાતમાં એક મહત્વપૂર્ણ નવો અધ્યાય શરૂ કરે છે અને સમગ્ર ભારતમાં કોફી પ્રેમીઓ માટે ઉચ્ચ-ગુણવત્તાવાળા, સમુદાય-આધારિત કેફે અનુભવો લાવવાના તેના મિશનને આગળ ધપાવે છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ટર્ટલમિંટ ફિનટેક સોલ્યુશન્સ IPO: SEBIમાં UDRHP-1 ફાઇલ – ₹660.7 કરોડ ફ્રેશ ઇશ્યૂ
mumbai
January 31, 2026

ટર્ટલમિંટ ફિનટેક સોલ્યુશન્સ IPO: SEBIમાં UDRHP-1 ફાઇલ – ₹660.7 કરોડ ફ્રેશ ઇશ્યૂ

ટર્ટલમિંટ ફિનટેક સોલ્યુશન્સે SEBIમાં UDRHP-1 ફાઇલ કરી – IPOમાં ₹660.7 કરોડ ફ્રેશ ઇશ્યૂ + 2.86 કરોડ શેર OFS (કુલ ~₹2,000 કરોડ). ભારતમાં સૌથી મોટું PoSP નેટવર્ક (484,832 PoSP, 6 લાખ+ ડિજિટલ પાર્ટનર્સ), 19.68 મિલિયન પોલિસી વિતરણ. હેલ્થ, લાઇફ, મોટર ઇન્સ્યોરન્સ + મ્યુચ્યુઅલ ફંડ્સ, લોન. BRLM: ICICI Securities, Jefferies India, JM Financial, Motilal Oswal. BSE/NSE લિસ્ટિંગ પ્લાન. વિગતો અને અપડેટ્સ અહીં વાંચો.

એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સનું રેકોર્ડ પર્ફોર્મન્સ: 9M FY26માં ઈન્ડસ્ટ્રી કરતાં 1.7 ગણી ઝડપી વૃદ્ધિ અને મજબૂત નફો
mumbai
January 31, 2026

એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સનું રેકોર્ડ પર્ફોર્મન્સ: 9M FY26માં ઈન્ડસ્ટ્રી કરતાં 1.7 ગણી ઝડપી વૃદ્ધિ અને મજબૂત નફો

એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સે 9M FY26માં ₹10,769 કરોડ ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ સાથે 14.5% વૃદ્ધિ નોંધાવી – ઈન્ડસ્ટ્રીના 8.7% કરતાં 1.7 ગણી ઝડપી. એક્સ-ક્રોપ ગ્રોથ 25.5%, હેલ્થ 29%, પર્સનલ એક્સિડન્ટ 49%. PAT ₹522 કરોડ, લોસ રેશિયો 78.5% (ગત વર્ષ 84.3%), સોલ્વન્સી 2.12x. માર્કેટ શેર 6.64% વધ્યો. MD નવીનચંદ્ર જ્હા અને CFO જિતેન્દ્ર અત્રાની ટિપ્પણી સાથે વિગતો અહીં વાંચો.

ગ્રોવર જ્વેલ્સ IPO 2026: ₹83-88 પ્રાઇસ બેન્ડ સાથે ₹33.83 કરોડ ઉભા કરશે – અમદાવાદ-ગુજરાત ઇન્વેસ્ટર્સ માટે તક
ahmedabad
January 31, 2026

ગ્રોવર જ્વેલ્સ IPO 2026: ₹83-88 પ્રાઇસ બેન્ડ સાથે ₹33.83 કરોડ ઉભા કરશે – અમદાવાદ-ગુજરાત ઇન્વેસ્ટર્સ માટે તક

ગ્રોવર જ્વેલ્સ લિમિટેડ NSE ઇમર્જ પર SME IPO લાવી રહ્યું છે: ₹83-88 પ્રાઇસ બેન્ડ, ₹33.83 કરોડ ઇશ્યૂ સાઇઝ. 4થી 6 ફેબ્રુઆરી 2026 સુધી સબસ્ક્રિપ્શન ખુલશે. FY25માં ₹461 કરોડ ટર્નઓવર અને ₹7.62 કરોડ PAT સાથે મજબૂત ગ્રોથ. વર્કિંગ કેપિટલ અને એક્સપાન્શન માટે ફંડ્સ. વિગતો અને અરજી તેમજ વધું માહિતી માટે અહીં વાંચો. 

Braking News

ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે શાનદાર મેચ
ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે શાનદાર મેચ
August 28, 2024

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમના કેટલાક સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

દુનિયામાં 3 ઑગષ્ટના રોજ બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિષે જાણો
દુનિયામાં 3 ઑગષ્ટના રોજ બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિષે જાણો
August 03, 2023
એવા તો કયા કારણો છે જેમાં, છોકરીઓને પીરિયડ્સ વહેલા કેમ આવે છે અને છોકરાઓને મુછો વહેલા કેમ આવે છે?
એવા તો કયા કારણો છે જેમાં, છોકરીઓને પીરિયડ્સ વહેલા કેમ આવે છે અને છોકરાઓને મુછો વહેલા કેમ આવે છે?
August 25, 2023
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
February 21, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express