આ બજેટ ખેડૂતો માટે નિષ્ફળ – AAP નેતા પ્રવીણ રામના મોટા આરોપો
ગુજરાત બજેટને AAP નેતા પ્રવીણ રામે ખેડૂતવિરોધી ગણાવ્યું, “પાક વીમા છતાં ફાયદો નહીં, કુદરતી આફતોમાં રાહત નહીં, ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવાયું”. સીધી સહાય અને પાક સુરક્ષા માટે કોઈ મોટી યોજના નહીં – સરકાર પર આક્ષેપ. વિગતો જુઓ.
અમદાવાદ : આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલ બજેટને ખેડૂતવિરોધી બજેટ ગણાવ્યું હતું. તેમણે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતો વર્ષોથી કુદરતી આફતોના કારણે પીડાઈ રહ્યા છે. વારંવાર કુદરતી આફતોના કારણે તેમનો પાક નિષ્ફળ જાય છે. આવી પરિસ્થિતિમાં રાજ્યના ખેડૂતોને સરકાર પાસેથી અપેક્ષા હતી કે આ બજેટમાં પાકના રક્ષણ અને સહાય માટે કોઈ મોટી યોજના જાહેર કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે પાક વીમા યોજના ઘણા વર્ષોથી ચાલી રહી છે, છતાં ખેડૂતોને પૂરતો લાભ મળતો નથી. તેથી સરકાર નવી અને અસરકારક યોજના લાવશે તેવી આશા હતી. પરંતુ હાલના બજેટમાં ખેડૂતોના પાકના રક્ષણ કે સીધી સહાય માટે કોઈ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી નથી. પ્રવીણ રામના મતે, ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવાયું છે અને આ બજેટ ખેડૂતો માટે લાભદાયક સાબિત થશે એવું લાગતું નથી. તેમણે આક્ષેપ કર્યો કે રાજ્ય સરકાર ખેડૂતવિરોધી માનસિકતા ધરાવે છે અને આ બજેટ તેના પુરાવા સમાન છે.
આમ આદમી પાર્ટી ગુજરાત
AAP ધારાસભ્ય હેમંત ખવા ટ્રેક્ટર લઈને વિધાનસભા પહોંચ્યા, ખેડૂતોને અન્યાય સામે વિરોધ – “શહેરોને ₹33,000 કરોડ, ગામડાઓને ₹14,000 – ગામડા 52% વસ્તી છતાં અન્યાય”. પોલીસે ગેટ પર અટકાવ્યા, “હું ખેડૂત પુત્ર છું, આ ટ્રેક્ટર છે ટેન્ક નથી” – સૌરાષ્ટ્રને ₹473 કરોડ, અમદાવાદને ₹600 કરોડની ફાળવણી પર આક્ષેપ. વિગતો જુઓ.
ગુજરાત બજેટને AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી વિરોધી ગણાવ્યું. “આદિજાતિ ફંડમાંથી 1000+ કરોડ વપરાયા નહીં, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં ફેરફારથી હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં”. કુપોષણ-આરોગ્ય-રોજગાર અવગણાયા, PM કાર્યક્રમમાં કરોડો ખર્ચાયા – આદિવાસીઓને જાગૃત થવા આહ્વાન. વિગતો જુઓ.
ગુજરાત બજેટને AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વખોડ્યું. “ખેડૂતો માટે MSP-મફત વીજળી નહીં, યુવાનો માટે ભરતી કેલેન્ડર નહીં, મહિલાઓ-આદિવાસીઓ માટે કંઈ નહીં – કોપી-પેસ્ટ બજેટ”. MSME અપર્યાપ્ત, ગામડા પલાયન ન અટક્યું – જનતા ચૂંટણીમાં જવાબ આપશે. વિગતો જુઓ.