Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ખેડૂતોનો અનોખો વિરોધ: જસદણમાં AAP નેતા પ્રવીણ રામે ખેતરમાં પાકની હોળી કરી સરકારને પડકારી

ખેડૂતોનો અનોખો વિરોધ: જસદણમાં AAP નેતા પ્રવીણ રામે ખેતરમાં પાકની હોળી કરી સરકારને પડકારી

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે રાજકોટ જિલ્લાના જસદણના આંબડી ગામે ખેડૂતો સાથે મળીને ખેતરમાં પકવેલા પાક અને સરકારના બજેટના કાગળિયાની હોળી કરી સાંકેતિક વિરોધ દર્શાવ્યો હતો. 'પરિવર્તન લાવો, કિસાન બચાવો' યાત્રા દરમિયાન ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે પાક પકવ્યા બાદ પણ યોગ્ય વળતર મળતું નથી. આ વિરોધ પ્રદર્શન દ્વારા સરકાર સુધી ખેડૂતોની નારાજગીનો સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખેડૂતોના પ્રશ્નો અને બજેટમાં કરવામાં આવેલી અવગણના વિશેની સંપૂર્ણ વિગતો જાણવા માટે આ અહેવાલ વાંચો.

Ahmedabad March 02, 2026
ખેડૂતોનો અનોખો વિરોધ: જસદણમાં AAP નેતા પ્રવીણ રામે ખેતરમાં પાકની હોળી કરી સરકારને પડકારી

ખેડૂતોનો અનોખો વિરોધ: જસદણમાં AAP નેતા પ્રવીણ રામે ખેતરમાં પાકની હોળી કરી સરકારને પડકારી

અમદાવાદ/રાજકોટ/ગુજરાત : આમ આદમી પાર્ટી ફ્રન્ટલ પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે જસદણમાં ખેડૂતો સાથે કંઈક અલગ રીતે હોળી મનાવી હતી.AAP નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે અત્યારે જે “પરિવર્તન લાવો, કિસાન બચાવો” યાત્રા સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરી રહી છે, સોમનાથથી શરૂ થઈ યાત્રા આજે રાજકોટ જિલ્લાના જસદણ ગામના આંબડી ગામે પહોંચી છે. આજે હોળીનો તહેવાર છે. આ ગામમાં અમારી એક ચૌપાલ બેઠક હતી. આ ચૌપાલ બેઠકની અંદર ગામના અમુક ખેડૂતોએ અમારી સામે એવી ઇચ્છા વ્યક્ત કરી કે, ગમે તે પાક વાવીએ પરંતુ કંઇ વળતર મળતું નથી. આ સરકારમાં ભાવ વધતા નથી. ગમે તે કરીએ, અંતે સરવાળે બધું હતું ત્યાં જ રહે છે. એક-બે ખેડૂતોએ એવી ઇચ્છા વ્યક્ત કરી કે અમારે અમારા ખેતરે ચણા વાવ્યા છે. આજે હોળીનો તહેવાર છે, તો ચણાનો ઢગલો કરીને અમે ચણા બાળી સાંકેતિક રીતે હોળી ઉજવીશું. સરકાર સુધી વાત પહોંચાડવી છે કે અમને ભાવ નથી મળતા, એટલા માટે આ રીતે અમે હોળી કરીએ છીએ 

પ્રવીણ રામે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોની ઇચ્છાને માન આપીને ગામના જનકભાઈના ખેતરે આવ્યા છીએ. ખેડૂતોને ભાવ મળતા નથી એટલે હોળીનો તહેવાર આ રીતે ઉજવવાનું આયોજન કર્યુ છે. એટલે અમે એમની લાગણીના આધારે અહીં આવ્યા છીએ. સરકારે બજેટમાં ખેડૂતને કંઈ આપ્યું નથી. એટલે આજે ખેડૂતોના કહેવા મુજબ બજેટના કાગળ પણ હોળીમાં હોમીશું. બજેટના કાગળ અમે હોળીમાં નાખવાના છીએ એટલે સરકારને ખ્યાલ આવે, ખબર પડે કે બજેટમાં ગુજરાતના ખેડૂતોને કંઇ મળ્યું નથી. આ થકી આખા ગુજરાતના ખેડૂતો સુધી સરકારને સંદેશ મોકલવા માંગીએ છીએ.

