Transform, Thrive & Transcend ; પ્રિયા અગ્રવાલ હેબ્બર #W20 સમિટમાં ચેન્જ મેકર તરીકે ઊભરી આવ્યા
વેદાંતા લિમિટેડના ડિરેક્ટર અને હિંદુસ્તાન ઝિંકના ચેરપર્સન શ્રીમતી પ્રિયા અગ્રવાલ હેબ્બર તાજેતરમાં મહાબલિપુરમ ખાતે આયોજિત બે દિવસીય #W20 સમિટનો ભાગ બન્યા હતા જેમાં આબોહવા પરિવર્તન અને લિંગ સમાનતા સામે લડવાની પ્રતિબદ્ધતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
વેદાંતા લિમિટેડના ડિરેક્ટર અને હિંદુસ્તાન ઝિંકના ચેરપર્સન શ્રીમતી પ્રિયા અગ્રવાલ હેબ્બર તાજેતરમાં મહાબલિપુરમ ખાતે આયોજિત બે દિવસીય #W20 સમિટનો ભાગ બન્યા હતા જેમાં આબોહવા પરિવર્તન અને લિંગ સમાનતા સામે લડવાની પ્રતિબદ્ધતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
બે દિવસીય સમિટમાં ગ્લોબલ ચેન્જ મેકર્સને એકસાથે લાવવામાં આવ્યા જેઓ આબોહવા પરિવર્તન સામે લડવા માટે પ્રતિબદ્ધ છે અને લિંગ સમાનતા તરફ કામ કરી રહ્યા છે. Transform, Thrive & Transcendની થીમ હેઠળ W20 સમિટે એવા વાતાવરણને ઉત્તેજન આપ્યું કે જ્યાં વૈશ્વિક પડકારો માટે નવીન ઉકેલો શોધવા માટે લીડર્સ અને ચેન્જ મેકર્સ ભેગા થયા. પેનલ દરમિયાન શ્રીમતી પ્રિયા અગ્રવાલ હેબ્બરની અમૂલ્ય આંતરદ્રષ્ટિ અને યોગદાન સમિટમાં ભાગ લેનારાને ઊંડે સુધી પ્રભાવિત કર્યા. તેમણે આબોહવા પરિવર્તન સામે લડવા માટેનો તેમનો અતૂટ જુસ્સો અને પ્રતિબદ્ધતા શેર કરી હતી.
પોતાના નિવેદનમાં શ્રીમતી અગ્રવાલ હેબ્બરે જણાવ્યું હતું કે તેઓ અનુકરણીય મહિલાઓ સાથેની પેનલમાં સામેલ થઈને ગૌરવ અનુભવે છે જેઓ આબોહવા પરિવર્તનની પ્રતિકૂળ અસરોને ઘટાડવા માટે ખૂબ જ જુસ્સા સાથે કામ કરી રહી છે. #G20નો જેન્ડર ઇક્વિટી ટ્રેક, મહિલાઓ, ખાસ કરીને વિકાસશીલ પ્રદેશોમાં રહેતી મહિલાઓ પર આબોહવા પરિવર્તનની અપ્રમાણસર અસરને આગળ લાવવા માટે ઉત્પ્રેરક રહ્યો છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે “હું નિશ્ચિતપણે માનું છું કે મહિલાઓને સમાન પ્રતિનિધિત્વ અને નિર્ણય લેવામાં અર્થપૂર્ણ ભાગીદારીની ખાતરી આપવામાં આવે તે સુનિશ્ચિત કરવું હિતાવહ છે અને વેદાંતા ગ્રુપમાં અમે તે જ કરી રહ્યા છીએ. વર્ષ 2050 સુધીમાં #NetZero બનવાના અમારા મહત્વાકાંક્ષી લક્ષ્યાંક તરફ મહિલાઓની આગેવાની હેઠળની ESG ટીમો હેઠળ અમારા બિઝનેસ યુનિટ્સ જે પ્રગતિ કરી રહ્યા છે તે શેર કરવું મારા માટે ગર્વની વાત હતી. વેદાંતા અમારી આબોહવા અંગેની નીતિઓમાં, ખાસ કરીને અમે જે સમુદાયો માટે કામ કરીએ છીએ તેમના લાભ માટે, સમાન લિંગ અભિગમ રાખવા માટે પ્રતિબદ્ધ છે.
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ તથા લઘુમતી બાબતોના કેબિટને પ્રધાન શ્રીમતી સ્મૃતિ ઈરાની, જેઓ આ મહત્વના કાર્યક્રમનો ભાગ હતા, તેમણે આ ઈવેન્ટમાં વધુ લિંગ સમાન વિશ્વ માટે નીતિઓમાં રહેલા અંતરને સમજવા અને સહયોગ કરવા માટે શક્તિશાળી મહિલાઓને એકસાથે લાવવામાં W20ની તાકાત વિશે વાત કરી હતી. આ ઉપરાંત, શેરપા G20, અમિતાભ કાન્તે એ મુદ્દે પણ પ્રકાશ પાડ્યો હતો કે કેવી રીતે ભારતે મહિલા સશક્તિકરણથી મહિલા નેતૃત્વના વિકાસમાં વૈશ્વિક કથાને પરિવર્તિત કરી છે. ઉપસ્થિત પ્રેક્ષકોને આપેલા તેમના નિવેદનમાં શ્રી કાંતે જણાવ્યું હતું કે ભારત વૈશ્વિક સ્તરે નેતૃત્વના કમાન સંભાળી રહ્યું છે અને ભારતના G20 પ્રેસિડેન્સી હેઠળ અમે આગામી દાયકામાં મહિલાઓને 100% એક્સેસ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ!
જીએસટી કલેક્શનનો દર ૧૨.૬ ટકા નોંધાયો હતો, જે ૧૭ મહિનામાં સૌથી વધુ છે. સમાચાર અનુસાર, એપ્રિલ 2024માં GST કલેક્શન ₹2.10 લાખ કરોડ હતું.
ક્રિસકેપિટલની સહયોગી સેપિયા ઇન્વેસ્ટમેન્ટ સમર્થિત તથા ભારત કેન્દ્રિત બ્રાન્ડેડ ફાર્માસ્યુટિકલ્સ ફોર્મ્યુલેશન કંપની કોરોના રેમેડીઝ લિમિટેડે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.
પાકિસ્તાની બજાર નિષ્ણાતોએ પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જમાં આ ઘટાડાનું કારણ આગામી થોડા દિવસોમાં સંભવિત હુમલાના સમાચારને ગણાવ્યું.