બાગાયત વિભાગની યોજનાઓનો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવી
ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ થી નવીન આઇ ખેડુત પોર્ટલ 2.0 પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઈ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે.
રાજપીપલા : બાગાયતદાર ખેડૂતોએ વર્ષ ૨૦૨૫-૨૬ માટે સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ જેમ કે ફળપાકો, પ્રાકૃતિક શાકભાજી, ઔષધીય અને સુગંધિત પાકોના વાવેતરમાં સહાય, ડ્રિપ ઇરીગેશન ના ટાંકા, ક્રોપ કવર, કાચા/અર્ધપાકા/પાકા મંડપ માટેની સહાય, વનબંધુ પ્લગ નર્સરી, સ્વરોજગારલક્ષી નર્સરી, પોલિ હાઉસ- ગ્રિન હાઉસ, કાંપણીના સાધનો, લણણીના સાધનો, પ્રોસેસિંગ યુનિટ, ડીસ્ટીલેશન યુનિટ, વોટર સોબ્યુલર ખાતર, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ, હવાઈ માર્ગે નુર, નારીયેળી વિકાસ યોજના, ઓઈલ પાલ્મ વિકાસ યોજના, કેનિંગ તાલીમ, બાગાયતી પાકોમાં પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ માટે સહાય વગેરે તેમજ વધુ યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડુતોએ તા. ૨૪/૦૪/૨૦૨૫ થી તા. ૩૧/૦૫/૨૦૨૫ સુધી આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ થી નવીન આઇ ખેડુત પોર્ટલ 2.0 પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઈ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાઘનીક કાગળો સાથે નર્મદા જિલ્લા બાગાયત નિયામકશ્રી, રૂ.નં.૨૧૪-૨૧૬, બીજો માળ, જિલ્લા સેવાસદન, નર્મદા-રાજપીપલા, ખાતે જમા કરાવવાની રહેશે.
વધુ માહિતી માટે તાલુકા બાકાત અધિકારી શ્રી તથા મદદનીશ બાગાયત અધિકારીશ્રી તથા મદદનીશ બાગાયત નિયામકશ્રી/નાયબ બાગાયત નિયામકશ્રી-નર્મદા ૦૨૬૪૦-૨૨૧૮૮૯ ઉપર સંપર્ક કરવા તેમજ આઇ-ખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in વેબ સાઈટ પરથી યોજનાકીય માહિતી મેળવવા અંગે નાયબ બાગાયત નિયામકશ્રી, નર્મદા-રાજપીપલા તરફથી મળેલ અખબારી યાદીમાં જણાવાયું છે.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."