દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકામાં આવેલો ઉમરિયા ડેમ ઓફરફ્લો, જેને પગલે હાઈ એલર્ટ, દશ ગામોને સાવચેતીના પગલા માટે એલર્ટ કરાયા
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ ઉમરિયા ડેમ વિસ્તારમાં ભારે વરસાદને પગલે ઓવરફ્લો થયો છે. ડેમ હવે પાણીથી ભરેલો છે અને હાલનું સ્તર હાઈ એલર્ટ સ્ટેજ પર છે.
પ્રતિનિધિ દીપક રાવલ દાહોદ:- વરસાદની આગાહીના પગલે તાજેતરમાં પડી રહેલા વરસાદના કારણે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઉમરિયા ડેમમાં ઓફરફ્લો થતા આ ડેમની પૂર્ણ સપાટી ૨૮૫.૦૦ મીટરની છે. આજની તા.૧૬/૦૯/૨૦૨૩ના રોજ બપોરે ૨:૦૦ કલાકે આ ડેમની સપાટી ૨૮૫.૦૦ મીટરે પહોંચી છે. પાણીથી હાલ ભરેલો છે. અને પાણીની આવક વધવાની શકયતાએ હાલની સપાટી હાઈ એલર્ટ સ્ટેજના લેવલે થયેલ છે.
આ શક્યતાઓને ધ્યાને લઇને જિલ્લા કલેક્ટર શ્રી ડો હર્ષિત ગોસાવી અને ડિઝાસ્ટર શાખા મામલતદાર દ્વારા ડેમના હેઠવાસના લીમખેડા તાલુકાના અગારા, આંબા, પટવાણ, ચેડીયા, ઢઢેલા, કુણધા, નિનામના ખાખરીયા, વિસંલગા, પાડોળા મળી દશ ગામોને સાવચેતીના પગલે સબંધિત સ્થાનિક લોકો ગ્રામ પંચાયત તેમજ તલાટી કમ મંત્રી, મામલતદાર, પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી છે તેમ મામલતદાર ડિઝાસ્ટરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."