Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને તથા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન

ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને તથા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન

જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં 13 થી 23 મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે.

Ahmedabad May 13, 2025
ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને તથા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન

ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને તથા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય સેનાનાં આ પરાક્રમને બિરદાવવા અમદાવાદ મહાનગરપાલિકા અને વિવિધ સંગઠનો દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાને વાડજ વિસ્તારમાં આવેલા વ્યાસવાડી- ભગવાન પરશુરામ પ્રતિમા પાસેથી ફ્લૅગ ઑફ કરાવી હતી.

મુખ્યમંત્રીશ્રી ભારતીય તિરંગા સાથે આ તિરંગા પદયાત્રામાં સહભાગી થયા હતા. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, 'ઓપરેશન સિંદૂર' કરોડો ભારતવાસીઓની ભાવનાનું પ્રતિબિંબ છે. ‘ઓપરેશન
સિંદૂર’ દ્વારા ભારતીય સેનાએ આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે. આ આતંકવાદ સામે ભારતની લડાઈની એક જ્વલંત સફળતા છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, પાકિસ્તાન પ્રેરિત આતંકીઓ અને તેમના આકાઓને તેમની જ જમીન પર ધૂળ ચાટતા કરીને ભારતે પહલગામ આંતકવાદી હુમલાનો બદલો લીધો છે. એટલું જ નહિ, આખું વિશ્વ ભારતના સૈન્ય અને એરફોર્સની ક્ષમતા અને બહાદુરીથી અચંબિત થયું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આ ઘટનાઓથી રાષ્ટ્રહિત સર્વોપરિનો ભાવ જાગી ઉઠ્યો છે. એટલું જ નહિ, આપણા સૈન્યએ તિરંગાનું ગૌરવ અને સન્માન વધાર્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે, તિરંગો દેશના લોકોને એક સાથે જોડે છે. આ તિરંગા યાત્રા પણ આપણને એકતાના સૂત્રમાં બાંધી રાખીને રાષ્ટ્રહિત પ્રથમના ભાવને જાળવી રાખતો ખૂબ મહત્વનો અવસર છે તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, આ તિરંગા યાત્રા એ દેશની એકતા, અખંડિતતા જાળવવાની સાથે આપણી સેનાનું મનોબળ વધારતી યાત્રા છે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે દુનિયાને બતાવી દીધું છે કે ઝીરો ટોલરન્સ અગેઈન્સ્ટ ટેરરિઝમની નીતિને તે કોઈપણ ભોગે વળગી રહેવા પ્રતિબદ્ધ છે.

આપણો તિરંગો સતત ઊંચેને ઊંચે લહેરાતો રહે તે માટે સેનાના જવાનો માતૃભૂમિ માટે ખડેપગે તૈનાત છે, ત્યારે આ તિરંગા યાત્રામાં જોડાઈને તેમનું મનોબળ વધારવાના આ સફળ આયામને તેમણે બિરદાવ્યો હતો.

યાત્રાની શરૂઆત ભગવાન પરશુરામ પ્રતિમાથી વ્યાસ વાડીથી થઈ હતી અને નેશનલ હેન્ડલુમ હાઉસથી રાણીપ મેટ્રો સ્ટેશનથી આર.ટી.ઓ. સર્કલથી જમણી બાજુ થઈ સુભાષચંદ્ર બોઝ સર્કલ ખાતે સમાપન થયું હતું.

આ તિરંગા યાત્રામાં રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદશ્રી, સ્થાનિક ધારાસભ્યો, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તથા વિવિધ સંસ્થાઓના પ્રમુખો, સંતો-મહંતો, અમદાવાદના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ધોખાધડીનો આઘાત: પંચમહાલમાં નકલી દાગીના માટે પરિણીતાએ કર્યો આપઘાત
ahmedabad
May 13, 2025

ધોખાધડીનો આઘાત: પંચમહાલમાં નકલી દાગીના માટે પરિણીતાએ કર્યો આપઘાત

પંચમહાલના સાડી સમડી ગામે નકલી દાગીનાની ધોખાધડીથી 22 વર્ષીય પરિણીતાએ કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો. આ ઘટના, ધોખાધડી અને માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ પર શું દર્શાવે છે? વાંચો વિગતો.

અમદાવાદ રિક્ષા ચાલકો પર પોલીસની કડક કાર્યવાહી, ₹1.56 કરોડ દંડ
ahmedabad
May 13, 2025

અમદાવાદ રિક્ષા ચાલકો પર પોલીસની કડક કાર્યવાહી, ₹1.56 કરોડ દંડ

"અમદાવાદમાં રિક્ષા ચાલકો માટે મીટર ફરજિયાત, પોલીસે 28,112 ચાલકો પાસેથી ₹1.56 કરોડનો દંડ વસૂલ્યો. જાણો નિયમ, કાર્યવાહી અને જનતાની પ્રતિક્રિયા."

છૂટાછેડા વિના બીજા લગ્ન કરનાર પતિ સામે ગુન્હો દાખલ: જાણો શું થઇ કાયદાકીય કાર્યવાહી
ahmedabad
May 11, 2025

છૂટાછેડા વિના બીજા લગ્ન કરનાર પતિ સામે ગુન્હો દાખલ: જાણો શું થઇ કાયદાકીય કાર્યવાહી

"છૂટાછેડા વિના બીજા લગ્ન કરનાર પતિ સામે ગુન્હો દાખલ. મહારાષ્ટ્રની નૂતનબેનની ફરિયાદ પર વડોદરા પોલીસે કાર્યવાહી શરૂ કરી. જાણો કાયદાકીય પ્રક્રિયા અને અધિકારો."

Braking News

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા
January 25, 2025

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 જાન્યુઆરીએ યોજાનાર કોલ્ડપ્લે કોન્સર્ટ માટે ગુજરાત પોલીસે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરી છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

કુદરતનું છેલ્લું સ્ટેન્ડ: એમેઝોન રેઈનફોરેસ્ટમાં લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવી
કુદરતનું છેલ્લું સ્ટેન્ડ: એમેઝોન રેઈનફોરેસ્ટમાં લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવી
May 17, 2023
Smart Phone Vivo X90 pro-Vivo X90: Vivoએ ભારતમાં પ્રભાવશાળી સ્પેક્સ સાથે X90 અને X90 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યો
Smart Phone Vivo X90 pro-Vivo X90: Vivoએ ભારતમાં પ્રભાવશાળી સ્પેક્સ સાથે X90 અને X90 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યો
April 27, 2023
મોદી-બિડેન નેક્સસનું અનાવરણ: ભારત-યુએસ સંબંધોનું ભવિષ્ય ડીકોડિંગ
મોદી-બિડેન નેક્સસનું અનાવરણ: ભારત-યુએસ સંબંધોનું ભવિષ્ય ડીકોડિંગ
June 24, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express