આદિવાસી વિકાસ ફંડ એનજીઓ-અધિકારીઓના હિતમાં: દાયકાઓ પછી પણ વિકાસ નહીં – ચૈતર વસાવા
આમ આદમી પાર્ટીના દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ આદિજાતિ વિકાસ બજેટમાં મોટી ગેરરીતિઓનો ખુલાસો કર્યો. વિધાનસભામાં મળેલા જવાબ મુજબ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ₹5,120 કરોડ આદિજાતિ બજેટમાંથી માત્ર 50% (~₹2,410 કરોડ) જ વપરાયા.
અમદાવાદ/નર્મદા/ગાંધીનગર/ગુજરાત : આમ આદમી પાર્ટી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મિડિયા સમક્ષ જણાવ્યું હતું કે દેશને આઝાદી મળ્યા પછી દાયકાઓ વીતી ગયા હોવા છતાં આદિવાસીઓ માટે મોટું બજેટ ફાળવવામાં આવે છે, છતાં તેમનો વિકાસ કેમ થતો નથી—એવો પ્રશ્ન સૌને થાય છે. તેમણે જણાવ્યું કે વિધાનસભામાં તેમના સિત્તોતેર નંબરના પ્રશ્નના જવાબમાં જાણવા મળ્યું કે છેલ્લા બે વર્ષમાં નર્મદા જિલ્લોમાં ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ ફાળવાયેલ આદિજાતિ વિકાસના બજેટમાંથી ગયા વર્ષે ₹5,120 કરોડ ફાળવાયા હતા, પરંતુ માત્ર ₹2,410 કરોડ જેટલો જ ખર્ચ થયો, અંદાજે 50 ટકા જ રકમ વપરાઈ. નર્મદા જિલ્લામાં ₹.92 કરોડ 63 લાખ 49 હજારનું બજેટ ફાળવાયું હતું. તાલુકા અને જિલ્લા કક્ષાની બેઠકમાં હાજર રહી તેમણે દેડિયાપાડા અને સાગબારા તાલુકામાં ખેતી માટે બોરવેલ, પશુપાલન માટે ગાય-ભેંસ, પીવાના પાણીની સુવિધા, નવી આંગણવાડીઓ અને શાળાના ઓરડા બનાવવા તેમજ બાળકોમાં કુપોષણ દૂર કરવા જેવી માંગણીઓ કરી હતી.
પરંતુ વિધાનસભામાં મળેલા જવાબ અને મંજૂર થયેલા કામોની યાદી મુજબ, આદિજાતિ વિકાસની ગ્રાન્ટમાંથી મોટાભાગના કામો એનજીઓ, એજન્સીઓ અને અધિકારીઓના હિતને ધ્યાનમાં રાખીને મંજૂર કરાયા હોવાનો તેમણે આક્ષેપ કર્યો. તેમણે કહ્યું કે જ્યાં શાળાઓ જ નથી, ત્યાં નવી શાળા બનાવવા બદલે અપગ્રેડેશન અને રિનોવેશનના નામે ₹.70-70 લાખના ખર્ચ દર્શાવવામાં આવ્યા છે. જ્યાં આંગણવાડીઓ નથી, ત્યાં કલર કામ માટે દરેક તાલુકામાં ₹50-50 લાખ ખર્ચાયા છે. બાળકો કુપોષણથી પીડાતા હોવા છતાં તેના નિવારણ માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું નથી. તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ગ્રામસભા, સરપંચ અને સ્થાનિક પ્રતિનિધિઓની માંગણીઓ સરકાર સમક્ષ મૂકે છે. છતાં પ્રભારી મંત્રીના નામે નવસારી, સુરત અને અમદાવાદની એનજીઓ સાથે મળી મોટાભાગના કામો તેમની ભલામણથી મંજૂર કરાયા હોવાનું તેમણે જણાવ્યું. ₹.92 કરોડના બજેટમાંથી માત્ર ₹.50થી ₹60 લાખના કામો તેમની ભલામણ મુજબ મંજૂર થયા, બાકીના તમામ કામોમાં પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારની ભલામણ ચાલતી રહી હોવાનું તેમણે આક્ષેપ કર્યો. આ જ રીતે, આદિજાતિના 14 તાલુકાઓમાં ગુજરાત પેટર્ન યોજનાની ગ્રાન્ટમાંથી બિન આદિવાસી એનજીઓ, એજન્સીઓ અને અધિકારીઓને લાભ પહોંચાડવાનો પ્રયાસ થયો હોવાનું તેમણે જણાવ્યું હતુ.
ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં આજે પણ સિંચાઈ માટે બોરમોટર નથી, જેના કારણે મોટા પ્રમાણમાં સ્થળાંતર (માઈગ્રેશન) થાય છે. તેમના મત મુજબ તેનું મુખ્ય કારણ એ છે કે આદિજાતિ માટે ફાળવાયેલું બજેટ યોગ્ય રીતે વપરાતું નથી. નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન આદિવાસીઓ માટે ₹.92 કરોડનું બજેટ ફાળવાયું હતું, પરંતુ તેમાંથી અનેક કામો જરૂરિયાત વિના મંજૂર કરવામાં આવ્યા છે. શાળાના ઓરડા ન હોવા છતાં 3D ક્લાસરૂમ માટે ખર્ચ કરવામાં આવ્યો છે, મલ્ટીપર્પઝ હોલ માટે ₹.50 લાખ ફાળવાયા છે, દૂધ સંજીવની માટેના મગ માટે દરેક તાલુકામાં ₹.70-70 લાખના ખર્ચા દર્શાવવામાં આવ્યા છે, જ્યારે દૂધ પાઉચમાં આપવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે ડોનટ મશીન વિથ કિટસેટ મોડ્યુલ માટે ₹.40 લાખ 50 હજાર, શાળાના અપગ્રેડેશન અને કલર કામ માટે ₹.50 લાખ, તેમજ બંક બેડ અને બેન્ચિંગ સેટ માટે પણ ₹.50 લાખ જેટલા ખર્ચા દર્શાવવામાં આવ્યા છે. તેમના આક્ષેપ મુજબ આ પ્રકારના ખર્ચા આદિવાસી વિસ્તારોની વાસ્તવિક જરૂરિયાતોને અનુરૂપ નથી. પ્રભારી મંત્રી તરીકે ભીખુસિંહ પરમારની ભલામણથી એનજીઓ અને એજન્સીઓના કહેવાથી કામો મંજૂર થયા છે અને કમિશન આધારિત ગેરરીતિઓ થઈ છે. તેમણે દાવો કર્યો કે આદિજાતિ વિકાસ માટેનું બજેટ અધિકારીઓ અને એજન્સીઓના હિતમાં વપરાય છે, જ્યારે વાસ્તવિક લાભ આદિવાસી સમાજ સુધી પહોંચતો નથી. વિધાનસભામાં મળેલી માહિતીના આધારે સ્થળ પર તપાસ કરતાં આ ગેરરીતિઓ સામે આવી છે. આ જ કારણ છે કે દાયકાઓ પછી પણ આદિવાસી વિસ્તારોનો સર્વાંગી વિકાસ થયો નથી.
આમ આદમી પાર્ટી ગુજરાત
ગોંડલમાં AAP મહિલા નેતા જીગીશા પટેલ પર થયેલા જીવલેણ હુમલા મુદ્દે આમ આદમી પાર્ટીએ મોટું પગલું ભર્યું: રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશીની આગેવાનીમાં પોલીસ અધિક્ષકને આવેદનપત્ર સોંપાયું.
"આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભામાં પ્રેસ કોન્ફરન્સમાં આકરા શબ્દોમાં ભાજપ પર આરોપ લગાવ્યા કે AAP મજબૂત બનતાં ભાજપ ગુંડાગર્દી પર ઉતરી આવ્યું છે. રામાયણમાં રાવણ સાધુનો વેશ ધારણ કરીને આવતો હતો એમ ભાજપના ગુંડાઓ મહિલાઓને આગળ કરીને ગોંડલમાં AAP નેતા જીગીશા પટેલ પર કાયરતાપૂર્ણ હુમલો કરાવ્યો.
આમ આદમી પાર્ટીની 'પરિવર્તન લાવો, ખેડૂત બચાવો' યાત્રા સોમનાથથી શરૂ થઈને ગાંધીનગર તરફ આગળ વધી રહી છે. ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા પ્રવીણ રામ 108 દિવસની જેલ બાદ પ્રથમ વખત ખેડૂતોને મળવા આવી રહ્યા છે. આ યાત્રા 26 ફેબ્રુઆરીએ જામખંભાળિયાના ભાણખોખરી પાટિયા પાસે સાંજે 6 વાગ્યે મોટી સભા યોજશે, જ્યાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા હાજર રહેશે.