Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • હરે કૃષ્ણ મંદિર ભાડજ દ્વારા ભવ્યતા સાથે વિજયા દશમીની થનાર ઉજવણી

હરે કૃષ્ણ મંદિર ભાડજ દ્વારા ભવ્યતા સાથે વિજયા દશમીની થનાર ઉજવણી

હરે કૃષ્ણ મંદિર, ભાડજ કે જેણે ભક્તોમાં ખુબ ઓછા સમયમાં અતિશય લોકપ્રિયતા મેળવી છે, તેઓ દ્વારા 24 ઓક્ટોમ્બરના રોજ દશેરા મહોત્સવ માટે ખાસ ઉજવણી કરવામાં આવશે.

Ahmedabad October 19, 2023
હરે કૃષ્ણ મંદિર ભાડજ દ્વારા ભવ્યતા સાથે વિજયા દશમીની થનાર ઉજવણી

હરે કૃષ્ણ મંદિર ભાડજ દ્વારા ભવ્યતા સાથે વિજયા દશમીની થનાર ઉજવણી

અમદાવાદ : હરે કૃષ્ણ મંદિર, ભાડજ કે જેણે ભક્તોમાં ખુબ ઓછા સમયમાં અતિશય લોકપ્રિયતા મેળવી છે, તેઓ દ્વારા 24 ઓક્ટોમ્બરના રોજ દશેરા મહોત્સવ માટે ખાસ ઉજવણી કરવામાં આવશે. આ દિવસે, ભક્તો માટે મંદિરમાં ઉત્કૃષ્ટ ફુલોની સુશોભન સાથેના વિશેષ રામ દરબારની સ્થાપના કરવામાં આવશે. સાંજે 6:30 વાગ્યે મંદિરના ભગવાન શ્રી શ્રી રાધા માધવ માટે એક વિશેષ સ્વર્ણ રથની સવારી સાથે ઉજવણી શરૂ થશે. ભગવાનની કૃપા સૌપર બનીરહે એમ પ્રાર્થના કરતા વિશેષ “રામ તારક” યજ્ઞનું પણ આયોજન કરવામાં આવશે. સમી સાંજે 50 ફુટ જેટલા ઉંચા દશ માથાવાળા રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના વિશાળ પૂતળાનું ફટાકડા સાથે દહન કરવામાં આવશે જે અસત્ય પર સત્યની જીત દર્શાવે છે. આ મહાકાય પૂતળાનું નિર્માણ ઉત્તરપ્રદેશના ખાસ આવડત ધરાવતા કારીગરો દ્રારા કરવામાં આવી રહ્યું છે જેનુ પ્લાનિંગ છેલ્લા એક મહિનાથી થઈ રહ્યું છે.

હરે કૃષ્ણ મંદિર, ભાડજ એ ફકત ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવા માટેનું કેન્દ્ર નથી પણ એક સજાગ કેન્દ્ર છે જે સમાજને આધ્યાત્મિક, ધર્મ, શિક્ષણ, સંસ્કૃતિ અને દાનવૃત્તિ ક્ષેત્રોમાં બહુવિધ લાભો પ્રદાન કરે છે. સ્થાપના થઈ ત્યારથી, મંદિર દ્વારા શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, દશેરા, પાટોત્સવ, શ્રી રામ નવમી, દિવાળી, ગોવર્ધન પૂજા, હોળી - ગૌર પૂર્ણિમા, ગીતા જયંતી વગેરે સહિતના તમામ મોટા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે તથા તમામ પેઢીઓમાં તહેવારો અને તેમાં અનુસરવામાં આવતી પરંપરાઓને તેઓમાં પુન:જીવત કરીને રસ જગાવે છે. આ મંદિર સમાજના સર્વગ્રાહી વિકાસ માટેની વિવિધ પ્રવૃત્તિઓ કરે છે.