આમ આદમી પાર્ટી ગુજરાત

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ભાજપને ફંડ, ખેડૂતોને દંડ, પ્રવીણ રામનો જસદણમાં ધમાકેદાર આરોપ
ahmedabad
March 02, 2026

ભાજપને ફંડ, ખેડૂતોને દંડ, પ્રવીણ રામનો જસદણમાં ધમાકેદાર આરોપ

પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા જસદણ પહોંચી. પ્રવીણ રામે ભાજપ પર ભ્રષ્ટાચાર અને ખેડૂતો પર દંડ-દરોડાના આરોપ લગાવ્યા. સિંચાઈ, વીજળી, પાક ભાવના મુદ્દા ઉઠાવ્યા. 8 માર્ચે અરવિંદ કેજરીવાલ સાથે મહાસભા.

AAP નેતા પ્રવિણ રામ અને જીગીશા પટેલે સભા દરમિયાન ભાજપ પર કર્યા આકરા પ્રહાર
ahmedabad
March 02, 2026

AAP નેતા પ્રવિણ રામ અને જીગીશા પટેલે સભા દરમિયાન ભાજપ પર કર્યા આકરા પ્રહાર

AAPની પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા રાજકોટ-ગોંડલ પહોંચી. પ્રવિણ રામે ખેડૂતો પર પોલીસ અત્યાચાર અને જીગીશા પટેલ પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો. ભાજપ પર ભ્રષ્ટાચારના આરોપો, ગુજરાતના ખેડૂતો માટે ન્યાયની માંગ.

ત્રણ માર્ચે ગ્રહણના દિવસે AAP કાર્યકર્તાઓ તમામ બૂથ પર હનુમાન ચાલીસાના પાઠ કરશે: મનોજ સોરઠીયા
ahmedabad
February 28, 2026

ત્રણ માર્ચે ગ્રહણના દિવસે AAP કાર્યકર્તાઓ તમામ બૂથ પર હનુમાન ચાલીસાના પાઠ કરશે: મનોજ સોરઠીયા

આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જાહેરાત કરી છે કે 3 માર્ચના ગ્રહણના દિવસે ગુજરાતભરમાં AAP કાર્યકર્તાઓ હનુમાન ચાલીસાના પાઠ કરશે. અરવિંદ કેજરીવાલ અને અન્ય નેતાઓ નિર્દોષ જાહેર થતા તેને સત્યની જીત ગણાવી ભગવાનનો આભાર વ્યક્ત કરવામાં આવશે.

Braking News

શ્વેતા તિવારીએ વારંવાર લગ્ન તૂટવા અંગે કહી આ વાત
શ્વેતા તિવારીએ વારંવાર લગ્ન તૂટવા અંગે કહી આ વાત
July 09, 2024

અભિનેત્રી શ્વેતા તિવારીની અંગત જિંદગી ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. અભિનેત્રીએ બે વાર લગ્ન કર્યા, પરંતુ બંને અસફળ રહ્યા. તાજેતરમાં તેણે બ્રેકઅપ અને છૂટાછેડા વિશે ખુલીને વાત કરી છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

પીએમ મોદી 'યુવા શક્તિનો ઉપયોગ' વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે
પીએમ મોદી 'યુવા શક્તિનો ઉપયોગ' વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે
February 24, 2023
ક્રાંતિથી આક્રોશ સુધી: વિશ્વને હચમચાવી દેતા વિવાદાસ્પદ ખુલાસાઓનું અનાવરણ
ક્રાંતિથી આક્રોશ સુધી: વિશ્વને હચમચાવી દેતા વિવાદાસ્પદ ખુલાસાઓનું અનાવરણ
May 17, 2023
ઈન્ફલ્યુએન્ઝા H3N2: મોસમી ફ્લૂની ગંભીર ગૂંચવણોનું જોખમ કોને?
ઈન્ફલ્યુએન્ઝા H3N2: મોસમી ફ્લૂની ગંભીર ગૂંચવણોનું જોખમ કોને?
March 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express