Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • 'ઈઝ ઓફ લિવીંગ’ના વિઝનને ચરિતાર્થ કરતો રાજકોટનો શહેરી વિકાસ

'ઈઝ ઓફ લિવીંગ’ના વિઝનને ચરિતાર્થ કરતો રાજકોટનો શહેરી વિકાસ

રાજકોટમાં ‘ઈઝ ઓફ લિવિંગ’નું નવું યુગ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કન્વેન્શન સેન્ટર, લાયન સફારી પાર્ક, 50 MLD ફિલ્ટર પ્લાન્ટ અને 1010 EWS આવાસોનું નિર્માણ ઝડપથી આગળ વધી રહ્યું. ₹119 કરોડના આવાસોમાં રૂફટોપ સોલાર, ઓટો લિફ્ટ, ફાયર સિસ્ટમ સહિત સુવિધાઓ – વિગતો જુઓ.

Rajkot February 21, 2026
'ઈઝ ઓફ લિવીંગ’ના વિઝનને ચરિતાર્થ કરતો રાજકોટનો શહેરી વિકાસ

'ઈઝ ઓફ લિવીંગ’ના વિઝનને ચરિતાર્થ કરતો રાજકોટનો શહેરી વિકાસ

વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના મંત્રને ચરિતાર્થ કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં શહેરોના સર્વાંગી વિકાસ માટે વિવિધ પરિયોજનાઓ ઝડપથી આગળ વધી રહી છે. રાજ્યના મહત્વપૂર્ણ એવા રાજકોટ શહેરમાં પણ આગામી સમયમાં વિવિધ પરિયોજનાઓથી ‘ઇઝ ઓફ લિવીંગ’ ને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવાસ, પુલ અને માર્ગ સહિતના વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ વેગવાન બન્યું છે. તેના પરિણામે આગામી દિવસોમાં રાજકોટવાસીઓને નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ફિલ્ટર પ્લાન્ટ અને લાયન સફારી પાર્ક જેવી સુવિધાઓની ભેટ મળશે.  

રાજકોટને મળશે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને આવાસોની સુવિધા

ગુજરાત સરકારના શહેરી વિકાસ વર્ષ 2025 અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.17માં આંતરરાષ્ટ્રીય કક્ષાનો અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ઓલમ્પિક્સ તથા કોમનવેલ્થ ગેમ્સની રમતોને ધ્યાનમાં રાખીને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની આંતરરાષ્ટ્રીય કક્ષાની ડિઝાઇન અને સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. આ કોમ્પ્લેક્સ તૈયાર થયા બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેલાડીઓને ઉચ્ચ કક્ષાની તાલીમ, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પર્ધાત્મક વાતાવરણ ઉપલબ્ધ થશે.
નાગરિકોને વાજબી કિંમતે આવાસ મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ₹119 કરોડથી વધુના ખર્ચે રેલનગર વિસ્તારમાં EWS- II પ્રકારના 1010 આવાસોની કામગીરી પૂર્ણતાના આરે છે. આવાસ યોજનામાં રૂફટોપ સોલાર સિસ્ટમ, પાણીની લાઈન, ડ્રેનેજ સિસ્ટમ, ગેસ પાઈપ લાઈન, ઓટો ડોર લિફ્ટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, ઓટો DG જનરેટર સેટ્સ, ફાયર ટેંક તથા ફૂલપ્રૂફ ફાયર સિસ્ટમ, ચિલ્ડ્રન પ્લે એરિયા સહિતની સુવિધાઓ આપવામાં આવી છે. આ આવાસ યોજના ઇન્ટીગ્રેટેડ ઇન્ક્લુંઝીવ રીતે પ્લાન કરવામાં આવી છે, જેમાં આંગણવાડી તેમજ શોપિંગ સેન્ટરની સુવિધાઓ પણ ઉપલબ્ધ બનશે.

અત્યાધુનિક કન્વેન્શન સેન્ટર અને સ્માર્ટ સીટી ખાતે અત્યાધુનિક વર્કિગ વિમેન હોસ્ટેલ

રાજકોટ એ સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક હબ પણ છે. ઓટો એન્જીન્યરિંગ સહિત અનેક ક્ષેત્રે MSME ઉદ્યોગોની આગવી ભૂમિકા રહેલી છે. રાજકોટના આંગણે આગામી સમયમાં આધુનિક કન્વેન્શન સેન્ટરના નિર્માણ માટે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. સ્માર્ટ સીટી વિસ્તાર ખાતે અત્યાધુનિક વર્કિગ વિમેન હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે, જેના માટે ₹49 કરોડની રકમ ફાળવવામાં આવી છે. આ હોસ્ટેલ નિર્માણની કામગીરી અત્યારે પ્રગતિમાં છે.

ફિલ્ટર પ્લાન્ટ અને પમ્પિંગ સ્ટેશનની સુવિધાઓ

રાજકોટના વિસ્તરણ સાથોસાથ પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા માટે ન્યારા ખાતે 50 MLD ક્ષમતાનો ફિલ્ટર પ્લાન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેના માટે આ વિસ્તારમાં 342.72 લાખ લીટરની ક્ષમતાનો અન્ડરગ્રાઉન્ડ સંપ (અંડરગ્રાઉન્ટ સ્ટોરેજ સુવિધા) તેમજ પમ્પહાઉસની કામગીરી ચાલુ છે. તે સિવાય માધાપર વિસ્તારમાં ₹31.75 કરોડના ખર્ચે 24.19 MLનો ગ્રાઉન્ડ સર્વિસ રિઝર્વોયર (જમીન પર પાણી સંગ્રહ  માટેની ટાંકી) અને 3 MLનો એલિવેટેડ સર્વિસ રિઝર્વોયર (ઉંચાઇ પર પાણીની ટાંકી)ની સુવિધાઓ વિકસિત કરવામાં આવી રહી છે અને પમ્પિંગ સ્ટેશનની કામગીરી શરૂ છે.

