નર્મદા જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર કચેરીનાં બે અધિકારીઓ અન્ય જિલ્લાનો ચાર્જ સંભાળતા આ કચેરી કારકુનોનાં ભરોશે
કચેરીના જનરલ મેનેજર અને ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન ઓફિસર અન્ય જીલ્લાનો ચાર્જ પણ સંભાળતા હોવાથી રાજપીપળા કચેરીમાં અમુક દિવસ મળે છે.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લો ભરૂચ થી અલગ થયા ને લગભગ ૨૬ વર્ષ નો સમય વીતી ગયા બાદ પણ હજુ કેટલીક કચેરીઓ નર્મદા જિલ્લામાં કાર્યરત થઇ નથી અને જે કચેરીઓ કાર્યરત છે તે પૈકી ઘણી કચેરીઓ ઇન્ચાર્જ અધિકારીઓ નાં ભરોશે ચાલે છે ત્યારે જાણવા મળ્યા મુજબ રાજપીપળા ખાતેની જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર,નર્મદા ની કચેરી નાં બે અધિકારીઓ અન્ય જિલ્લામાં ચાર્જ સંભાળતા હોય નર્મદા નાં અરજદારો ધક્કે ચઢે એ સ્વાભાવિક છે તો સરકાર ચૂંટણીઓ આવ્યા પહેલા જિલ્લા અને તાલુકા અલગ કરી વોટ બેંક ઊભી કરવા તાયાફા કરે છે પરંતુ જે તે જિલ્લાઓમાં જરૂરી અને રેગ્યુલર અધિકારીઓ નહિ મૂકતા અરજદારો ને ધક્કે ચઢવું પડે છે તો જિલ્લો કે તાલુકો અલગ કર્યાં નો કોઈજ મતલબ રહેતો નથી.
રાજપીપલા કલેકટર કચેરી માં આવેલ નર્મદા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ની કચેરી પણ ઘણા સમયથી બે કારકુનો નાં ભરોસે જ ચાલે છે કેમ કે આ કચેરી નાં જનરલ મેનેજર જીગર દવે ભરૂચ અને નર્મદા ની બે કચરી સંભળાતા હોય અઠવાડિયામાં એક વાર રાજપીપળા આવે છે જ્યારે આ કચેરીના ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન ઓફિસર નવનીત ગાવિત પાસે પણ અન્ય જિલ્લાના ચાર્જ હોવાથી તેઓ પણ રાજપીપળા કચેરીમાં નિયમિત મળી શકતા નથી માટે કહી શકાય કે આ કચેરીનું સંચાલન બે કારકુનો પર ચાલે છે.માટે જિલ્લા કલેકટર આ મુદ્દે રસ દાખવી જિલ્લાની આવી દરેક કચેરીઓ માં રેગ્યુલર અધિકારીઓ મુકાઇ એ દિશા માં પગલાં લે જે અરજદારો માટે યોગ્ય કહેવાશે.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."