ગુજરાતમાં ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા સંપન્ન, 9,09,900 શ્રદ્ધાળુઓએ કરી મા નર્મદાની પરિક્રમા
ગુજરાત સરકાર, યાત્રાધામ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રની સગવડોથી પરિક્રમાર્થીઓની સંખ્યા વધી, ગત વર્ષની સરખામણીએ અંદાજે 4 ગણા વધુ પરિક્રમાર્થીઓ ઉમટ્યા.
ગુજરાતમાં દર વર્ષે ફાગણ વદ અમાસથી ચૈત્ર વદ અમાસ એટલે કે એક મહિના માટે યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા તાજેતરમાં જ સંપન્ન થઈ છે. નર્મદા જિલ્લામાં આ પરિક્રમા ગત 29 માર્ચ, 2025ના રોજ શરૂ થઈ હતી અને તાજેતરમાં 27 એપ્રિલ, 2025ના રોજ પૂર્ણ થઈ છે. આ વર્ષે 9 લાખ 9 હજાર 900 જેટલા શ્રદ્ધાળુઓએ 15 કિલોમીટરની આ પરિક્રમા કરી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને આગળ ધપાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પ્રવાસન અને તીર્થસ્થળોએ શ્રદ્ધાળુઓને દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે પ્રયાસરત છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાની સંપૂર્ણ તૈયારીઓ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ પોતે આ પરિક્રમા શરૂ થયાના 8મા જ દિવસે એટલે કે 8 એપ્રિલ, 2025ના રોજ પરિક્રમા માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓનું જાતે નિરીક્ષણ કર્યું અને ‘આપકી શ્રદ્ધા, હમારી વ્યવસ્થા’નો મંત્ર આપ્યો. આ જ કારણ છે કે આ વખતે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમામાં ગત વર્ષની સરખામણીએ 4 ગણા વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં. વર્ષ 2024માં માત્ર 2.50 લાખ શ્રદ્ધાળુઓએ આ પરિક્રમા કરી હતી.
રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા પણ નર્મદા પરિક્રમા કરવામાં આવી હતી અને તેમણે તંત્ર દ્વારા તેમજ સ્થાનિકો દ્વારા ઉભી કરવામાં આવેલી સુવિધાઓને બિરદાવી હતી.
રાજ્ય સરકારે નર્મદા જિલ્લામાં રામપુર ઘાટથી શહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ અને રેંગણ ઘાટ સુધીના 15 કિલોમીટરના પરિક્રમા માર્ગ તેમજ ચારેય ઘાટો પર જે વ્યવસ્થાઓ ઊભી કરી, તેના કારણે શ્રદ્ધાળુઓ માટે કઠોર ગણાતી આ પરિક્રમા સુગમ બની રહી. પરિક્રમા શરૂ થતાં પહેલા જ સરકાર, યાત્રાધામ બોર્ડ તથા નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા માર્ગ પર રોડનું સમારકામ, પ્રોટેક્શન વૉલનું કામ, બોટિંગ જેવી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી. પરિક્માર્થીઓએ 70 જેટલી બોટ દ્વારા આ પરિક્રમા પૂર્ણ કરી હતી.
પરિક્રમા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓના જવાનોનો મોટો કાફલો પરિક્રમા દરમિયાન સતત તહેનાત રહ્યો. આ ઉપરાંત જિલ્લાના અધિકારીઓ પણ શ્રદ્ધાળુઓ
માટે અનેક રીતે સહાયક બન્યા. આ સાથે જ, રેંગણ ગામ તથા ભાદરવા ગામથી યાત્રિકોના આવાગમન માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (જીએસઆરટીસી)ની 10 બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. પાર્કિંગ માટે રામપુરા, તિલકવાડા અને સામરિયા ખાતે વિશાળ પાર્કિંગ સ્થળો તૈયાર કરાયા હતા, તેમજ કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને; તે માટે એસડીઆરએફની 6 ટીમો પણ હાજર હતી.
