Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગાંધીનગરમાં સરકારી ભયજનક આવાસો બાબતે તાકીદની જાહેર ચેતવણી

ગાંધીનગરમાં સરકારી ભયજનક આવાસો બાબતે તાકીદની જાહેર ચેતવણી

માર્ગ અને મકાન વિભાગ દ્વારા સદરહું ભયજનક આવાસ ખાલી કરવા બાબતે વખતોવખત નોટીસ આપવામાં આવેલ છે. રહેવાસીઓને વૈકલ્પિક આવાસોની ઉપલબ્ધતા મુજબ આવાસ ફાળવવામાં આવેલ હોય કે ન હોય, તેમના કબજા હેઠળનું ભયજનક આવાસ તાકીદે ખાલી કરવા ચેતવણી આપવામાં આવે છે.

Gandhinagar May 28, 2024
ગાંધીનગરમાં સરકારી ભયજનક આવાસો બાબતે તાકીદની જાહેર ચેતવણી

ગાંધીનગરમાં સરકારી ભયજનક આવાસો બાબતે તાકીદની જાહેર ચેતવણી

પાટનગર યોજના વિભાગના કાર્યપાલક ઈજનેરની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ગાંધીનગરમાં વિવિધ સેક્ટરો જેમાં સેક્ટર-૬ માં કુલ-૫૧ આવાસ, સેક્ટર-૭ માં કુલ-૧૩૨ આવાસ,સેક્ટર-૧૨ માં કુલ-૧૫ આવાસ, સેક્ટર-૧૩ માં કુલ-૭ આવાસ, સેક્ટર-૧૬ માં કુલ-૩૮ આવાસ, સેક્ટર-૧૭ માં કુલ-૭૩ આવાસ, સેક્ટર-૧૯ માં કુલ-૨ આવાસ, સેક્ટર-૨૦ માં કુલ-૯૪ આવાસ, સેક્ટર-૨૧ માં કુલ-૧૩૮ આવાસ, સેક્ટર-૨૨ માં કુલ- ૧૭૭ આવાસ, સેક્ટર-૨૩ માં કુલ-૧૫૩ આવાસ, સેક્ટર-૨૪ માં કુલ-૨૦ આવાસ, સેક્ટર-૨૮ માં કુલ-૧૫૫ આવાસ, સેક્ટર-૨૯ માં કુલ-૧૬૦ આવાસ, સેક્ટર-૩૦ માં કુલ-૬૦ આવાસ, આમ કુલ ૧૨૭૫ ભયજનક/જર્જરીત જાહેર કરેલ સરકારી આવાસોમાં રહેતા વસાહતીઓને આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઇ, જાહેર ચેતવણી આપવામાં આવે છે કે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા સદરહું ભયજનક આવાસ ખાલી કરવા બાબતે વખતોવખત નોટીસ આપવામાં આવેલ છે. રહેવાસીઓને વૈકલ્પિક આવાસોની ઉપલબ્ધતા મુજબ આવાસ ફાળવવામાં આવેલ હોય કે ન હોય, તેમના કબજા હેઠળનું ભયજનક આવાસ તાકીદે ખાલી કરવા ચેતવણી આપવામાં આવે છે.
 
જો ભયજનક/જર્જરીત આવાસ ખાલી કરવામાં નહી આવે તો જે-તે કબજેદાર સામે સરકારશ્રીના નિયમોનુંસાર તેઓ વિરૂધ્ધ “ગુજરાત પબ્લિક એન્ડ પ્રિમાઇસીસ (ઇવિક્શન ઓફ અન ઓથોરાઇઝડ ઓક્યુપન્ટ) એક્ટ, ૧૯૭૨” હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આવા ભયજનક આવાસોમાં કોઇ પણ વ્યક્તિઓએ પ્રવેશ કરવો નહી, વસવાટ કે અન્ય ઉપયોગ કરવો નહી, તેમજ આવા ભયજનક જણાતા આવાસની આસપાસ અવર-જવર કરવી નહી તથા આજુ બાજુ આવાસોના ઉપયોગ કર્તાઓએ સાવચેતીના ભાગરૂપે પૂરતી કાળજી રાખવી.   
 
સદર ભયજનક આવાસમાં રહેતા વસાહતીઓને કોઇ પણ જાનમાલનું નુકશાન થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી આવા આવાસોના કબજેદાર/સબંધિત હિત ધરાવતા તમામ વ્યક્તિઓની રહેશે. જેની તમામે ગંભીર નોંધ લેવી. વધુ આ બાબતે GPMC એક્ટ મુજબ સરકારી આવાસો ખાલી કરવા બાબતેની કાર્યવાહી હાથ ધરવા કમિશનરશ્રી, ગાંધીનગર મહાનગરપાલિકાને યાદી સોંપેલ છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ
ahmedabad
February 24, 2026

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ

નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.

Braking News

શ્રી આશિષ બંસલ ઉત્તરપૂર્વ સરહદી રેલ્વે (બાંધકામ સંગઠન) ના નવા જનરલ મેનેજર બન્યા
શ્રી આશિષ બંસલ ઉત્તરપૂર્વ સરહદી રેલ્વે (બાંધકામ સંગઠન) ના નવા જનરલ મેનેજર બન્યા
February 18, 2026

ઉત્તરપૂર્વ સરહદી રેલ્વે (બાંધકામ)ના નવા જનરલ મેનેજર બન્યા શ્રી આશિષ બંસલ (1989 બેચ IRSSE)! રેલ્વે બોર્ડ, RDSO, IRCON CMD અને ધનબાદ DRM તરીકેનો વ્યાપક અનુભવ. સિક્કિમ સહિત NE રાજ્યોમાં ટ્રેક-બ્રિજ બાંધકામની જવાબદારી સંભાળી. વિગતો જુઓ.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

શું ભારતમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવો જરૂરી છે?
શું ભારતમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવો જરૂરી છે?
June 26, 2023
શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
February 20, 2023
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની દારૂની આબકારી નીતિ કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવશે
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની દારૂની આબકારી નીતિ કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવશે
February 24, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express