મતદાન જાગૃતિ ડેમોન્સ્ટ્રેશન વાન તથા મામલતદાર કચેરી દ્વારા ગામે ગામ જઈને નાગરિકોને ચૂંટણી પ્રક્રિયા અંગે અપાઈ રહેલી સમજ
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને હાલમાં નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શ હેઠળ EVM નિદર્શન જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય, નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તેવા ઉમદા આશય સાથે આ EVM નિદર્શન વાન નર્મદા જિલ્લાના ગામોમાં ફરી રહી છે.
રાજપીપલા: આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને હાલમાં નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શ હેઠળ EVM નિદર્શન જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે.
લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય, નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તેવા ઉમદા આશય સાથે આ EVM નિદર્શન વાન નર્મદા જિલ્લાના ગામોમાં ફરી રહી છે.
જિલ્લા સેવાસદન સહિત મામલતદારશ્રીની કચેરી ખાતે તથા ગ્રામીણ વિસ્તારોમાં જઈને ટીમો દ્વારા મતદાન અંગેનો જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે.
ઈવીએમ ડેમોન્સ્ટ્રેશનની કામગીરી થકી નાગરિકોને મતદાનની પ્રક્રિયા અંગેની વિસ્તૃતમાં જાણકારી ઈન્સ્ટ્રક્ટરશ્રીઓ દ્વારા આપવામાં આવી રહી છે. નાગરિકો દ્વારા આ અભિયાનને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."