Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને અમદાવાદમાં યોજાઈ વાઇબ્રન્ટ ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને અમદાવાદમાં યોજાઈ વાઇબ્રન્ટ ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત - વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ ઇવેન્ટની સફળતા વર્ણવતા ગૌરવસહ કહ્યું કે, આવી રાજ્યવ્યાપી ઇવેન્ટની ફળશ્રુતિએ અત્યાર સુધીમાં વિવિધ જિલ્લાઓમાં કુલ ૨,૫૯૦ MoU રૂ. ૨૫,૧૪૭ કરોડના રોકાણો માટે થયા છે.

Ahmedabad October 17, 2023
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને અમદાવાદમાં યોજાઈ વાઇબ્રન્ટ ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને અમદાવાદમાં યોજાઈ વાઇબ્રન્ટ ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત - વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ ઇવેન્ટની સફળતા વર્ણવતા ગૌરવસહ કહ્યું કે, આવી રાજ્યવ્યાપી ઇવેન્ટની ફળશ્રુતિએ અત્યાર સુધીમાં વિવિધ જિલ્લાઓમાં કુલ ૨,૫૯૦ MoU રૂ. ૨૫,૧૪૭ કરોડના રોકાણો માટે થયા છે. એટલું જ નહીં, આ સંભવિત રોકાણોને પરિણામે ૬૫ હજારથી વધુ રોજગારીની તકો આવનારા સમયમાં નિર્માણ થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત - વાઇબ્રન્ટ અમદાવાદ ઇવેન્ટના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત તથા અમદાવાદના પ્રભારી અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ આ અવસરના સાક્ષી બન્યા હતા.
અમદાવાદમાં આયોજીત આ ઈવે‍ન્ટમાં વિવિધ ક્ષેત્રે રૂ.૧૨,૫૭૧ કરોડનાં સંભવિત રોકાણો માટેના ૪૮૪ MoU થયા હતા. આનાં પરિણામે અંદાજે ૧૭ હજાર જેટલી રોજગારીની તકો ભવિષ્યમાં ઉભી થશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ૨૦૦૩માં શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતા અને વૈશ્વિક રોકાણકારોના બે દાયકાથી મળી રહેલા જબરદસ્ત પ્રતિસાદથી આજે નોલેજ શેરીંગ અને નેટવર્કિંગનું એક સક્ષમ પ્લેટફોર્મ બની ગઈ છે.

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ વિશ્વની પાંચમી મોટી ઇકોનોમી બન્યો છે તેને ત્રીજા નંબરે લઈ જવામાં તથા ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવામાં વાઇબ્રન્ટ સમિટ અને વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ જેવા લાર્જ સ્કેલ આયોજનો ઉપયુક્ત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વાઇબ્રન્‍ટ ગુજરાત સમિટની સફળતાની ફળશ્રુતિને જિલ્લાસ્તરે વ્યાપક બનાવવાના ઉદ્દેશથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી આ વર્ષની વાઇબ્રન્ટ-૨૦૨૪માં વાઇબ્રન્ટ ગુજરાત - વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટની નવતર પહેલ શરૂ કરી છે તેની વિસ્તૃત ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યના દરેક જિલ્લાનું આગવું પોટેન્શિયલ અને સ્ટ્રેન્થ છે. તેને ગ્લોબલ પ્લેટફોર્મ આપવાનો આપણો નિર્ધાર છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત @૨૦૪૭નો જે ધ્યેય રાખ્યો છે તેમાં ગુજરાતનો દરેક જિલ્લો પોતાનું યોગદાન આપીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં ખભે ખભો મિલાવી ઉભો રહેવા સજ્જ બનાવવો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, જિલ્લા સ્તરે ઉદ્યોગકારો - રોકાણકારોમાં પાર્ટિસિપેશન અને ઓનરશીપની ભાવનાથી વાઇબ્રન્ટ સમિટને બ્રાન્ડિંગ અને બોન્ડીંગ બેય માટે સક્ષમ મંચ મળે છે. આવી જિલ્લા સ્તરની ઇવેન્ટમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના લાભાર્થી, MSME, સ્ટાર્ટ અપ, SHG, મહિલા ઉદ્યોગ સાહસિકોને સાંકળી લેવામાં આવ્યા છે. એટલું જ નહીં, એક્ઝિબિશન, ક્રેડિટ લિંકેજ, સેમિનાર, વન ડીસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ બજાર, B2B, B2C, B2G મીટીંગ્સ પણ યોજવામાં આવે છે.

મુખ્યમંત્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ અને ‘વોકલ ફોર લોકલ’ નો જે મંત્ર આપ્યો છે તે આવી જિલ્લા સ્તરીય મીટ સાકાર કરે છે તેમ પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, વાઇબ્રન્ટ સમિટની સફળતાને પગલે મોટા ઉદ્યોગો ગુજરાતમાં આવ્યા છે તેને અનુરૂપ ઉદ્યોગો
જિલ્લા સ્તરે ઉપલબ્ધ બને તેવી એક આખી વેલ્યુચેઈન અને ઇકોસિસ્ટમ ઊભી થઈ રહી છે. શ્રી ભૂપેન્દ્ર પટેલે ૨૦મી સદીના પ્રારંભથી જ ગુજરાત અને ભારતના અગ્રણી ઔદ્યોગિક શહેર તરીકે ખ્યાતિ પ્રાપ્ત અમદાવાદના ઔદ્યોગિક, આર્થિક વિકાસને સ્પીડ અને સ્કેલ સાથે આગળ ધપાવવામાં વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ સમિટના રોકાણો બળ આપશે તેમ જણાવ્યું હતું.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

ડીસામાં ₹2.52 લાખની કિંમતનું એક્સપાયર થયેલ ઘી જપ્ત કરી નાશ કરવામાં આવ્યું
ડીસામાં ₹2.52 લાખની કિંમતનું એક્સપાયર થયેલ ઘી જપ્ત કરી નાશ કરવામાં આવ્યું
October 26, 2024

ડીસા જિલ્લામાં સ્થાનિક ફૂડ વિભાગે દરોડા પાડીને મોટી માત્રામાં એક્સપાયર થયેલ અને અશુદ્ધ ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ચૂંટણી પંચે 8 લાખ નવા EVMનો ઓર્ડર આપ્યો, 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી
ચૂંટણી પંચે 8 લાખ નવા EVMનો ઓર્ડર આપ્યો, 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી
April 30, 2023
હોર્મોન થેરપી અને GERD: છાતીમાં દુખાવો અને બળતરાની લિંકનું અનાવરણ
હોર્મોન થેરપી અને GERD: છાતીમાં દુખાવો અને બળતરાની લિંકનું અનાવરણ
July 05, 2023
રાજ્યમાં 1 જૂન, 2023 થી 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાલવાટિકા શરૂ કરવામાં આવશે
રાજ્યમાં 1 જૂન, 2023 થી 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાલવાટિકા શરૂ કરવામાં આવશે
February 21, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express