Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • સોમનાથમાં સ્વાભિમાન પર્વનો મંગલ પ્રારંભ: હજારો શિવભક્તોનો જલ્લોષ – જય સોમનાથના નાદથી ગૂંજી ઉઠ્યું સ્ટેશન

સોમનાથમાં સ્વાભિમાન પર્વનો મંગલ પ્રારંભ: હજારો શિવભક્તોનો જલ્લોષ – જય સોમનાથના નાદથી ગૂંજી ઉઠ્યું સ્ટેશન

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 8થી 11 જાન્યુઆરી 2026 સુધી "સોમનાથ સ્વાભિમાન પર્વ"ની ભવ્ય ઉજવણી શરૂ થઈ છે. આ પર્વ સોમનાથના 1000 વર્ષના સંઘર્ષ, બલિદાન અને પુનર્નિર્માણની ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનો મહાન પ્રયાસ છે.

Gir somnath January 08, 2026
સોમનાથમાં સ્વાભિમાન પર્વનો મંગલ પ્રારંભ: હજારો શિવભક્તોનો જલ્લોષ – જય સોમનાથના નાદથી ગૂંજી ઉઠ્યું સ્ટેશન

સોમનાથમાં સ્વાભિમાન પર્વનો મંગલ પ્રારંભ: હજારો શિવભક્તોનો જલ્લોષ – જય સોમનાથના નાદથી ગૂંજી ઉઠ્યું સ્ટેશન

ભારતીય સંસ્કૃતિના રાષ્ટ્રીય સ્વાભિમાન અને અજેય આસ્થાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજ તા. ૦૮ જાન્યુઆરીથી ૧૧ જાન્યુઆરી સુધી "સોમનાથ સ્વાભિમાન પર્વ"ની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો છે. આ મહોત્સવ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ સોમનાથના એક હજાર વર્ષના સંઘર્ષ, બલિદાન અને પુનઃનિર્માણની અપ્રતિમ ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે.

આ પર્વમાં જોડાવા માટે રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોથી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે. જેના ભાગરૂપે આજે રાજકોટથી વિશેષ ટ્રેન સોમનાથ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. 'હર હર ભોલે' અને 'જય સોમનાથ'ના ગગનભેદી નાદથી સમગ્ર સ્ટેશન પરિસર ગૂંજી ઉઠ્યું હતું.

સોમનાથનો ઇતિહાસ એ વિનાશ સામે સર્જનના વિજયની કથા છે. ૧૦૨૬માં મહમદ ગઝનવીના આક્રમણથી લઈને સદીઓ સુધી વિદેશી આક્રમણખોરોએ આસ્થાના આ કેન્દ્રને ખંડિત કરવા પ્રયાસો કર્યા, પરંતુ દરેક વખતે ભારતવર્ષના વીરોએ પોતાના રક્તથી આ ધરતીનું રક્ષણ કર્યું છે. આ પર્વ દ્વારા હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલ જેવા અગણિત શહીદોના બલિદાનને અંજલિ આપવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓ માટે આ માત્ર દર્શન નથી, પણ પૂર્વજોના સંઘર્ષની સ્મૃતિ પણ છે.

યાત્રાળુઓના હૃદયસ્પર્શી પ્રતિભાવો

દીપકભાઈ દવે(રાજકોટ)

"અમે માત્ર ટ્રેનમાં બેસીને દર્શન કરવા નથી આવ્યા, અમે અમારા ગૌરવશાળી ઇતિહાસને નમન કરવા આવ્યા છીએ. સોમનાથ પર થયેલા અનેક આક્રમણો છતાં આજે આ ભવ્ય શિખર ઊભું છે, તે આપણી સંસ્કૃતિની જીવંતતા દર્શાવે છે. સરકારના આ 'સ્વાભિમાન પર્વ'ના આયોજનથી અમને સોમનાથના ૧૦૦૦ વર્ષના સંઘર્ષની ગાથામાં સહભાગી થવાનો જે અવસર મળ્યો તે અલૌકિક છે."

