Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • આ બજેટ જનસામાન્ય માટે નિષ્ફળ – AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના મોટા આરોપો

આ બજેટ જનસામાન્ય માટે નિષ્ફળ – AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના મોટા આરોપો

ગુજરાત બજેટને AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વખોડ્યું. “ખેડૂતો માટે MSP-મફત વીજળી નહીં, યુવાનો માટે ભરતી કેલેન્ડર નહીં, મહિલાઓ-આદિવાસીઓ માટે કંઈ નહીં – કોપી-પેસ્ટ બજેટ”. MSME અપર્યાપ્ત, ગામડા પલાયન ન અટક્યું – જનતા ચૂંટણીમાં જવાબ આપશે. વિગતો જુઓ.

Ahmedabad February 18, 2026
આ બજેટ જનસામાન્ય માટે નિષ્ફળ – AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના મોટા આરોપો

આ બજેટ જનસામાન્ય માટે નિષ્ફળ – AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના મોટા આરોપો

અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી અને સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદને સંબોધતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આજે સરકાર દ્વારા રજૂ કરાયેલું બજેટ ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને ગરીબ વર્ગની વાસ્તવિક જરૂરિયાતોને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયું છે. ખેડૂતોને ખેતી ખર્ચ, સિંચાઈ માટે પૂરતું પાણી, યોગ્ય અને પૂરતી એમએસપી, દિવસ દરમિયાન મફત અથવા સસ્તી વીજળી અને ખાનગી બીજ-ખાતરની કંપનીઓથી રાહત જેવી મૂળભૂત જરૂરિયાતો છે. પરંતુ સરકારે ખેડૂતો માટે કોઈ સ્પષ્ટ અને અસરકારક પ્રાવધાન કર્યું નથી. સુજલામ સુફલામ યોજના હેઠળ ફક્ત ₹1,540 જેવી રકમ આપવામાં આવે છે, જે ખેડૂતો માટે અપર્યાપ્ત છે. કાયદા બનાવવામાં આવે છે, પરંતુ ખેડૂતોને વાસ્તવિક લાભ મળતો નથી. એક લાખથી વધુ નાગરિકો સરકારી રાશન પર નિર્ભર છે. રાશન વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર રોકવા માટે કોઈ મજબૂત પગલાં લેવાયા નથી. પંજાબ અને દિલ્હીમાં ઘર સુધી રાશનની ડિલિવરીની વ્યવસ્થા છે, પરંતુ ગુજરાતમાં આવી કોઈ વ્યવસ્થા નથી. યુવાનો અંગે તેમણે જણાવ્યું કે રાજ્યમાં અંદાજે 50 લાખ બેરોજગાર યુવાનો છે. સરકારી ભરતી માટે પારદર્શક કેલેન્ડર જાહેર કરવામાં આવતું નથી અને ઘણી ભરતી આઉટસોર્સિંગ દ્વારા કરવામાં આવે છે. પરીક્ષાઓ મર્યાદિત જગ્યાઓ માટે લેવાય છે, જેના કારણે યુવાનો નિરાશા અનુભવે છે. રોજગારના અભાવે યુવાનો ખોટી દિશામાં વળી રહ્યા હોવાની ચિંતા ઇસુદાન ગઢવી દ્વારા વ્યક્ત કરવામાં આવી.

AAP નેતા ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ બિહાર મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ જેવા  રાજ્યોમાં મહિલાઓના ખાતામાં સીધી આર્થિક સહાય આપે છે, પરંતુ ગુજરાતની બેન-દીકરીઓ વર્ષોથી ભાજપને વોટ આપે છે પરંતુ ભાજપે  એમને એક પૈસો પણ આપવાની યોજના જાહેર કરી નહીં. રાજસ્થાનમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં નથી આપવામાં આવતો. આશાવર્કર અને આંગણવાડી બહેનોને યોગ્ય વેતન અને સુવિધાઓ મળતી નથી. મહિલાઓને મફત આરોગ્ય સેવા, શિક્ષણ અને અન્ય કલ્યાણકારી સુવિધાઓ અંગે કોઈ નવી જાહેરાત કરવામાં આવી નથી. સારી શાળાઓ, સારી હોસ્પિટલો અને મફત વીજળી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં સરકાર નિષ્ફળ રહી છે. MSME માટે 1700 કરોડની જાહેરાત કરવામાં આવી, જ્યારે ગુજરાતમાં 30 લાખથી વધુ MSME છે.  નાના ઉદ્યોગો પાસેથી તો  અધિકારીઓ વધારે હપ્તો લઈ લેતા હશે. MSME બંધ થાય એવા કામો સરકારે કર્યા છે. મધ્યમ વર્ગ ભાજપનો સૌથી મોટો મતદાર છે,  પણ ભાજપે મધ્યમ વર્ગને શું આપ્યું? ? પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર મફત વીજળી આપે છે જેથી લોકોને મોંઘવારીમાં  રાહત મળે છે.  પણ ગુજરાતમાં સરકારે આવું કશું કર્યું નથી કે જેનાથી મધ્યમ વર્ગને થોડી રાહત મળી.

પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઘણા ખેડૂતોએ આત્મહત્યા કરી. એમએસપીની સંપૂર્ણ ખરીદી માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. પંજાબમાં ખેડૂતનો બધો પાક MSPથી ખરીદવામાં આવે છે અને MSPના ભાવથી નીચે પ્રાઇવેટ ખરીદારો પણ પાક ખરીદી શકતા નથી. ઈસુદાન ગઢવીએ આ બજેટને “કોપી-પેસ્ટ” બજેટ ગણાવી કહ્યું કે તેમાં થોડાક આંકડાકીય ફેરફારો સિવાય કોઈ નવી દિશા કે દ્રષ્ટિ દેખાતી નથી. આ બજેટથી ખેડૂતો, યુવાનો, મહિલાઓ, મજૂરો અને ગરીબ વર્ગમાં કોઈ નવી આશા જન્મી નથી. તેમણે દાવો કર્યો કે ગુજરાતની જનતા હવે જાગૃત થઈ ગઈ છે અને યોગ્ય વ્યવસ્થા ન થાય તો આવનારી ચૂંટણીઓમાં સરકારને તેનો જવાબ આપશે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

AAP સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે તૈયાર! 10 સભ્યોની ગુજરાત રાજ્ય ચૂંટણી સમિતિ જાહેર
ahmedabad
February 18, 2026

AAP સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે તૈયાર! 10 સભ્યોની ગુજરાત રાજ્ય ચૂંટણી સમિતિ જાહેર

AAPએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે 10 સભ્યોની રાજ્ય ચૂંટણી સમિતિ જાહેર કરી! અધ્યક્ષ ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા, ચૈતર વસાવા, હેમંત ખવા સહિત મજબૂત ટીમ. એકલા હાથે તમામ સીટો પર લડશે, એક મહિનામાં ઉમેદવારો ફાઈનલ – 7 ઝોનલ સમિતિઓ રચાશે. વિગતો જુઓ.

ગુજરાત બજેટમાં AAPની મોટી માંગ, 300 યુનિટ મફત વીજળી, દરેક ખેતર સુધી પાણી
ahmedabad
February 18, 2026

ગુજરાત બજેટમાં AAPની મોટી માંગ, 300 યુનિટ મફત વીજળી, દરેક ખેતર સુધી પાણી

ગુજરાત બજેટમાં AAPની મોટી માંગો! ગોપાલ ઈટાલીયા: 300 યુનિટ મફત વીજળી, દરેક ખેતર સુધી પાણી, સરકારી શાળા-દવાખાના મજબૂત, AI યુનિવર્સિટી સ્થાપના, આદિવાસીઓને જમીન ફાળવણી અને ગામડા-શહેર પલાયન અટકાવવા વ્યાપક યોજના. જનહિત આધારિત બજેટની અપેક્ષા – વિગતો જુઓ.

ગુજરાત વિધાનસભામાં AAP ધારાસભ્યોનો ઉગ્ર વિરોધ, ગોપાલ ઈટાલીયા, ચૈતર વસાવા સહિતે “લાઈવ પ્રસારણ”ની માંગ કરી
gandhinagar
February 17, 2026

ગુજરાત વિધાનસભામાં AAP ધારાસભ્યોનો ઉગ્ર વિરોધ, ગોપાલ ઈટાલીયા, ચૈતર વસાવા સહિતે “લાઈવ પ્રસારણ”ની માંગ કરી

ગુજરાત વિધાનસભા સત્રમાં AAP ધારાસભ્યોએ “વિધાનસભા લાઈવ કરો”ના નારા લગાવ્યા. ગોપાલ ઈટાલીયા, ચૈતર વસાવા, હેમંત ખવા, સુધીર વાઘાણીએ સુપ્રીમ કોર્ટ-હાઈકોર્ટનું ઉદાહરણ આપીને લાઈવ પ્રસારણની માંગ કરી. “લોકશાહીની હત્યા બંધ કરો” – વિગતો જુઓ.

Braking News

છત્તીસગઢમાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, 5 નક્સલી માર્યા ગયા; બે જવાનો પણ ઘાયલ થયા છે
છત્તીસગઢમાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, 5 નક્સલી માર્યા ગયા; બે જવાનો પણ ઘાયલ થયા છે
November 16, 2024

છત્તીસગઢના અબુઝહમદ વિસ્તારમાં નક્સલ વિરોધી અભિયાન તેજ થયા બાદ શનિવારે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં પાંચ નક્સલવાદીઓ માર્યા ગયા છે, જ્યારે બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

મણિપુર: મણિપુરમાં શું થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે? હિંસાની આગ કોણે ભડકાવી?
મણિપુર: મણિપુરમાં શું થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે? હિંસાની આગ કોણે ભડકાવી?
July 21, 2023
પાકિસ્તાનનો મોંઘવારી દર 38.4% ને વટાવી ગયો, આર્થિક મંદી વચ્ચે રેકોર્ડ તોડ્યો
પાકિસ્તાનનો મોંઘવારી દર 38.4% ને વટાવી ગયો, આર્થિક મંદી વચ્ચે રેકોર્ડ તોડ્યો
February 20, 2023
સાવધાન! શરીરમાં આ લક્ષણો દેખાવા લાગ્યા છે, શું આ ડાયાબિટીસ જેવા સાયલન્ટ કિલર રોગની નિશાની નથી?
સાવધાન! શરીરમાં આ લક્ષણો દેખાવા લાગ્યા છે, શું આ ડાયાબિટીસ જેવા સાયલન્ટ કિલર રોગની નિશાની નથી?
November 13, 2024
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express