વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 2 દાયકામાં ગુજરાત બન્યું નોંધપાત્ર શહેરીકરણનું સાક્ષી
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચ, 2026ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ શહેરી વિકાસના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ઉલ્લેખનીય છે કે, તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2005ને શહેરી વર્ષ જાહેર કર્યું હતું, અને તે વર્ષ દરમિયાન શહેરી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ગુજરાતની આ શહેરી વિકાસયાત્રાને 2025માં 20 વર્ષ પૂર્ણ થયા અને આ 20 વર્ષો દરમિયાન ગુજરાત નોંધપાત્ર શહેરીકરણનું સાક્ષી બન્યું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચ, 2026ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ શહેરી વિકાસના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ઉલ્લેખનીય છે કે, તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2005ને શહેરી વર્ષ જાહેર કર્યું હતું, અને તે વર્ષ દરમિયાન શહેરી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ગુજરાતની આ શહેરી વિકાસયાત્રાને 2025માં 20 વર્ષ પૂર્ણ થયા અને આ 20 વર્ષો દરમિયાન ગુજરાત નોંધપાત્ર શહેરીકરણનું સાક્ષી બન્યું. ગુજરાતના શહેરોનો આધુનિક સમયને અનુરુપ સુગઠિત અને સુઆયોજિત વિકાસ કરવામાં આવ્યો છે. શહેરી વિકાસની આ યાત્રાને આગળ ધપાવવા અને રાજ્યમાં વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટને વેગ આપવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ગત વર્ષના બજેટમાં 2025ના વર્ષને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઊજવવાની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, શહેરી વિકાસની આ યાત્રા દરમિયાન રાજ્યના તમામ શહેરોમાં રોડ-રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ, પીવાના પાણીની પાઇપલાઇન, ગટર વ્યવસ્થા, શહેરી-બાગબગીચા જેવા અનેક નાગરિકલક્ષી કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને શહેરી વિસ્તારોમાં આવાસો પૂરા પાડવામાં આવ્યા છે. રાજ્યમાં અનેક ટાઉન પ્લાનિંગ સ્કીમોને મંજૂરી આપવામાં આવી છે, જે શહેરીકરણની પ્રક્રિયાને વેગ આપે છે. શહેરોના આયોજનપૂર્વકના વિકાસથી આજે શહેરોમાં વસતા નાગરિકો ‘ઇઝ ઓફ લિવિંગ’ નો અનુભવ કરી રહ્યા છે.
વિશાળ રોડ અને રેલવે નેટવર્ક, આંતરરાષ્ટ્રીય એર્પોર્ટ્સ તેમજ બંદરોના વિકાસ સાથે ગુજરાતમાં એક સુવિકસિત પરિવહન નેટવર્ક છે, જે નાગરિકોને ઉત્તમ કનેક્ટિવિટી સુવિધા પૂરી પાડે છે. આજે રાજ્યના શહેરી વિસ્તારોમાં વધી રહેલા વાહનવ્યવહારના સુચારુ સંચાલન માટે ઓવરબ્રિજ અને અંડરબ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં ઓવરબ્રિજ અને અંડરબ્રિજના નિર્માણ દ્વારા એક સુદ્રઢ રોડ નેટવર્ક ઊભું કરવામાં આવી રહ્યું છે, જેનાથી નાગરિકો માટે પરિવહન સરળ બની રહ્યું છે.
રાજ્યમાં દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા અત્યાધુનિક સિગ્નેચર બ્રિજ સુદર્શન સેતુનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેની સાથે એપ્રોચ રોડ તથા પાર્કિંગની સુવિધા પણ વિકસિત કરવામાં આવી છે. હવે લોકો માટે દ્વારકાથી બેટ દ્વારકા જવું ખૂબ સરળ થઈ ગયું છે. વધુમાં ગુજરાતમાં, જામનગર-ભટિંડા હાઇવે, વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે, પોરબંદર-દ્વારકા નેશનલ હાઇવે વગેરેનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે. આ ઉપરાંત, ગત વર્ષના બજેટમાં નમોશક્તિ અને સોમનાથ - દ્વારકા એક્સપ્રેસ વે, એમ બે ગ્રીનફીલ્ડ એક્સપ્રેસ વેના નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી. નમોશક્તિ એક્સપ્રેસ વે ડીસાથી પીપાવાવ સુધી નિર્માણ કરવામાં આવશે, જેની લંબાઇ 430 કિ.મીની હશે, તો સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે કુલ 680 કિ.મીનો હશે જે અમદાવાદ, રાજકોટ અને દ્વારકા આસપાસના વિસ્તારો માટેની કનેક્ટિવિટી સુગમ બનાવશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિને કારણે આજે ગુજરાતમાં મેટ્રો રેલવે દોડી રહી છે. તાજેતરમાં જ અમદાવાદ મેટ્રો ફેઝ-2 પૂર્ણ થયો છે, જેના થકી અમદાવાદ-ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત થઈ છે. સુરત મેટ્રો માટે રાજ્ય સરકાર દ્વારા 24 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપવામાં આવ્યો છે, જે પૂર્ણ થયે સુરત શહેર ટકાઉ શહેરી પરિવહનના મજબૂત વિસ્તરણનું સાક્ષી બનશે. દેશનો સૌપ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ ગુજરાતમાં ઝડપથી આગળ વધી રહ્યો છે. આ ઉપરાંત, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર, 2022માં ગુજરાતને સૌપ્રથમ નવી વંદે ભારત ટ્રેનની ભેટ આપી હતી, આજે ગુજરાતમાં 5 વંદે ભારત ટ્રેનો દોડી રહી છે. વધુમાં, અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ગુજરાતના 89 રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ થવા જઈ રહ્યો છે, જેમાંથી 18 રેલવે સ્ટેશનોનું લોકાર્પણ થઈ ચૂક્યું છે.
વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં એરપોર્ટ્સનો પણ અત્યાધુનિક વિકાસ થયો છે. ₹1405 કરોડના ખર્ચે રાજકોટમાં હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે, આ નવા એરપોર્ટના નિર્માણ પછી રાજકોટના વ્યાવસાયિક વિકાસને વેગ મળ્યો છે. આ સાથે જ, ₹3400 કરોડના ખર્ચે સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત કરવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી પહેલ ‘ઉડે દેશ કા આમ નાગરિક’ એટલે કે UDAN યોજના હેઠળ ગુજરાતમાં ભાવનગર, જામનગર, કંડલા, કેશોદ, મુંદ્રા, પોરબંદર એરપોર્ટ પર સ્થાનિક એર કનેક્ટિવિટીમાં વધારો થયો છે.
શહેરી વિસ્તારોમાં મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બહેતર બનાવવાના ઉદ્દેશથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2015માં અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (AMRUT) એટલે કે અમૃત યોજના
અમલમાં મૂકવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2021માં તેમના નેતૃત્વ હેઠળ અમૃત 2.0 યોજના અમલી કરવામાં આવી, જેનો ઉદ્દેશ શહેરોને 'જળ સુરક્ષિત' અને આત્મનિર્ભર બનાવવાનો હતો. અમૃત 2.0 હેઠળ ગુજરાતમાં શહેરી વિકાસ વર્ષ 2025 દરમિયાન પાણી પુરવઠાના ₹630.39 કરોડના પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવામાં આવ્યા હતા, જેનાથી 82,328 ઘરોને વિશ્વસનીય પાણીની પહોંચ સુનિશ્ચિત થઈ. અમૃત 2.0 ગટર વ્યવસ્થા હેઠળ ₹575.58 કરોડના પ્રોજેક્ટ્સ અમલી કરવામાં આવ્યા, જેમાં 24,206 ઘરોને આવરી લેવામાં આવ્યા. 67 MLD વધારાની ગટર શુદ્ધિકરણ ક્ષમતા અને 113.31 કિમી નવી ગટર લાઇન નાખવામાં આવી હોવાથી, નાગરિકો સ્વચ્છ વાતાવરણ અને વધુ સારા જાહેર આરોગ્ય પરિણામોનો લાભ મળી રહ્યો છે.
ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ‘સ્માર્ટ સિટી મિશન’ અંતર્ગત ગુજરાતના 6 શહેરો, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદની પસંદગી કરવામાં આવી હતી. આ 6 શહેરોમાં ₹11,507 કરોડથી વધુના 359 પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે, જેમાંથી ₹11,277 કરોડના 357 પ્રોજેક્ટ પૂર્ણ થયા છે. ₹229 કરોડના 2 પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાની તૈયારીમાં છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અમલી થયા પછી રાજ્યના શહેરી વિસ્તારોમાં વસતા ગરીબ અને નીચલા મધ્યમવર્ગીય પરિવારોનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. આ યોજના હેઠળ રાજ્યના શહેરી વિસ્તારોમાં 9,19,204 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ યોજનાના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. આ ઉપરાંત, રાજકોટ શહેરમાં લાઇટહાઉસ પ્રોજેક્ટ અંતર્ગત મોનોલિથિક કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કુલ 1144 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ની સફળતાને પગલે વર્ષ 2025માં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 જાહેર કરવામાં આવી, જેના હેઠળ 1 લાખથી વધુ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે.
