Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગુજરાત વિધાનસભા સચિવાલયમાં બે દિવસીય વિશિષ્ટ તાલીમ શિબિર

ગુજરાત વિધાનસભા સચિવાલયમાં બે દિવસીય વિશિષ્ટ તાલીમ શિબિર

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન અને પ્રેરણાથી વિધાનસભા સચિવાલયમાં અધિકારી-કર્મચારીઓ માટે બે દિવસીય વિશેષ તાલીમ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરનો હેતુ તાત્કાલિક પરિસ્થિતિમાં પ્રતિભાવ, આપત્તિ વ્યવસ્થાપન અને માનવીય સુરક્ષા વધારવાનો હતો.

Gandhinagar January 10, 2026
ગુજરાત વિધાનસભા સચિવાલયમાં બે દિવસીય વિશિષ્ટ તાલીમ શિબિર

ગુજરાત વિધાનસભા સચિવાલયમાં બે દિવસીય વિશિષ્ટ તાલીમ શિબિર

વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન અને પ્રેરણાથી ગુજરાત વિધાનસભા સચિવાલયના અધિકારીઓ–કર્મચારીઓ માટે બે દિવસીય વિશિષ્ટ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તાત્કાલિક પરિસ્થિતિમાં પ્રતિભાવ આપવાની સજ્જતા અને સુરક્ષા કૌશલ્ય વધારવાના હેતુસર આયોજિત આ તાલીમ શિબિર વહીવટી કાર્યક્ષમતાની સાથે આપત્તિ વ્યવસ્થાપન તથા માનવીય સુરક્ષાને પ્રાધાન્ય આપતી દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થઈ હતી.

આ તાલીમ શિબિરના પ્રથમ દિવસે તા. ૮ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ “અગ્નિ સુરક્ષા અને ફાયર સેફ્ટી” વિષયક વિશેષ તાલીમ યોજાઈ હતી. જેમાં ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસના નિયામક શ્રી નલીનકુમાર ચૌધરી તથા તેમની ટીમના નિષ્ણાંતોએ તાલીમ આપી હતી. તાલીમ દરમિયાન સમજાવવામાં આવ્યું હતું કે, સરકારી ઈમારતો જેવી સંવેદનશીલ જગ્યાઓએ આગની ઘટનાઓ સમયે ગભરાટ ફેલાવવાને બદલે ધૈર્યથી કામ લેવું જોઈએ. આ ઉપરાંત નિષ્ણાંતો દ્વારા અગ્નિની વિવિધ પ્રકારોની જાણકારી, ઈલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ, કેમિકલ તથા ગેસથી આગ લાગવાની પરિસ્થિતિઓના ઉકેલ તેમજ યોગ્ય સમયસર અગ્નિશામક યંત્રો (Fire Extinguishers)નો ઉપયોગ કરવા અંગે માર્ગદર્શિકા આપવામાં આવી હતી.

ગુજરાત સ્ટેટ ફાયર એકેડેમી તથા ગાંધીનગર મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની ટીમ દ્વારા ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ અને વિવિધ અગ્નિશામક ઉપકરણોનું પ્રાયોગિક નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઈમારતમાં ધુમાડો ફેલાય ત્યારે શ્વાસ લેવાની તકનીકો અને સલામત રીતે બહાર નીકળવાના (Emergency Exit) રૂટના મહત્વ વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. આ તાલીમનો મુખ્ય હેતુ સચિવાલયની સંપત્તિ અને માનવ સંસાધનને અગ્નિ અકસ્માતો સામે સુરક્ષિત કવચ પૂરું પાડવાનો હતો.

તાલીમ શિબિરના બીજા દિવસે તા. ૯ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની GMERS સંસ્થાના તબીબી નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ “પ્રાથમિક સારવાર અને CPR તાલીમ” વિષયક તાલીમ યોજાઈ હતી. ગુજરાત વિધાનસભા સચિવાલયના મેડીકલ અધિકારી ડૉ. અનિલ ચૌહાણ દ્વારા કર્મચારીઓને ડમી મોડેલ પર હૃદયપુનર્જીવન(CPR) તકનીક તથા કૃત્રિમ શ્વસન આપવાની રીત વિષે માહિતી આપી હતી. તદુપરાંત રક્તસ્ત્રાવ રોકવા, હાડકાના ફ્રેક્ચર વખતે યોગ્ય ટેપિંગ અને ઈજાગ્રસ્ત વ્યક્તિને સલામત રીતે ખસેડવાની પદ્ધતિઓનું પણ પ્રાયોગિક પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, પ્રાથમિક સારવાર એ માત્ર ડોક્ટર પહોંચે ત્યાં સુધીની રાહ જોયા વિના જીવન બચાવવાનો પ્રથમ સક્રિય પ્રયાસ છે. આ બે દિવસીય તાલીમથી સચિવાલયના અધિકારી અને કર્મચારીઓને આપત્તિ સમયે તાત્કાલિક પ્રતિભાવ આપવા માટેની કારગત સમજ અને વ્યવહારુ કૌશલ્યો પ્રાપ્ત થયા છે, જે વિધાનસભા સચિવાલયના કાર્યસ્થળને વધુ સુરક્ષિત બનાવવામાં સહાયરૂપ થશે.

વિધાનસભા સચિવ શ્રી ચેતન પંડયા, સંસદીય તાલીમ બ્યૂરોના નિયામક શ્રીમતી રીટા મહેતા, તાલીમ બ્યૂરોના ઉપસચિવ શ્રી નીરજ ગામિતના પ્રયાસોના પરિણામે આયોજિત આ બે દિવસીય તાલીમમાં વિધાનસભાના તમામ અધિકારીઓ - કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

ઇંગ્લેન્ડ ડિફેન્ડિંગ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન્સ શ્રેણી નાટકીય રીતે ડ્રો કરવામાં સફળ
ઇંગ્લેન્ડ ડિફેન્ડિંગ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન્સ શ્રેણી નાટકીય રીતે ડ્રો કરવામાં સફળ
August 02, 2023

રોમાંચક એશિઝ યુદ્ધમાં ઇંગ્લેન્ડના પરાક્રમી પ્રદર્શને વિશ્વભરના ક્રિકેટ રસિકોને મોહિત કર્યા છે. નેઇલ-બાઇટિંગ એન્કાઉન્ટરે મુખ્ય કોચને વધુ તીવ્ર રિમેચની કલ્પના કરીને, અન્ય સામનો માટે આતુર છોડી દીધા છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
February 21, 2023
આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
April 04, 2023
હોલિડે ગિફ્ટિંગ માટે ટોચના 5 ગેજેટ્સ | ટેક પ્રેમીઓ માટે ભેટ વિચારો
હોલિડે ગિફ્ટિંગ માટે ટોચના 5 ગેજેટ્સ | ટેક પ્રેમીઓ માટે ભેટ વિચારો
March 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express