ટ્રાન્સયુનિયન સિબિલે ચેરમેન તરીકે વી અનંતરામનને નિયુક્ત કર્યાં
ભારતની અગ્રણી ઇનસાઇટ્સ અને ઇન્ફર્મેશન કંપની ટ્રાન્સયુનિયન સિબિલે આજે નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે વી. અનંતરામનની નિમણૂંક કર્યાંની જાહેરાત કરી છે. તેમણે એમ વી નાયર પાસેથી પદભાર સંભાળ્યો છે, જેમણે 11 વર્ષથી વધુ સમય સુધી ચેરમેનપદે રહ્યાં બાદ રાજીનામુ આપ્યું છે. તેમણે ટ્રાન્સયુનિયન સિબિલને એડવાન્સ ક્રેડિટ રિપોર્ટિંગ તથા ગ્રાહકો, વ્યવસાયો અને અર્થતંત્રના લાભાર્થે નાણાકીય સમાવેશીકરણમાં મદદરૂપ બનતા ઉત્કૃષ્ટ નેતૃત્વ પ્રદાન કર્યું છે.
ભારતની અગ્રણી ઇનસાઇટ્સ અને ઇન્ફર્મેશન કંપની ટ્રાન્સયુનિયન સિબિલે આજે નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે વી. અનંતરામનની નિમણૂંક કર્યાંની જાહેરાત કરી છે. તેમણે એમ વી નાયર પાસેથી પદભાર સંભાળ્યો છે, જેમણે 11 વર્ષથી વધુ સમય સુધી ચેરમેનપદે રહ્યાં બાદ રાજીનામુ આપ્યું છે. તેમણે ટ્રાન્સયુનિયન સિબિલને એડવાન્સ ક્રેડિટ રિપોર્ટિંગ તથા ગ્રાહકો, વ્યવસાયો અને અર્થતંત્રના લાભાર્થે નાણાકીય સમાવેશીકરણમાં મદદરૂપ બનતા ઉત્કૃષ્ટ નેતૃત્વ પ્રદાન કર્યું છે.
અનંતરામન ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ છે, જેઓ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ, ક્રેડિટ સ્યુઇસ, ડ્યૂશ બેંક અને બેંક ઓફ અમેરિકા સહિતની અગ્રણી આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં કોર્પોરેટ અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ટીમનું નેતૃત્વ કરવા સાથે ફાઇનાન્સિયલ સર્વિસિસ સેક્ટરમાં ત્રણ દાયકાથી વધુ અનુભવ ધરાવે છે. તેમણે મહત્વપૂર્ણ ગવર્નન્સની જવાબદારીઓ સાથે ભારત અને સિંગાપોરમાં વૈશ્વિક અને નેતૃત્વની ભૂમિકા પણ નિભાવી છે. તેઓ યુકેની ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશનના બ્રિટિશ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ (અગાઉ સીડીસી)ના વરિષ્ઠ સલાહકાર પણ હતાં. તેમણે ઇન્ડિયન
હોટેલ્સ કંપની લિમિટેડ, એક્સિસ એસેટ મેનેજમેન્ટ કંપની, આઇઆઇએફએલ હોમ ફાઇનાન્સ લિમિટેડ અને ઇકોમ એક્સપ્રેસ લિમિટેડના બોર્ડ્સ ઉપર પણ કાર્યરત છે. તેઓ લાઇટહાઉસ ફંડ્સના પણ સલાહકાર છે, જે એક કન્ઝ્યુમર અને હેલ્થકેર કેન્દ્રિત મીડ-માર્કેટ પ્રાઇવેટ ઇક્વિટી કંપની છે. અનંતરામને એક્સએલઆરઆઇમાંથી પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન બિઝનેસ મેનેજમેન્ટ કર્યું છે તથા જાદવપુર યુનિવર્સિટીમાંથી બેચરર્સ ઓફ એન્જિનિયરીંગની પદવી મેળવી છે.
પોતાની નિયુક્તિ વિશે વાત કરતાં અનંતરામને કહ્યું હતું કે, “ટ્રાન્સયુનિયન સિબિલે સમગ્ર ભારતમાં ગ્રાહકો માટે ધિરાણની તકો સુલભ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે તેમજ ધિરાણ સંસ્થાઓને વધુ માહિતીસભર ધિરાણના નિર્ણયો લેવામાં તથા રિટેઇલ અને એમએસએમઇ ક્રેડિટની ટકાઉ વૃદ્ધિને સપોર્ટ કર્યો છે. હું ભારતની અગ્રણી ક્રેડિટ ઇન્ફર્મેશન કંપનીના વિકાસમાં મૂલ્ય ઉમેરવા ઉત્સુક છું, જે ભારતની ફાઇનાન્સિયલ ઇકોસિસ્ટમમાં એક મહત્વપૂર્ણ કંપની છે.”
ટ્રાન્સયુનિયન સિબિલના એમડી અને સીઇઓ રાજેશ કુમારે કહ્યું હતું કે, “એક દાયકાથી વધુ સમયથી ટ્રાન્સયુનિયન સિબિલે એવાં સોલ્યુશન્સ પ્રદાન કર્યા છે, જેણે આર્થિક તકોનું સર્જન કરવામાં, સારા અનુભવ અને લાખો લોકોના વ્યક્તિગત સશક્તિકરણમાં મદદ કરી છે. અનંતરામનનો સમૃદ્ધ અનુભવ અને વિવિધ ક્ષેત્રોમાં નિપૂંણતા આગામી સમયમાં વૃદ્ધિને દિશા પ્રદાન કરવામાં જરૂરી માર્ગદર્શન પ્રદાન કરશે. હું એમ વી નાયરનો તેમના નેતૃત્વ તથા ટ્રાન્સયુનિયન સિબિલ પ્રત્યેની કટીબદ્ધતા બદલ આભાર વ્યક્ત કરું છું કે જેમણે ભારતના લોકોની સેવા કરવા વૃદ્ધિ
અને ઇનોવેશનમાં મદદ કરી છે.”
છેલ્લાં એક દાયકામાં ટ્રાન્સયુનિયન સિબિલે ધિરાણ સંસ્થાનોને 48 કરોડથી વધુ ગ્રાહકો અને 3 કરોડ કમર્શિયલ સંસ્થાનોને ક્રેડિટ પ્રદાન કરવા માટેની એક્સેસ મેળવવામાં મદદ કરી છે. તેમણે માહિતીસભર ક્રેડિટના નિર્ણયો લેવામાં ધિરાણ સંસ્થાનોને સક્ષમ કરવા ડેટા અને ઇનસાઇટ્સ પ્રદાન કરીને ભારતમાં ધિરાણને પ્રેરિત કરવામાં મદદ કરી છે. તેણે ટકાઉ ધિરાણ વૃદ્ધિ, આધુનિક નાણાકીય સમાવેશીકરણ અને ભારતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને બળ આપવામાં સપોર્ટ કર્યો છે.
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.
જાના સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક બંને વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષના સમયગાળા માટે એફડી પર 8.75% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.
અનંતના ભાઈ-બહેન, આકાશ અંબાણી અને ઈશા અંબાણી, હાલમાં રિલાયન્સના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. આકાશ રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન પણ છે, જે ગ્રુપની ટેલિકોમ અને ડિજિટલ સર્વિસિસ શાખા છે.