લાયન સફારી પાર્ક બનશે આકર્ષણનું કેન્દ્ર

શહેરના પ્રવાસન વિકાસ તથા પ્રાકૃતિક પર્યાવરણના સંરક્ષણને ધ્યાને રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાયન સફારી પાર્ક પ્રોજેક્ટની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. લાયન સફારી પાર્ક પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં કમ્પાઉન્ડ દિવાલ, પ્રાણીઓ તથા મુલાકાતીઓની સલામતીને ધ્યાનમાં રાખી 5 મીટર ઊંચાઈની ચેઇનલીંક ફેન્સિંગ દિવાલની કામગીરી, પ્રાણીઓ માટે આવશ્યક સુવિધાઓ પૂરું પાડવા હેતુથી નાઇટ શેલ્ટર, પાર્કના આંતરિક વિસ્તારમાં સરળ અવરજવર માટે ઇન્ટરનલ રોડ બનાવવાની કામગીરી તેમજ પાર્ક વિસ્તારની બહાર ઇન્સ્પેકશન રોડનું બાંધકામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. લાયન સફારી પાર્ક આગામી દિવસોમાં શહેરીજનો માટે એક નવું આકર્ષણનું કેન્દ્ર બનશે.

રાજકોટ શહેરને વધુ ઉન્નત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અવિરત પ્રયાસો કરવામાં આવ્યા છે. અટલ સરોવર, એઈમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, વિવિધ ફ્લાયઓવર સહિતના વિવિધ વિકાસ પ્રકલ્પો થકી રાજકોટની કાયપલટ થઈ છે અને શહેરીજનોની સુખાકારીમાં વધારો થયો છે. આ તમામ વિકાસકાર્યો શહેરીજનોની સુખાકારી વધારવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ખેડુતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરાશે
rajpipla
February 21, 2026

રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ખેડુતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરાશે

નર્મદા જિલ્લામાં રવિ માર્કેટીંગ સીઝન 2026-27: ઘઉંની લઘુત્તમ ટેકાના ભાવે ₹2,585/- પ્રતિ ક્વિન્ટલ ખરીદી શરૂ. 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી VCE મારફતે ઓનલાઈન નોંધણી, ખરીદી 4 માર્ચથી 15 મે સુધી. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત – જરૂરી દસ્તાવેજો: આધાર, 7/12, 8/અ, બેંક વિગતો. હેલ્પલાઇન 8511171718/19. વિગતો જુઓ.

નર્મદા જિલ્લા ઈન્ચાર્જ ક્લેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
rajpipla
February 21, 2026

નર્મદા જિલ્લા ઈન્ચાર્જ ક્લેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

નર્મદા જિલ્લાના વિકાસ કાર્યોને વધુ ગતિશીલ બનાવવા અને પ્રજાના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.વી.વાળાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.

ગુજરાતમાં મોટો માર્ગ અકસ્માત, વલસાડના કુંભ ઘાટમાં કાર-ટ્રક ટક્કરમાં 7 મોત
valsad
February 20, 2026

ગુજરાતમાં મોટો માર્ગ અકસ્માત, વલસાડના કુંભ ઘાટમાં કાર-ટ્રક ટક્કરમાં 7 મોત

વલસાડ જિલ્લાના કપરાડા કુંભ ઘાટમાં કાર-ટ્રક ભયાનક ટક્કરમાં 7 લોકોનાં મોત! 5 ઘટનાસ્થળે, 2 હોસ્પિટલમાં મૃત્યુ – 1 મહિલા, 1 યુવતી સહિત 7 મૃતકો. પ્રાથમિક તપાસમાં ઝડપ અને બેદરકારી આરોપ – પોલીસ-રાહત ટીમો ઘટનાસ્થળે, તપાસ ચાલુ. વિગતો જુઓ.

Braking News

ઝી એન્ટરટેઈનમેન્ટના શેરમાં તીવ્ર વધારો થયો, સોની સાથેનો વિવાદ ઉકેલાયો
ઝી એન્ટરટેઈનમેન્ટના શેરમાં તીવ્ર વધારો થયો, સોની સાથેનો વિવાદ ઉકેલાયો
August 27, 2024

Zee Entertainment Enterprises અને Sony Pictures Networks India એ પ્રસ્તાવિત $10 બિલિયનના વિલીનીકરણની સમાપ્તિ સંબંધિત વિવાદોને ઉકેલ્યા છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

 વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
April 01, 2023
ગ્લો-ઇન-ધ-ડાર્ક એનિમલ્સ: બાયોલ્યુમિનેસેન્સની વિચિત્ર અને અદ્ભુત દુનિયાની શોધ
ગ્લો-ઇન-ધ-ડાર્ક એનિમલ્સ: બાયોલ્યુમિનેસેન્સની વિચિત્ર અને અદ્ભુત દુનિયાની શોધ
March 05, 2023
તણાવના સમયે મહિલાઓ ચિપ્સ, આઈસ્ક્રીમ અને ફાસ્ટ ફૂડ તરફ કેમ વળે છે
તણાવના સમયે મહિલાઓ ચિપ્સ, આઈસ્ક્રીમ અને ફાસ્ટ ફૂડ તરફ કેમ વળે છે
July 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express