આ પ્રસંગના અનુસંધાને, હરે કૃષ્ણ મૂવમેન્ટ અમદાવાદના પ્રમુખ, હીસ ગ્રેસ શ્રી જગનમોહન કૃષ્ણ દાસે જણાવ્યું હતું કે, નવરાત્રિ ઉપવાસના 9 દિવસના અંતમાં આવતો દશેરા તહેવાર ભારતભરમાં ઉજવાતો મુખ્ય તહેવાર છે. ભગવાન શ્રી રામ દ્વારા રાક્ષસ રાવણનો કરવામાં આવેલ સંહાર તેમજ દેવી મા દુર્ગા દ્રારા મહિસાસુર રાક્ષસનો કરવામાં આવેલ સંહારની યાદગીરીરૂપે આ દિવસ ઉજવવામાં આવે છે. તેથી મૂળભૂત રીતે આ દિવસ અનિષ્ટ પર ઈષ્ટની વિજયની ઉજવણી છે. આ ઉજવણીથી આપણે સમાજમાં નૈતિક મૂલ્યો વિકસાવવાના અને લોકો દ્વારા સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાની પ્રશંસા કરે એવા પ્રયાસ કરીએ છીએ કે જેને આપણે અનુસરીએ છીએ. અમો દ્વારા અમારા ભક્તો માટે ભવ્ય ઉજવણીનું આયોજન કરવાનો પ્રયાસ છે જે થકી તેમને એક મંગલમય અનુભવ થાય અને જીવન દરમ્યાન સ્મરણ રહે, તેમને ફરી ફરી મંદિરમાં આવવા અને
ભગવાન સાથે જોડાયેલા રહેવાના કારણો આપશે એવા અમારા પ્રયત્નો છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે "વૈદિક સંસ્કૃતિ અનુસાર મંદિરો સમાજમાં ખૂબ જ મહત્વપૂર્ણ અને અનિવાર્ય ભૂમિકા ભજવે છે. મંદિરો માત્ર ભગવાનની ઉપાસના માટે જ મર્યાદિત નથી પરંતુ તે આધ્યાત્મિક જ્ઞાન અને આધ્યાત્મિક ખાદ્ય (પ્રસાદ) નું વિતરણ કરવા સક્રિય છે. જો બધા મંદિરો આ જવાબદારીઓ લેશે તો આપણો સમાજ ફરીથી તેની ભવ્ય ભૌતિક અને આધ્યાત્મિક સમૃદ્ધિને હાંસલ કરશે. હરે કૃષ્ણ મંદિર અન્ય તમામ મંદિરો માટે ઉદાહરણરૂપ બને છે કે કેવી રીતે મંદિર ભગવાનની સેવા માટે અને સાથે સાથે માનવજાત વિકાસ માટેની સંસ્થા છે.

ઉત્સવના આખા દિવસ દરમ્યાન ભગવાન શ્રી રામસીતાનું ગુણગાન ગાતા ભજન અને કિર્તન ગાવવામાં આવશે.

ક્રાર્યક્રમની વિગત

તારીખ અને દિન – 24 ઓક્ટોમ્બર, 2023, મંગલવાર

શુભ સ્થળ – હરેકૃષ્ણ મંદિર, અમદાવાદ ડેન્ટલ કોલેજની સામે, સાયન્સ સીટી નજીક, ભાડજ, અમદાવાદ.

ઉજવણીની રૂપરેખા

દર્શન સમય – સવારના 7.15  થી રાત્રીના 9.00 વાગ્યા સુધી
સ્વર્ણ રથોત્સવ – સંધ્યાકાળે 6.30 કલાકે
રાવણ દહન – રાત્રીના 7.30 કલાકે
મહા આરતી – રાત્રીના 8.30 કલાકે
પ્રભુની સેવામાં,
શ્રી જગનમોહન કૃષ્ણ દાસા
પ્રેસિડન્ટ – હરે કૃષ્ણ મંદિર, ભાડજ, અમદાવાદ
વધુ વિગત માટે સંપર્ક કરશો
શ્યામચરણ દાસા – 9904272229, રાયા રામ દાસ 99042 03228

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

 PM મોદીએ BAPS મંદિર માટે UAE પ્રમુખનો આભાર માન્યો
PM મોદીએ BAPS મંદિર માટે UAE પ્રમુખનો આભાર માન્યો
February 13, 2024

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરના આગામી ઉદ્ઘાટન માટે UAEના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ મહત્વપૂર્ણ ઘટના ભારત અને UAE વચ્ચેની ઊંડી જડેલી મિત્રતાને રેખાંકિત કરે છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
July 26, 2023
સરકારે ભારતમાં પરીક્ષણ માટે આયાત કરવામાં આવતી કાર પર લાદવામાં આવતી 252% કસ્ટમ ડ્યુટી દૂર કરી
સરકારે ભારતમાં પરીક્ષણ માટે આયાત કરવામાં આવતી કાર પર લાદવામાં આવતી 252% કસ્ટમ ડ્યુટી દૂર કરી
February 05, 2023
ધાર્મિક તહેવારોમાં છુપાયેલું શાણપણ: ધાર્મિક તહેવારો અને તેમનું આધ્યાત્મિક મહત્વ
ધાર્મિક તહેવારોમાં છુપાયેલું શાણપણ: ધાર્મિક તહેવારો અને તેમનું આધ્યાત્મિક મહત્વ
April 01, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express