જિલ્લામાં બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે ફાળવાયેલી બે મોબાઈલ હેલ્થ કેર યુનિટને લીલી ઝંડી આપી રવાના કરાઈ
જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની રાહબરીમાં નાગરિકોની સુખાકારી, આરોગ્ય લક્ષી સુવિધાઓને વધુ સઘન અને અસરકારક બનાવવા માટે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે.
રાજપીપલા : એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ નર્મદામાં વિદેશ મંત્રીશ્રી અને રાજયસભાના સભ્યશ્રી ડો. એસ. જયશંકરે રૂ. ૬૪.૦૦ લાખના ખર્ચે તેમના અનુંદાનમાંથી વર્ષ ૨૦૨૩-૨૪ બે મોબાઈલ હેલ્થ કેર યુનિટ (મેડીકલ વાન) મંજુર થતા નાંદોદ તાલુકાનાં લાછરસ પ્રાથમિક આરોગ્ય અને સાગબારાના કોલવાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે બે મોબાઈલ હેલ્થ કેર યુનિટ (મેડીકલ વાન) ખરીદવામાં આવી હતી.
જેનું આજરોજ જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીમસિંહભાઈ તડવી, નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશ્મુખે લીલી ઝંડી આપી જિલ્લા કલેકટર કચેરી ખાતેથી મેડીકલ ઓફિસરશ્રી, નાંદોદના લાછરસ પ્રા.આ.કેન્દ્ર અને મેડીકલ ઓફિસરશ્રી સાગબારાના કોલવાણ પ્રા.આ.કેન્દ્રને લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.
જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની રાહબરીમાં નાગરિકોની સુખાકારી, આરોગ્ય લક્ષી સુવિધાઓને વધુ સઘન અને અસરકારક બનાવવા માટે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ફાળવવામાં આવેલી નવી મોબાઈલ હેલ્થ કેર યુનિટ (મેડીકલ વાન) થી લોકોને ઘરઆંગણે આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે ઈંચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.કે.જાદવ, નાંદોદ પ્રાંત અધિકારીશ્રી ડો.
કિશનદાસ ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જનકકુમાર માઢક, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.અનીલ વસાવા, જિલ્લા આર.સી.એચ.અધિકારીશ્રી ડૉ. મુકેશ પટેલ તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં અન્ય અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ હાજર રહ્યાં હતાં.
ગુજરાત સરકારની અંત્યોદય શ્રમ સુરક્ષા અકસ્માત વીમા યોજના શ્રમયોગીઓને આર્થિક અને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે. જાણો યોજનાના લાભો, નોંધણી પ્રક્રિયા અને શ્રમિક કલ્યાણ માટેની અન્ય પહેલો વિશે.
"અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંગ્લાદેશી રહેવાસીઓ વિરુદ્ધ ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપી કડક ચેતવણી. લલ્લા બિહારી સામે ફરિયાદ નોંધાઈ. વધુ જાણો અહીં."
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સ્થાપના દિવસની સૌ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોને ગુજરાત ગૌરવ દિવસ અવસરે પાઠવેલો પ્રજાજોગ સંદેશ માટે વધુમાં વાંચો.