એક જ સ્થાને પરિક્રમાર્થીઓની વધારે ભીડ ન થાય; તે માટે યાત્રિકો માટે તિલકવાડાથી રેંગણ વચ્ચે 5 અને રામપુરાથી શહેરાવ વચ્ચે ૩ હોલ્ડિંગ બનાવવામા આવ્યા હતાં, જેમાં પીવાના પાણી, મંડપ, શૌચાલય, લાઇટ, પંખા, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ (પીએએસ), માહિતી કેન્દ્રો તથા અન્ય સુવિધાઓ હતી. સોથી પણ વધારે સફાઈ કામદારો દ્વારા દિવસ રાત પરિક્રમા માર્ગની સાફ સફાઈ કરવામાં આવતી હતી. તમામ સ્થળે પૂરતા શૌચાલયોની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાની સાથે નર્મદા જિલ્લામાં આવેલ રણછોડરાય મંદિર, ધનેશ્વર મહાદેવ મંદિર, શ્રી મંગલેશ્વર મહાદેવ મંદિર, તપોવન આશ્રમ, શ્રી સ્વામી રામાનંદ આશ્રમ, શ્રી સીતારામ આશ્રમ, શ્રી મણિનાણેશ્વર મંદિર વગેરે જેવા પવિત્ર સ્થળોની અનેક પરિક્રમાર્થીઓએ મુલાકાત લીધી હતી અને આ મંદિરોમા ચાલતા ભંડારાનો લાભ લીધો હતો. વધુમાં, હજારો પરિક્રમાર્થીઓ આ મંદિરોમાં દર્શન કરવા આવ્યા, જેના કારણે નર્મદા જિલ્લાની ‘ટેમ્પલ ઇકોનૉમી’માં પણ વધારો થયો છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના સભ્ય સચિવ શ્રી રમેશ મેરજાએ પણ સમગ્ર નર્મદા પરિક્રમા કરવામાં આવી હતી અને સાથે-સાથે પરિક્રમાર્થીઓ માટે ઉભી કરવામાં આવેલી સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી. શ્રી મેરજાએ વધુમાં જણાવ્યું હતું કે પરિક્રમર્થીઓની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા ઉભી કરવામાં આવેલ સુવિધાઓથી પરિક્રમાવાસીઓએ ભરપૂર લાભ લીધો છે અને ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિક્રમાવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો થયેલ છે. દિવસ-રાત પરિક્રમા ચાલતી હોવાના કારણે પરિક્રમાના સમગ્ર માર્ગ પર અને ઘાટ પર લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી.
નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી એસ. કે. મોદી દ્વારા પરિક્રમા સાથે સંકળાયેલા તમામ અધિકારીઓનું વ્હોટ્સએપ ગૃપ બનાવવામાં આવ્યુ હતુ. ક્રાઉડ મેનેજમેન્ટ માટે સ્પેશિયલ બનાવવામાં આવેલા વ્હોટ્સએપ ગૃપમાં યાત્રિકોની ભીડ પર સતત નજર રાખી, જેના કારણ સરળ ક્રાઉડ મેનેજમેન્ટ શક્ય બન્યું. ચારેય ઘાટ પર અને માર્ગ પર જરૂરી ફાયર સેફ્ટીની સુવિધાઓ કરવામાં આવી હતી. પરિક્રમા દરમિયાન પરિક્રમાર્થીઓની આરોગ્ય સુવિધાઓ માટે કુલ 32 ટીમોમાં 8 મેડિકલ વાન કાર્યરત હતી. ચારેય ઘાટ પર 11 જેટલા સ્વસહાય જૂથોના સ્ટૉલ દ્વારા પરિક્રમાવાસીઓને ખાણી-પીણીની ચીજ-વસ્તુઓનુ વિતરણ કરવામાં આવતું હતું.
રાજ્ય સરકારના પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમારના માર્ગદર્શન હેઠળ યાત્રાધામ બોર્ડ દ્વારા તમામ ઘાટ પર મોટી સાઈઝના મંડપ, ખુરશી, બેરીકેટીંગ, લાઈટીંગ, ટોયલેટ બ્લોક, ચેન્જિંગ રૂમ, મેડિકલ બૂથ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પોલીસ બૂથ માટે મંડપ, પીવાના પાણીની સુવિધા, સી.સી.ટી.વી., ચેતવણી બોર્ડ, ડી.જી.સેટ, સાઇનેજિસ, પાર્કિંગ, યાત્રિકોને લાઈનમાં ઉભા રહેવા માટેની રેલીંગ, વોચ ટાવર, ફૂડ સ્ટોલ, નાહવા માટેની વ્યવસ્થા વગેરે ઉભી કરવામાં આવી હતી. ઉપરાંત, સાઈનેજીસ, કચરાપેટી, સી.સી.ટી.વી., સિનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા, ઇમરજન્સી કામગીરી માટે મશીનરી જેસીબી, ક્રેન, દોરડા વગેરેની સુવિધા ઉભી કરવામાં આવી હતી.
"અમેઠીમાં લગ્ન સરઘસ દરમિયાન છત તૂટવાની દુ:ખદ ઘટનામાં 5 વર્ષની બાળકીનું મોત અને 35 લોકો ઘાયલ. વાયરલ વીડિયો, ઘાયલોની આપવીતી અને તાજેતરના સમાચાર સાથે સંપૂર્ણ વિગતો મેળવો."
"અમદાવાદમાં આગની ઘટનાઓ: પ્રહલાદનગર, ચંડોળા અને GIDCમાં ભયાનક આગ લાગવાના તાજા સમાચાર. જયશ્રી કેમિકલ ફેક્ટરીમાં આગ, ઈજાઓ અને ફાયર બ્રિગેડની કામગીરી વિશે જાણો."
"અમરેલીના ધારી મદરેસામાં મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન ખુલ્યું! SOGની તપાસમાં મોબાઇલમાંથી પાકિસ્તાન-અફઘાન ગ્રુપ મળ્યા. SP સંજય ખરાતની દેખરેખમાં ચાલતી તપાસની તાજી અપડેટ્સ મેળવો."