વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉત્સાહભેર આવકાર કરતા તાબદા અને ઝાંકનાં ગ્રામજનો
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેડિયાપાડા તાલુકાનાં તાબદા અને ઝાંક ગામે આવી પહોચતાં ગ્રામજનોએ કંકુ-તિલક કરી ગ્રામજનોએ ઉત્સાહભેર આવકાર કર્યો હતો. આ વેળાએ ઉપસ્થિત સૌએ વર્ષ ૨૦૪૭ સુધી દેશને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની સામુહિક શપથ લીધી હતી.
રાજપીપળા: વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેડિયાપાડા તાલુકાનાં તાબદા અને ઝાંક ગામે આવી પહોચતાં ગ્રામજનોએ કંકુ-તિલક કરી ગ્રામજનોએ ઉત્સાહભેર આવકાર કર્યો હતો. આ વેળાએ ઉપસ્થિત સૌએ વર્ષ ૨૦૪૭ સુધી દેશને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની સામુહિક શપથ લીધી હતી.
સાથે સંકલ્પ રથના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓની માહિતીસભર શોર્ટ ફિલ્મ નિહાળી હતી.
આ કાર્યક્રમ દરમિયાન મેરી કહાની, મેરી જુબાની હેઠળ વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાના
અનુભવો રજૂ કરી સરકારશ્રીની યોજનાનો લાભ લેવા ગ્રામજનોને પણ પ્રોત્સાહિત કર્યા હતાં. ઉપરાંત વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ ઉભા કરીને યોજનાઓ અંગેની જાણકારી આપવામાં આવી હતી. સાથે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યલક્ષી કેમ્પ યોજાયો હતો.
કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી, સ્થાનિક આગેવાનો, વિભાગનાં અધિકારી-પ્રતિનિધિશ્રીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
"અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ પાલતું શ્વાનનું રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે. નિયમનું પાલન નહીં કરનારનું નળ-ગટર કનેક્શન કપાઈ જશે. વધુ જાણો અને ઓનલાઇન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તે જાણો!"
"ગુજરાતમાં વૃદ્ધ સાથે 37 લાખની ક્રેડિટ કાર્ડ છેતરપિંડી! અમદાવાદમાં યુવકે 10+ કાર્ડનો દુરુપયોગ કર્યો. સંપૂર્ણ રિપોર્ટ જાણો!"
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે ફરી સાબિત કરી બતાવ્યું છે કે, નીતિગત દૃઢતા, વહીવટી કાર્યક્ષમતા અને જનભાગીદારીનો સમન્વય કોઈપણ યોજનાને રાષ્ટ્રીય સફળતામાં પરિવર્તિત કરી શકે છે.