Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • અપડેટર સર્વિસીસ લિમિટેડનો આઈપીઓ 25 સપ્ટેમ્બર, 2023ના રોજ ખૂલશે

અપડેટર સર્વિસીસ લિમિટેડનો આઈપીઓ 25 સપ્ટેમ્બર, 2023ના રોજ ખૂલશે

પ્રતિ ઈક્વિટી શેર દીઠ રૂ. 10ની ફેસ વેલ્યુ (“ઈક્વિટી શેર”) માટે શેરદીઠ રૂ. 280થી રૂ. 300નો પ્રાઈઝ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે, ફ્લોર પ્રાઈસ ઈક્વિટી શેર્સની ફેસ વેલ્યુ કરતાં 28 ગણી છે અને કેપ પ્રાઈસ ઈક્વિટી શેર્સની ફેસ વેલ્યુ કરતાં 30 ગણી છે. બિડ/ઓફર સોમવાર, 25 સપ્ટેમ્બર, 2023ના રોજ ખૂલશે અને બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023ના રોજ બંધ થશે. એન્કર ઈન્વેસ્ટર બિડિંગની તારીખ શુક્રવાર, સપ્ટેમ્બર 22, 2023 હશે.  બિડ ઓછામાં ઓછા 50 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 50 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.

Ahmedabad September 22, 2023
અપડેટર સર્વિસીસ લિમિટેડનો આઈપીઓ 25 સપ્ટેમ્બર, 2023ના રોજ ખૂલશે

અપડેટર સર્વિસીસ લિમિટેડનો આઈપીઓ 25 સપ્ટેમ્બર, 2023ના રોજ ખૂલશે

અમદાવાદ : અપડેટર સર્વિસીસ લિમિટેડ (“કંપની”), સોમવાર, 25 સપ્ટેમ્બર, 2023ના રોજ તેના ઈક્વિટી શેર્સના આઈપીઓના સંદર્ભમાં તેની બિડ/ઓફર ખોલશે. ઓફરમાં રૂ. 4,000.00 મિલિયન (“ફ્રેશ ઈશ્યૂ”) સુધીના ઈક્વિટી શેર્સનો ફ્રેશ ઈશ્યૂ અને વેચાણકર્તા શેરધારકો (“વેચાણ માટેની ઓફર” અને ફ્રેશ ઈશ્યૂ સાથે મળીને “ઓફર”) દ્વારા 80,00,000 સુધીના ઈક્વિટી શેર્સના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે.

એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખ શુક્રવાર, 22 સપ્ટેમ્બર, 2023 હશે. બિડ/ઓફર સોમવાર, 25 સપ્ટેમ્બર, 2023ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખૂલશે અને બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023ના રોજ બંધ થશે. ઓફરનો પ્રાઇસ બેન્ડ રૂ. 280થી રૂ. 300 પ્રતિ ઈક્વિટી શેર નક્કી કરવામાં આવ્યો છે. બિડ ઓછામાં ઓછા 50 ઈક્વિટી શેર માટે અને ત્યારબાદ 50 ઈક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.

કંપની ઓફરના ઓબ્જેક્ટ્સના ભાગ રૂપે રૂ. 1,330.00 મિલિયનની રકમની ચૂકવણી અને/અથવા તેની કેટલીક બાકી ઉધારોની પુનઃચૂકવણી અને/અથવા પૂર્વચૂકવણી તરફ ફ્રેશ ઇશ્યૂ દ્વારા એકત્ર કરવામાં આવેલી ચોખ્ખી આવકનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે. વધુમાં, કંપની કુલ પ્રાપ્ત થનાર રકમમાંથી રૂ. 800.00 મિલિયન વણઓળખાયેલી ઈનઓર્ગેનિક પહેલ કરવા માટે, રૂ. 1,150.00 મિલિયન તેની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા માટે અને કુલ મળનારી આવકમાંથી બાકીની આવક સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવા માગે છે.

વેચાણ માટેની ઓફરમાં ટેંગી ફેસિલિટી સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ (“પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર”) દ્વારા 40,00,000 સુધીના ઈક્વિટી શેર્સ, ઈન્ડિયા બિઝનેસ એક્સેલન્સ ફંડ-II દ્વારા 8,00,000 સુધીના ઈક્વિટી શેર્સ અને ઈન્ડિયા બિઝનેસ એક્સીલન્સ ફંડ-IIA દ્વારા 32,00,000 સુધીના ઈક્વિટી શેર્સનો સમાવેશ થાય
છે. (“અન્ય વેચાણકર્તા શેરધારકો”). 18 સપ્ટેમ્બર, 2023ના રોજ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવેલા ઈક્વિટી શેરને બીએસઈ લિમિટેડ (“બીએસઈ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“એનએસઈ”) પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે. ઓફરના હેતુઓ માટે, બીએસઈ એ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે.

