એક નિવેદનમાં બે આંકડા! કૃષિ મંત્રી પર સાગર રબારીના કડક સવાલ
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ એક જ નિવેદનમાં 21.70 લાખ અને 27.70 લાખ અરજીઓનો આંકડો બોલ્યો! AAPના સાગર રબારીએ પૂછ્યું – “બંનેમાંથી કયો સાચો?”
અમદાવાદ/ગુજરાત : કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના ગોળ ગોળ નિવેદન સામે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને ખેડૂત નેતા સાગર રબારીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી છે એ વાત તેઓ ભૂલી ગયા લાગે છે. બે દિવસ પહેલા એમને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે, 21,70,000 ખેડૂતોએ વરસાદથી નુકસાનીના ફોર્મ ભર્યા છે. એ જ નિવેદનમાં તે નીચે કહે છે કે 27,70,885 અરજીઓ છેલ્લા દસ દિવસમાં અમને જિલ્લા મથકોએ મળી છે.
આ બંનેમાંથી કયો આંકડો સાચો છે? જો બંને સાચી અરજીઓ છે તો નુકસાનની અરજી કરનાર કુલ ખેડૂતોની સંખ્યા 49,40,000 થાય. બીજી બાજુ આગળ એ જ નિવેદનમાં આગળ એવું કહે છે કે, ખેડૂતોની અમને 2,02,000 અરજીઓ મળી હતી એના માટે અમે 1138 કરોડ રૂપિયા જુદા ફાળવ્યા હતા. તો આ બધું મળીને કેટલા ખેડૂતોને નુકસાની થઈ? ખેડૂતોએ અરજી કરી એની સામે વળતર ચૂકવ્યું કે નહીં? કયા તાલુકાથી કામ શરૂ કર્યું? મોઘમ મભમ એમ કહે છે કે કામ શરૂ થઈ ગયું છે. કામ શરૂ થવું અને ખાતામાં પૈસા પડવા બંન્નેની વચ્ચે બહુ લાંબુ અંતર છે.
ખેડૂત નેતા સાગર રબારીએ વધુમાં કહ્યું હતું કે, જીતુભાઈ આગળ નિવેદનમાં એવું પણ કહે છે કે કેટલીક જગ્યાએ અમે પૈસા ચૂકવવાનું શરૂ કરી દીધું છે. હું જીતુભાઈને કહેવા માગું છું કે તમે કૃષિ મંત્રી છો. તમારી પાસે આંકડા હોવા જોઈએ કે ઓગસ્ટ-સપ્ટેમ્બર માટે કેટલા ખેડૂતોની અરજી આવી? કેટલી મંજૂર થઈ? કેટલા ખેડૂતોને પૈસા ચૂકવ્યા? કેટલા ખેડૂતોના પૈસા ચૂકવવાના બાકી છે? એવી જ રીતે આ માવઠાના નુકસાનની કુલ કેટલી અરજીઓ જિલ્લા વાર આવી? કેટલી અરજીઓ જિલ્લા વાર મંજૂર થઈ? કેટલી અરજીઓ નામંજૂર થઈ? નામંજૂર થવાના કારણો અને કેટલા ખેડૂતોના ખાતામાં પૈસા નંખાવ્યા અને કેટલા ખેડૂતોના ખાતામાં પૈસા ક્યારે નાખવાના છો? એ તમારે ખેડૂતોને કહેવાનું હોય.મોઘમ મભમ વાત મંત્રી કરે નહીં. એનો સાદો અર્થ એ છે કે તમે મૂર્ખ બનાવો છો. સમય ખેંચી રહ્યા છો. બાર મહિના સુધી અમારા ખાતામાં પૈસા આવે એવી આશા અમને દેખાતી નથી.
ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે.
આમ આદમી પાર્ટીએ કેરળ વિધાનસભા ચૂંટણી માટે ૨૧ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ સાથે ચૂંટણી પંચે EVM પર ફોટા અને ૧૦૦% વેબકાસ્ટિંગ જેવી નવી સુવિધાઓની પણ જાહેરાત કરી છે.