Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • વૃક્ષ, ઔષધિ અને રંગબેરંગી ફૂલ, હરિયાળી બની આ સરકારી સ્કૂલ

વૃક્ષ, ઔષધિ અને રંગબેરંગી ફૂલ, હરિયાળી બની આ સરકારી સ્કૂલ

ગીર સોમનાથમાં મૂળ દ્વારકાની સરકારી ગ્રીન સ્કૂલમાં ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓને મળે છે હરિત શિક્ષણ, જાસૂદ-કરેણ જેવા ફૂલ, અરડૂસી, એલોવેરા જેવી વિવિધ ઔષધિ અને અશોકવૃક્ષ, બૉટલપામ જેવા વૃક્ષોથી હરીભરી બની સરકારી શાળા

Vadodara June 03, 2023
વૃક્ષ, ઔષધિ અને રંગબેરંગી ફૂલ, હરિયાળી બની આ સરકારી સ્કૂલ

વૃક્ષ, ઔષધિ અને રંગબેરંગી ફૂલ, હરિયાળી બની આ સરકારી સ્કૂલ

ગીર સોમનાથ જિલ્લાની એક એવી શાળા જ્યાંના પ્રાંગણમાં પ્રવેશતાની સાથે જ મધમધતા મોગરા અને કરેણની સુગંધ તમારા મન-મગજને પ્રફુલ્લિત કરી દે છે. જ્યાં જ્યાં પણ તમારી આંખ ફરે ત્યાં નજર સમક્ષ ખીલેલા લાલ-પીળા-ગુલાબી ફૂલ તરવરે. શાળાના સમગ્ર મેદાનમાં રહેલું લીલુછમ ઘાસ આંખને શાતા પહોંચાડે છે. કોડીનાર તાલુકાના મૂળ દ્વારકાની સરકારી ગ્રીન સ્કૂલમાં આ તમામ લાક્ષણિકતાઓ મળી આવે છે. આ શાળામાં શ્રમભક્તિ દ્વારા શિક્ષણ સાથે જ વિદ્યાર્થીઓને પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતાના પાઠ શીખવાડાય છે.

આ રીતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતને વધુ હરિયાળુ બનાવવાના લક્ષ્યમાં મૂળ દ્વારકાની આ સરકારી શાળા પણ પોતાનો ફાળો આપી રહી છે. ‘પર્યાવરણનું જતન, પ્રકૃતિનું જતન’ના મંત્રને સાથે લઈ વિવિધલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં જ્ઞાન સહિતની કેળવણી આપનાર મૂળ દ્વારકાની સરકારી સ્કૂલના આચાર્યશ્રી નકુમ અજીતભાઈ માલાભાઈના જણાવ્યાનુસાર બીજબેંક સહિતની પર્યાવરણલક્ષી પ્રવૃત્તીઓ વડે સ્કૂલના વિદ્યાર્થીઓમાં ફૂલછોડ-વૃક્ષના ઉછેર સહિત પર્યાવરણની જાળવણીના બીજ રોપાય છે.

શાળામાં દર શનિવારે એક કલાક ‘શ્રમભક્તિ’ તાસમાં વિદ્યાર્થીઓ ફૂલ-છોડ ઉછેર સહિતની પર્યાવરણલક્ષી કામગીરી કરે છે. વળી કોઈ પાઠમાં કેસૂડા-અરડૂસી વગેરેનો ઉલ્લેખ આવતો હોય તો વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ કેસૂડો-અરડૂસી વગેરે બતાવવામાં આવે છે. એવી જ રીતે જો પાઠમાં ઉલ્લેખ હોય કે, ‘સીતામાતા અશોકવૃક્ષની નીચે બેઠા છે’ તો શાળાના પ્રાંગણમાં જ આવેલ અશોકવૃક્ષ બતાવવામાં આવે છે. આ રીતે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે જ ફૂલછોડ વિશે પ્રેક્ટિકલ સમજ પણ મળી રહે છે.

આ શાળાનું મેદાન જાસૂદ, ચંપો, ગુલાબ, મોગરો, શંખપુષ્પી, કરેણ જેવા ફૂલો તેમજ વેરી ગ્રીન અરેલિયા, ફોરકોપા, રેડ એકાફેરા, જેટ્રોફા જેવા વિદેશી ફૂલો અને અરડૂસી, એલોવેરા, સરગવો, નાગરવેલ જેવી ઔષધિ સહિત ઉંબરો, પીપળો, નારિયેળી, બીલી, બૉટલપામ, લિંબૂડી જેવા ઘેઘૂર વૃક્ષોથી હર્યુભર્યુ બન્યું છે. વળી તમામ ફૂલછોડને ડ્રીપ ઈરિગેશન પદ્ધતિથી પાણી પહોંચાડવામાં આવે છે તેમજ ગાયનું છાણ, ગૌમૂત્ર, ચણાનો લોટ વગેરેમાંથી બનતું જીવામૃત કુદરતી ખાતર આપવામાં આવે છે. જેથી કોઈ નુકસાન ન પહોંચે. આ સ્કૂલની દિવાલોમાં પણ ‘વૃક્ષોને આપણે બચાવીશું તો વૃક્ષો આપણને બચાવશે’ જેવા પર્યાવરણલક્ષી વિવિધ સૂત્રો લખવામાં આવ્યા છે. જેથી દરેક વિદ્યાર્થીઓમાં નાનપણથી જ પર્યાવરણ વિશે સમજ કેળવાય. આ રીતે ઉપરોક્ત કાર્ય થકી શાળામાં વિદ્યાર્થીઓને પર્યાવરણ વિશે સમજ આપવામાં આવે છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