આ ઓફર સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) નિયમો, 1957ના નિયમ 19(2)(બી)ના સંદર્ભમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી છે જેને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (ઈશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાર્યમેન્ટ) રેગ્યુલેશન, 2018ના નિયમન 31 સાથે (“સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ”) સાથે વાંચતા અને સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના રેગ્યુલેશન 6(2)ના અનુપાલનમાં કરવામાં આવી છે જેમાં ઓફરના લઘુતમ 75% લાયકાત ધરાવતા સંસ્થાકીય ખરીદદારો (“ક્યુઆઈબી”)ને પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે. (ક્યુઆઈબી અને આવો ભાગ “ક્યુઆઈબી પોર્શન”), એ શરતે કે અમારી કંપની, બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે પરામર્શ કરીને, સેબી આઈસીડીઆર નિયમનો અનુસાર વિવેકાધીન ધોરણે એન્કર રોકાણકારોને ક્યુઆઈબી ભાગના 60% સુધી ફાળવી શકે છે (“એન્કર ઇન્વેસ્ટર પોર્શન”), જેમાંથી એક તૃતીયાંશ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે આરક્ષિત રહેશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી એન્કર ઇન્વેસ્ટર ફાળવણી કિંમત પર અથવા તેનાથી ઉપર પ્રાપ્ત થતી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબ્સ્ક્રિપ્શન અથવા નોન- એલોકેશનના કિસ્સામાં, બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબી પોર્શન (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) (“નેટ ક્યુઆઈબી પોર્શન”)માં ઉમેરવામાં આવશે.

વધુમાં, નેટ ક્યુઆઈબી ભાગનો 5% માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, અને બાકીનો નેટ ક્યુઆઈબી ભાગ મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબીને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જો માન્ય બિડ્સ ઓફર કિંમત પર અથવા તેનાથી વધુ પ્રાપ્ત થઈ રહી હોય તો. આ ઉપરાંત, ઓફરના મહત્તમ 15% બિન-સંસ્થાકીય બિડર્સ માટે પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે (જેમાંથી (1) ત્રીજા ભાગની અરજી રૂ. 0.20 મિલિયનથી વધુ અને રૂ. 1.00 મિલિયન સુધીની એપ્લિકેશન સાઈઝ ધરાવતા અરજદારો માટે આરક્ષિત રહેશે અને (2) બે તૃતીયાંશ રૂ. 1.00 મિલિયનથી વધુની એપ્લિકેશન સાઈઝ ધરાવતા અરજદારો માટે આરક્ષિત રહેશે, એ શરતે કે આવી પેટા-શ્રેણીઓમાંના કોઈપણમાંથી અનસબ્સ્ક્રાઇબ કરેલ ભાગ બિન-સંસ્થાકીય બિડર્સની અન્ય પેટા- કેટેગરીમાં અરજદારોને ફાળવવામાં આવી શકે અને ઓફરના મહત્તમ 10% સેબી આઈસીડીઆર નિયમનો અનુસાર રિટેલ વ્યક્તિગત બિડર્સ માટે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઓફર કિંમત પર અથવા તેનાથી વધુ પ્રાપ્ત થતી માન્ય બિડને આધિન છે.

એન્કર ઇન્વેસ્ટર્સ સિવાયના તમામ બિડરોએ ફરજિયાતપણે આ ઓફરમાં ભાગ લેવો આવશ્યક છે જે માત્ર બ્લોક કરેલ રકમ (“ASBA”) પ્રક્રિયા દ્વારા સમર્થિત એપ્લિકેશન દ્વારા તેમના સંબંધિત ASBA એકાઉન્ટની વિગતો આપીને (જેમ કે હવે પછી વ્યાખ્યાયિત કરવામાં આવી છે) અને યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ આઈડીની વિગતો આપીને (આરએચપીના પેજ 11 પર જણાવ્યા મુજબ), જે લાગુ પડે તે, જેના અનુસંધાનમાં તેમની અનુરૂપ બિડની રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“એસસીએસબી”) દ્વારા અથવા યુપીઆઈ મિકેનિઝમ હેઠળ સ્પોન્સર બેંક(ઓ) દ્વારા જે તે કિસ્સામાં સંબંધિત બિડની રકમની હદ સુધી બ્લોક કરવામાં આવશે. એન્કર ઈન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા ઓફરમાં ભાગ લેવાની પરવાનગી નથી. વિગતો માટે, કૃપા કરીને આરએચપીના પેજ 514 પર “ઓફર
પ્રોસીજર” શીર્ષક ધરાવતો વિભાગ જુઓ.

આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ, મોતીલાલ ઓસ્વાલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ ઓફર માટે બુક રનિંગ લીડ મેનેજર્સ (બીઆરએલએમ) છે. આ અખબારી યાદીમાં ઉલ્લેખિત તમામ કેપિટલાઇઝ્ડ શબ્દો કે જે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા નથી
તેનો સમાન અર્થ આરએચપીમાં સૂચવ્યા મુજબનો રહેશે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગોધરામાં ટોયોટાની ધમાકેદાર એન્ટ્રી, પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ભવ્ય ઉદ્ઘાટન
godhra
February 25, 2026

ગોધરામાં ટોયોટાની ધમાકેદાર એન્ટ્રી, પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ભવ્ય ઉદ્ઘાટન

ટોયોટા કિર્લોસ્કર મોટરે ગોધરામાં પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ઉદ્ઘાટન કર્યું. 7500 sq ft 3S ફેસિલિટી, Urban Cruiser Ebella, Innova Hycross, Fortuner સહિત પૂરું રેન્જ. ગુજરાતમાં 75 ટચપોઇન્ટ્સ! વધુ સુવિધા અને વિશ્વાસ સાથે ટોયોટા અનુભવ.

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ
ahmedabad
February 23, 2026

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ

ગુજરાતી ફિલ્મ સ્ટાર કરણ જોશીની હાજરીમાં દિવા સલોન મેમનગર ખાતે ત્રીજી શાખા ખુલી. હોમફર્સ્ટ ફાયનાન્સના CSR પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને બ્યુટી તાલીમ અને રોજગારી. આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી શરૂઆત.

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી
ahmedabad
February 21, 2026

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ મેગા રિટેલ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજ્યો. મહા પ્રબંધક કે. કે. કાલાની ઉપસ્થિતિમાં ₹200 કરોડની લોન મંજૂરી – વીડિયો KYC, અનક્લેમ્ડ ડિપોઝિટ અને નાણાકીય જાગૃતિ અભિયાન. ઝોનલ હેડ સુનીલ કુમાર સરકાર, રીજનલ હેડ ગૌરવ કુમાર જૈન-ચંદન કુમાર ઝા ઉપસ્થિત. વિગતો જુઓ.

Braking News

મમતા બેનર્જી દ્વારા મોડલ કોડનો ભંગ? ભાજપે ફરિયાદ દાખલ કરી
મમતા બેનર્જી દ્વારા મોડલ કોડનો ભંગ? ભાજપે ફરિયાદ દાખલ કરી
April 08, 2024

સંભવિત મોડલ કોડ ઉલ્લંઘન માટે ભાજપ દ્વારા મમતા બેનર્જી વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપોનું અન્વેષણ કરો. નોંધાયેલ ફરિયાદ અંગે માહિતી મેળવો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

નાણાકીય વર્ષ 2023 માટે મજબૂત રેવન્યૂ ગ્રોથ નોંધાયો, એમડીએફ અને લેમિનેટ બિઝનેસના વધારામાં  હિસ્સેદારી
નાણાકીય વર્ષ 2023 માટે મજબૂત રેવન્યૂ ગ્રોથ નોંધાયો, એમડીએફ અને લેમિનેટ બિઝનેસના વધારામાં હિસ્સેદારી
May 05, 2023
અફઘાન તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે સીમાપારથી ગોળીબાર
અફઘાન તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે સીમાપારથી ગોળીબાર
February 20, 2023
અસરકારક વજન ઘટાડવા માટે ફૂડ ક્રેવિંગ્સને સમજવું અને તેનું સંચાલન કરવું
અસરકારક વજન ઘટાડવા માટે ફૂડ ક્રેવિંગ્સને સમજવું અને તેનું સંચાલન કરવું
June 07, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express