ગુજરાત સરકાર દ્વારા 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓ જાહેર કરવામાં આવી, જેમાં નડિયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, નવસારી, મહેસાણા, આણંદ, વાપી અને પોરબંદરનો સમાવેશ થાય છે. આ સાથે હવે રાજ્યમાં કુલ 17 મહાનગરપાલિકાઓ થઈ છે. મહાનગરપાલિકાઓમાં શહેરી આયોજન સંગઠિત રીતે અને સુઆયોજિત હોય છે, જેનો લાભ નવી મહાનગરપાલિકાઓને મળી રહ્યો છે. આ મહાનગરપાલિકાઓમાં સંબંધિત સ્થળોના ગ્રામ્ય વિસ્તારોને ભેળવવામાં આવ્યા છે, જેનાથી તેના નાગરિકોને શહેરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
ગુજરાતના શહેરોને ફ્યુચર રેડી બનાવવા અને નાગરિકોની સુખાકારી સાથે શહેરોમાં ઇઝ ઑફ લિવિંગના વિઝનને સાકાર કરવા માટે રાજ્યના વર્ષ 2026-27ના અંદાજપત્ર અનુસાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે ₹33,504 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ બજેટ હેઠળ નાગરિક સેવાઓને વિશ્વસ્તરીય બનાવવા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ હાલની જોગવાઈમાં લગભગ 17% જેટલો વધારો કરીને ₹16,116 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં, આ વર્ષના શહેરી વિકાસના બજેટમાં આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજન માટે અમદાવાદ તથા અન્ય મોટા શહેરમાં ઓલિમ્પિક રેડી સીટી-બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમ સ્થાપી તેને આધુનિક જાહેર પરિવહન સુવિધાઓ સાથે વિકસિત કરવામાં આવશે. જેના માટે કુલ ₹1,278 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે જ, પાણી પુરવઠા, ડ્રેનેજ વ્યવસ્થા, તળાવોનો વિકાસ અને પરિવહન માળખા માટે, અમદાવાદ અને સુરત મેટ્રો વિસ્તરણ સહિત ગુજરાત મેટ્રો રેલ પ્રોજેકટ, સ્વચ્છ ભારત મિશન અર્બન વગેરે માટે શહેરી વિકાસના બજેટ અંતર્ગત જોગવાઈ કરવામાં આવી છે, જે શહેરી વિસ્તારના નાગરિકોની સુખાકારી માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના શહેરીકરણ અને આધુનિકીકરણને ધ્યાનમાં રાખીને વર્ષ 2023માં ભારતની જી-20 દેશોની અધ્યક્ષતા હેઠળ, શહેરોના વિકાસ અને આયોજન માટેની અર્બન-20 બેઠકો ફક્ત ગુજરાતમાં જ અમદાવાદ શહેર ખાતે આયોજિત કરવામાં આવી હતી, જ્યાં જી-20 દેશોના શહેરોના પ્રતિનિધિઓએ ભેગા થઈને શહેરીકરણ અંગે ચર્ચા કરી હતી.
ગુજરાતમાં થયેલું શહેરીકરણ તેની આર્થિક વૃદ્ધિ, ઔદ્યોગિક વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટી અને રાજ્ય સરકારની પહેલોનું પરિણામ છે. આ પ્રક્રિયાએ ગ્રામીણ વિસ્તારોને ધમધમતા શહેરી કેન્દ્રોમાં પરિવર્તિત કર્યા છે અને રોકાણ, વ્યવસાયો અને સ્થળાંતર કરનારાઓને આકર્ષ્યા છે. શહેરોનો વિકાસ રાજ્યમાં વિવિધ તકોને આકર્ષે છે, અને એટલે જ શહેરી વિકાસનું સંચાલન કરવું અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સુનિશ્ચિત કરવું એ નાગરિકોની સુખાકારી અને રાજ્યના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માર્ચ-2026ના 'રાજ્ય સ્વાગત' કાર્યક્રમમાં 'નાગરિક દેવો ભવઃ'ના અભિગમ સાથે જનતાની સમસ્યાઓ સાંભળી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાએ 100 થી વધુ, જિલ્લા કક્ષાએ 1218 અને તાલુકા કક્ષાએ 2294 રજૂઆતો પર યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ વૃદ્ધ માતાને પડતી હેરાનગતિ રોકવા, દાંતીવાડા યુનિવર્સિટીમાં બાળકો માટે શાળાનું બાંધકામ કરવા અને ખેડૂતોના જમીન સંપાદન તથા ખેતીના પ્રશ્નો ઉકેલવા વહીવટી તંત્રને સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે.
અમદાવાદ રેલવે મંડળની નાગરિક સુરક્ષા વિંગ દ્વારા ૨૦ માર્ચ, ૨૦૨૬ના રોજ ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન ખાતે "સિવિલ ડિફેન્સ એન્યુઅલ ડે" ની શાનદાર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી ઉમેશ પ્રસાદે પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
ગુજરાત સ્થાનિક ચૂંટણી 2026 ઉમેદવાર યાદી જાહેર: અમરેલીમાં કેજરીવાલની સભા.