સુરતમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભામાં અભૂતપૂર્વ જનમેદની ઉમટી
ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, ચૈતર વસાવા, મનોજ સોરઠીયા સહિત કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં જનમેદની ઉમટતા ભાજપ બેડામાં ફફડાટ. જનસભામાં ઉમટેલી જનમેદની પરિવર્તનનો સંકેત, તમારા આર્શીવાદનો એક હાથ અમારા માથા પર પડશે તો ગુજરાતની કાયાપલટ થઈ શકે છે : ગોપાલ ઇટાલિયા
અમદાવાદ / સુરત/ ગુજરાત : આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં "પરિવર્તન સભા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક, સુરત શહેર વિપક્ષ નેતા પાયલ સાકરીયા, નવસારી લોકસભા ઇન્ચાર્જ પંકજ તાયડે, સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી અને સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.
સુરતના ગોડાદરા ખાતે વિશાળ "પરિવર્તન સભા"માં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સુરતની જનતા સમક્ષ પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા જ્યારે હું સુરતમાં આવ્યો હતો ત્યારે મેં જોયું હતું કે સારા સારા બંગલાઓમાં પણ પાણી ભરાઈ ગયા હતા. તો સુરતનું ₹10,000 કરોડનું બજેટ છે, આ ₹10,000 કરોડનું બજેટ કોણ ખાઈ જાય છે? અમે ખેડૂતો, ગરીબો, મધ્યમવર્ગ, દલિત, આદિવાસી, વંચિત, યુવાનો અને મહિલાઓનો અવાજ બનીએ છીએ એટલા માટે ભાજપના પેટમાં દુખે છે. કતલખાનાઓ ચલાવનારા લોકોના ફંડથી કમલમ બન્યા છે. સૌરાષ્ટ્રના ખેડૂતો રોજગારી માટે સુરત આવે છે અને બીજી બાજુ સુરતમાં રત્ન કલાકારો પાસે પોતાના બાળકોની ફી ભરવાના પણ પૈસા નથી. પણ હવે મને પૂરો વિશ્વાસ છે કે 2027માં સુરતની જનતા સુરતમાં ભાજપની એક પણ સીટ આવવા નહીં દે. સુરતમાંથી ભાજપના સૂપડાં સાફ થવાના છે.
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે ભાજપના લોકો એવું ઈચ્છે છે કે તમારા બાળકોના હાથમાં દારૂ અને ડ્રગ્સ, છરા અને તલવારો હોય. અમે ઈચ્છીએ છીએ કે તમારા બાળકોના હાથમાં કમ્પ્યુટર અને લેપટોપ હોય, તેમને સારી શિક્ષા મળે. કોઈ ડોક્ટર બને, કોઈ ઈજનેર બને, કોઈ ઈન્સ્પેક્ટર બને. આ લડાઈ બે વિચારધારાઓ વચ્ચે છે. એક એવી પાર્ટી છે જે તમારા બાળકોને ખોટા રસ્તે દોરવા માગે છે, અને બીજી આમ આદમી પાર્ટી છે જે તમારા બાળકોને આગળ વધારવા માગે છે. હવે નિર્ણય તમારે કરવો છે કે તમારે આશીર્વાદ કઈ પાર્ટીને આપવા. જ્યારે સત્તા ખૂબ શક્તિશાળી બની જાય છે, ત્યારે તે તાનાશાહ બની જાય છે, સૌથી પહેલા જનતાને નહીં, પરંતુ વિરોધ પક્ષને ખતમ કરે છે. વિરોધ નહીં રહે તો તમારો અવાજ ઉઠાવનાર કોઈ નહીં રહે. એટલા માટે એવું ન વિચારો કે “શ્રવણ જોશી જેલમાં છે તો મને શું?”, “ગોપાલ ઇટાલિયાને ગાળો આપી તો મને શું?” એ વિચારો કે જો વિરોધ પક્ષની દિવાલ તૂટી જશે તો આવતીકાલે આ તાનાશાહી સત્તાનો પંજો તમારા સુધી પણ આવી શકે છે. AAP નેતાઓ પર દયા ન ખાવ, અમને મત ન આપો તો ચાલશે, પરંતુ તમારા બાળકોના ભવિષ્ય વિશે તો વિચારો. જો ભાજપની સરકાર આવતી જ રહી તો તમારા બાળકોનું ભવિષ્ય શું થશે? ચારેય બાજુ દારૂના અડ્ડા ખુલ્લા છે, કોઈ પૂછતું નથી. પરંતુ જો તમે ખોટી રીતે ગાડી પાર્ક કરો તો આખું તંત્ર જાગી જાય છે. આ કેવી વ્યવસ્થા છે? આજની જનસભામાં તમારી હાજરી બતાવે છે કે કંઈક મોટો બદલાવ થવાનો છે. રાત્રે 10 વાગ્યા સુધી માતાઓ, બહેનો, વેપારીઓ અહીં બેઠા છે, આ સામાન્ય વાત નથી. આ પરિવર્તનનો સંકેત છે. સામાન્ય માણસનું ભલુ કરવા માટે આમ આદમી પાર્ટી રાજકારણમાં આવી છે. તમારા આર્શીવાદનો એક હાથ અમારા માથા પર પડશે તો ગુજરાતની કાયાપલટ થઈ શકે છે.
AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ પરિવર્તન સભામાં ભાજપ પર આકાશ પ્રહાર કરતાં કહ્યું હતું કે, આજે ભાજપના શાસનમાં ભાજપના ધારાસભ્યોનો જ અવાજ સાંભળવામાં આવતો નથી, તો સામાન્ય જનતાનો અવાજ કોણ સાંભળશે? જો કોઈ સરકારને સવાલ કરે છે તો ભાજપના નેતાઓ સવાલ કરનારને ડરાવે ધમકાવે છે અને પોલીસનો દુરુપયોગ કરે છે. શ્રવણભાઈ જોશીએ સુરતના લોકો માટે અવાજ ઉઠાવ્યો, માટે ભાજપે તેમના પર ખોટો કેસ કરીને તેમને જેલમાં મોકલ્યા. તો અમે ભાજપની આ તાનાશાહી સામે લડીશું. આ સભામાં ઉપસ્થિત હજારો લોકોને હું સલામ કરવા માગું છું કારણ કે તેઓએ ભાજપની ગુંડાગીરીથી ડર્યા વગર સભામાં આવીને ભાજપના લોકોના ગાલ પર તમાચો માર્યો છે. અમે ભાજપની નિમ્ન કક્ષાની રાજનીતિ સામે લડીશું અને જનતાની ન્યાય અપાવીશું. અરવિંદ કેજરીવાલજી અને ઈસુદાન ગઢવીજીના માર્ગદર્શનમાં સમગ્ર ગુજરાતમાં પરિવર્તન આવવા જઈ રહ્યું છે.
વિશાળ જનમેદનીને સંબોધન કરતા આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા જણાવ્યું હતું કે અહીં બેઠેલા સૌ લોકોએ ક્યારેકને ક્યારેક ભાજપને મત આપ્યા હશે. પરંતુ આજે એ ભાજપ રહી નથી જેને તમે મત આપ્યા હતા. આજે ગુંડાઓ, દારૂ માફિયા અને ડ્રગ્સ માફિયાઓની પાર્ટી બની ગઈ છે. એટલા માટે આપણે મુશ્કેલીઓ વેઠી રહ્યા છીએ. આમ આદમી પાર્ટી સામાન્ય જનતાની વાત કરી રહી છે, અને ભાજપે આમ આદમી પાર્ટીના નેતાઓને બેનરમાં ટોપી લગાવીને અમારો વિરોધ કર્યો. અત્યાર સુધી આ વિસ્તારમાં ભાજપથી લોકો ડરતા હતા પરંતુ આજની સભામાં ઉમટેલી જનમેદની સાબિત કરે છે કે હવેથી અહીં ભાજપનાં એક એક કાર્યકર્તાઓ ડરશે, ભાજપનાં ગુંડાઓ ડરશે. જે ભ્રષ્ટાચાર કરે છે, લોકોને દબાવે છે, તેવા લોકો જેલમાં હોવા જોઈએ. પરંતુ આજે અમારા રાજુભાઈ કરપડા, પ્રવીણ રામ અને શ્રવણ જોશી જેલમાં છે. આમ આદમી પાર્ટી તમારી જેલ,લાઠી કે ગોળીથી ડરતી નથી. જો તમારા આશીર્વાદ રહ્યા તો આવનારી ચૂંટણીમાં સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીની જીત નક્કી છે. હું દાવા સાથે કહી શકું છું કે આવનારા દિવસોમાં ભાજપના બધા જ ભ્રષ્ટાચારી નેતાઓ જેલમાં હશે.
આમ આદમી પાર્ટી ગુજરાત
સુરત ખજોદ ડમ્પિંગ સાઇટ પર ભયાનક આગ: AAP પાયલ સાકરીયાએ મનપા બેદરકારી અને 300 કરોડ કચરા કૌભાંડનો ખુલાસો કર્યો. 15 દિવસની ચેતવણી પછી પણ કાર્યવાહી નહીં, ભાજપ કોન્ટ્રાક્ટરને બચાવવાનો આરોપ. સ્વતંત્ર તપાસ અને કાર્યવાહીની માંગ. વિગતો જુઓ.
AAP નેતા પિયુષ પરમારે SIRમાં મતદારોના નામ કાપવા મુદ્દે ચોંકાવનારો ખુલાસો કર્યો: ભાજપે 12 લાખ+ ફોર્મ ભરી સામાન્ય મતદારોનો અધિકાર છીનવ્યો. એક નામે 800+ અરજીઓ, કાર્યકર્તાઓને ખબર નહીં. પુરાવા સાથે આરોપ, ચૂંટણી પંચને જવાબદારી. તાજા અપડેટ જુઓ.
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં નવું અભિયાન શરૂ કર્યું: “ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપનું”. ગોપાલ ઇટાલીયાએ ભાજપની બાપ-બેટાની રાજનીતિ, બુલડોઝર દાદાગીરી અને શોષણ પર આકરા પ્રહાર કર્યા. ગલી-ગલી પહોંચશે AAP, પીડિતોની સાથે છે. તાજા અપડેટ જુઓ.