દેવાંગ જાની (યુવાન શ્રદ્ધાળુ-સુરેન્દ્રનગર)

 "રાજકોટથી સીધી ટ્રેન મળતા અમારો માર્ગ સરળ થયો, સરદાર પટેલે જે રીતે આ મંદિરનું નવસર્જન કર્યું અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે તેને વિશ્વસ્તરીય બનાવી રહ્યા છે, તે જોઈને લાગે છે કે આપણું સ્વાભિમાન આજે સાચા અર્થમાં સન્માનિત થવા જઈ રહ્યું છે."

શ્રી જગદીશભાઈ પરમાર (રાજકોટ)

અહીં સ્વાભિમાન પર્વમાં જોડાઈને અનુભવ્યું કે સોમનાથ માટે કેટલા લોકોએ બલિદાન આપ્યા છે. ટ્રેનની સુવિધા આપીને સરકારે અમને આ મહાન વારસા સાથે જોડવાની જે તક આપી છે તે બદલ અમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ સરકારના આભારી છીએ." ઉલ્લેખનીય છે કે, આગામી ત્રણ દિવસ સુધી સોમનાથ ખાતે વિવિધ કાર્યક્રમો દ્વારા સોમનાથની પૌરાણિક ગાથા રજૂ કરવામાં આવશે. ૧૧ જાન્યુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં અમદાવાદ, સુરત અને વડોદરાથી પણ શ્રદ્ધાળુઓ વિશેષ ટ્રેન મારફતે સોમનાથના સાનિધ્યમાં ઉમટી પડશે.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી
gandhinagar
March 20, 2026

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે. 

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

Braking News

બેક ટુ બેક ફ્લોપ બાદ અક્ષય કુમારે ફરી કોમેડીનો રસ્તો અપનાવ્યો, નવી ફિલ્મની જાહેરાત કરી!
બેક ટુ બેક ફ્લોપ બાદ અક્ષય કુમારે ફરી કોમેડીનો રસ્તો અપનાવ્યો, નવી ફિલ્મની જાહેરાત કરી!
June 30, 2023

Akshay Kumar New Movie: અક્ષય કુમારે કોમેડી ફિલ્મ ફ્રેન્ચાઇઝી હાઉસફુલના નવા ભાગની જાહેરાત કરી છે. હાઉસફુલ 5 ના પ્રથમ પોસ્ટરની સાથે, અક્ષય કુમારે ફિલ્મની રિલીઝ તારીખ પણ જાહેર કરી છે, હાઉસફુલનો પાંચમો હપ્તો 2024ની દિવાળી પર થિયેટરોમાં આવશે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

પાણી બચાવો: સમૃદ્ધ પર્યાવરણ અને સ્થિતિસ્થાપક સમાજ  માટે  જળ સંરક્ષણની જીવનશક્તિ પર શું થશે અસર એ જાણો
પાણી બચાવો: સમૃદ્ધ પર્યાવરણ અને સ્થિતિસ્થાપક સમાજ માટે જળ સંરક્ષણની જીવનશક્તિ પર શું થશે અસર એ જાણો
June 12, 2023
શા માટે ગુડ ફ્રાઈડે મનાવવામાં આવે છે અને ઉજવવામાં આવતું નથી: ધાર્મિક મહત્વને સમજો
શા માટે ગુડ ફ્રાઈડે મનાવવામાં આવે છે અને ઉજવવામાં આવતું નથી: ધાર્મિક મહત્વને સમજો
April 06, 2023
શું મોદી કેબિનેટનું વિસ્તરણ અટકી ગયું, હવે થશે કે નહીં? બધા સમીકરણો સમજો
શું મોદી કેબિનેટનું વિસ્તરણ અટકી ગયું, હવે થશે કે નહીં? બધા સમીકરણો સમજો
July 25, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express