ડાંગ જિલ્લામાં ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડ્યો.શામગહાન નજીક માર્ગમાં શીલા ધસી પડી
શામગહાન જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે શામગહાનથી સાપુતારાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર શામગહાન 3 રોડ નજીક એક માર્ગ બની ગયો હતો જેના કારણે વાહનચાલકો માટે ટ્રાફિક જામ થયો હતો.
સુશીલ પવાર, ડાંગ: પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં આહવા પંથકમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 20 મિમી જેટલો મધ્યમ વરસાદ નોંધાયો હતો.જ્યારે વઘઇ પંથક વરસાદ વિના કોરોકટ નોંધાયો હતો.તો સુબિર પંથકમાં 1 મિમી જેટલો ઝરમરીયો વરસાદ નોંધાયો હતો.જ્યારે સાપુતારા ખાતે 05 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો.ગિરિમથક સાપુતારાનાં તળેટીય વિસ્તારમાં આવેલ માલેગામ,શામગહાન,ગલકુંડ, ચીખલી સહિતનાં ગામડાઓમાં ગુરૂવારે મોડી સાંજે વીજળીનાં કડાકા ભડાકામાં થોડાક સમય માટે ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.
શામગહાન પંથકમાં પડેલ ધોધમાર વરસાદનાં પગલે શામગહાનથી સાપુતારાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં શામગહાન ત્રણ રસ્તા નજીક એક શીલા ધસી પડતા વાહનચાલકો માટે નડતરરૂપ બની હતી.આ લખાઈ છે ત્યા સુધીમાં સાપુતારાની તળેટીય વિસ્તારમાં ધોધમાર વરસાદની રમઝટ યથાવત રહેવા પામ્યુ હતુ. વરસાદી માહોલનાં પગલે ગિરિમથક સાપુતારા સહીત તળેટીય વિસ્તારમાં આવેલ ગામડાઓ ગાઢ ધૂમમ્સીયા વાતાવરણમાં ઘેરાય જતા સમગ્ર દ્રશ્યો મનમોહક બની જવા પામ્યા હતા..
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."