વ્હાલી દીકરી યોજના હેઠળ વર્ષ ૨૦૨૪માં સુરેન્દ્રનગર જિલ્લાની ૧,૫૯૮ દીકરીઓને ૧૭.૫૭ કરોડથી વધુની સહાય મંજૂર કરાઈ
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી. આ યોજના હેઠળ દીકરીઓને વિવિધ તબક્કે કુલ રૂ. ૧,૧૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે.
સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો વિધાનસભા ગૃહમાં જવાબ આપતા મંત્રી પાનશેરિયાએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં વ્હાલી દીકરી યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪ દરમિયાન ૧,૫૯૮ દીકરીઓને કુલ રૂ. ૧૭.૫૭ કરોડથી વધુની સહાય મંજૂર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વ્હાલી દીકરી યોજનાનો લાભ મેળવવા માટે દીકરીના જન્મના એક વર્ષમાં અરજી કરવાની હોય છે. દીકરી ધોરણ-૧ માં પ્રવેશ મેળવે ત્યારે રૂ. ૪,૦૦૦, ધોરણ-૯ માં પ્રવેશ મેળવે ત્યારે રૂ. ૬,૦૦૦ અને દીકરી ૧૮ વર્ષની થાય ત્યારે રૂ. ૧,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૧,૧૦,૦૦૦ ની સહાય આ યોજના હેઠળ આપવામાં આવે છે.
રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026 માં 'આપ' 7% વધુ મત મેળવશે તો ભાજપ-કોંગ્રેસના સમીકરણો બદલાશે. જાણો ગત ચૂંટણીના ચોંકાવનારા આંકડા અને વિશ્લેષણ.
અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્ય સરકાર દ્વારા ₹60 કરોડના ખર્ચે અત્યાધુનિક 'રેનબસેરા' તૈયાર કરવામાં આવ્યું છે. 24,436 ચો.મી.માં ફેલાયેલા આ 8 માળના ભવનમાં 858 બેડની ક્ષમતા છે, જે દર્દીઓના સગા-સંબંધીઓને રહેવા માટે સુરક્ષિત આશરો પૂરો પાડશે. અહીં 280 લોકોની ક્ષમતા ધરાવતી કેન્ટીન, આધુનિક રસોડું, બેંક ATM, લોકર રૂમ અને પાર્કિંગ જેવી હાઈટેક સુવિધાઓ ઉપલબ્ધ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માર્ચ-2026ના 'રાજ્ય સ્વાગત' કાર્યક્રમમાં 'નાગરિક દેવો ભવઃ'ના અભિગમ સાથે જનતાની સમસ્યાઓ સાંભળી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાએ 100 થી વધુ, જિલ્લા કક્ષાએ 1218 અને તાલુકા કક્ષાએ 2294 રજૂઆતો પર યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ વૃદ્ધ માતાને પડતી હેરાનગતિ રોકવા, દાંતીવાડા યુનિવર્સિટીમાં બાળકો માટે શાળાનું બાંધકામ કરવા અને ખેડૂતોના જમીન સંપાદન તથા ખેતીના પ્રશ્નો ઉકેલવા વહીવટી તંત્રને સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે.