સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરાશે
ગુજરાત સરકાર દ્વારા ૧૬ ડીસેમ્બર ૨૦૨૩ સુધી “સ્વચ્છતા હી સેવા” અભિયાન કાર્યક્રમને જાહેર કરવામાં આવેલ છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ જોવા મળશે જન આંદોલનનો સહયોગ.
રાજપીપલા : સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન દ્વારા તા. ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૩ થી તા. ૦૨ ઓકટોબર ૨૦૨૩ સુધી સંયુક્ત રીતે “સ્વચ્છતા હી સેવા” પખવાડીયાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં
એક માસ સુધી ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આગામી ૧૫ ઓક્ટોબરના રોજ આ કાર્યક્રમ પૂર્ણ થાય છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા વધુ બે માસ એટલે કે ૧૬ ડિસેમ્બર સુધી ‘સ્વચ્છતા એજ સેવા’ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં પણ
સ્વચ્છતા અભિયાનમાં વધુને વધુ જન આંદોલનનો સહયોગ જોવા મળશે.
સ્વચ્છતા અભિયાનમાં જન આંદોલનને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં તમામ વિસ્તારોમાં બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન વિસ્તાર, મંદિર, બાગ બગીચા, ટુરીસ્ટ પ્લેસ, રોડ જંક્શન વગેરે તમામ જાહેર જગ્યાઓ પર સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવા તેમજ કોઇપણ સ્થાન ઉપર ક્ચરો ન દેખાય તેની ખાસ
કાળજી રાખવી, સંબંધીત વિભાગના જિલ્લા/તાલુકા/ગ્રામ્યક્ષામાં સફાઈની કામગીરીનું અસરકારક મોનીટરીંગકરવાનું રહેશે તથા સફાઇ કામગીરીના સ્થળોની મુલાકાત લેવાની રહેશે, જિલ્લા/તાલુકા/રાજયકક્ષાના પદાધિકારીશ્રીઓ, સ્થાનિક સંસ્થાના પ્રમુખશ્રીઓ, સખી મંડળો, એનસીસી, એનએસએસ, આરડબલ્યુએ, એનજીઓ વગેરેને સ્વચ્છતા અંગેની કામગીરીમાં અને સ્વચ્છતા એજ સેવામાં સહભાગી બનવા જેવી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરાશે.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."