'ઈઝ ઓફ લિવીંગ’ના વિઝનને ચરિતાર્થ કરતો રાજકોટનો શહેરી વિકાસ
rajkot
February 21, 2026

'ઈઝ ઓફ લિવીંગ’ના વિઝનને ચરિતાર્થ કરતો રાજકોટનો શહેરી વિકાસ

રાજકોટમાં ‘ઈઝ ઓફ લિવિંગ’નું નવું યુગ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કન્વેન્શન સેન્ટર, લાયન સફારી પાર્ક, 50 MLD ફિલ્ટર પ્લાન્ટ અને 1010 EWS આવાસોનું નિર્માણ ઝડપથી આગળ વધી રહ્યું. ₹119 કરોડના આવાસોમાં રૂફટોપ સોલાર, ઓટો લિફ્ટ, ફાયર સિસ્ટમ સહિત સુવિધાઓ – વિગતો જુઓ.

ગુજરાતમાં મોટો માર્ગ અકસ્માત, વલસાડના કુંભ ઘાટમાં કાર-ટ્રક ટક્કરમાં 7 મોત
valsad
February 20, 2026

ગુજરાતમાં મોટો માર્ગ અકસ્માત, વલસાડના કુંભ ઘાટમાં કાર-ટ્રક ટક્કરમાં 7 મોત

વલસાડ જિલ્લાના કપરાડા કુંભ ઘાટમાં કાર-ટ્રક ભયાનક ટક્કરમાં 7 લોકોનાં મોત! 5 ઘટનાસ્થળે, 2 હોસ્પિટલમાં મૃત્યુ – 1 મહિલા, 1 યુવતી સહિત 7 મૃતકો. પ્રાથમિક તપાસમાં ઝડપ અને બેદરકારી આરોપ – પોલીસ-રાહત ટીમો ઘટનાસ્થળે, તપાસ ચાલુ. વિગતો જુઓ.

માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ ગાંધીનગરમાં ભવ્ય મહોત્સવ. મુખ્યમંત્રીએ 51 પુસ્તકોનું પ્રકાશન કર્યું
gandhinagar
February 20, 2026

માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ ગાંધીનગરમાં ભવ્ય મહોત્સવ. મુખ્યમંત્રીએ 51 પુસ્તકોનું પ્રકાશન કર્યું

માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ ગાંધીનગરમાં માતૃભાષા મહોત્સવ! મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું – “માતૃભાષાના ગૌરવ સાથે અન્ય ભાષાઓ પ્રત્યે આદર જ આપણી સંસ્કૃતિ છે”. સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રવીણ દરજી-માવજી મહેશ્વરીને, યુવા ગૌરવ અજય સોની-દિપક નંદાને. 51 પુસ્તકોનું પ્રકાશન – વિકસિત ગુજરાત માટે માતૃભાષાનું જતન જરૂરી. વિગતો જુઓ.

Braking News

ભુવનેશ્વરમાં પીએમ નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો, લોકોએ જોરદાર ઉત્સાહ દર્શાવ્યો
ભુવનેશ્વરમાં પીએમ નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો, લોકોએ જોરદાર ઉત્સાહ દર્શાવ્યો
June 20, 2025

બિહાર પ્રવાસ બાદ પીએમ નરેન્દ્ર મોદી હવે ભુવનેશ્વર પહોંચ્યા છે. આ દરમિયાન પીએમ મોદીના ભુવનેશ્વર આગમન પર એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

"કેવી રીતે એક પરિવારના ટોઇલેટ પેપર હેઇસ્ટ ક્વોરેન્ટાઇન લિજેન્ડ બન્યા"
April 01, 2023
ક્રાંતિથી આક્રોશ સુધી: વિશ્વને હચમચાવી દેતા વિવાદાસ્પદ ખુલાસાઓનું અનાવરણ
ક્રાંતિથી આક્રોશ સુધી: વિશ્વને હચમચાવી દેતા વિવાદાસ્પદ ખુલાસાઓનું અનાવરણ
May 17, 2023
કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
July 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express