ચિકદા તાલુકામાં ચૈતર વસાવાની મુલાકાત, PSI-કોન્સ્ટેબલ ભરતી માટે યુવાનોને પ્રેરણા આપી
AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ ચિકદા તાલુકામાં પોલીસ ભરતી તૈયારી કરતા યુવાનોને મળી પ્રોત્સાહન આપ્યું – ગ્રાઉન્ડ, લાઇબ્રેરી વિકસાવવાનું વચન.
અમદાવાદ/ભરૂચ/નર્મદા/વડોદરા/ગુજરાત : આજે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ચિકદા તાલુકામાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવકો અને યુવતીઓ સાથે મુલાકાત કરી. ધારાસભ્ય ચૈતર વસાવા સવારે ભરાડા ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા, ત્યારબાદ ચિકદા ગ્રાઉન્ડ, મોસ્કુટ ગ્રાઉન્ડ અને છેલ્લે ઝાંક ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ભરતીની તૈયારી કરનારા યુવક યુવતીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તમામ યુવાનો સાથે ધારાસભ્ય ચૈતર વસાવાએ રૂબરૂમાં મળીને રનીંગ માટે ગ્રાઉન્ડની સુવિધા લાઇબ્રેરી તથા પાઠ્યપુસ્તકની સુવિધા મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું તથા નિષ્ણાતો અંગેની સુવિધા મુદ્દે ચર્ચા કરી હતી.
આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ તમામ યુવક યુવતીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે પીએસઆઇ અને કોન્સ્ટેબલની ભરતી થોડા સમયમાં આવવાની છે, તો એ ભરતીમાં આપણા વિસ્તારના વધારેમાં વધારે લોકો ભાગ લે, પાસ થાય અને નોકરીમાં લાગે એવી આપણે આશા રાખીએ છીએ. તમામ લોકોએ પોતાની શક્તિનો પૂરો ઉપયોગ ભરતીની તૈયારીમાં કરવાનો છે. આસપાસના ગામના તમામ લોકોને ફોર્મ ભરાવો અને એક સારું વાતાવરણ ઊભું કરો. ત્યારબાદ આપણા ગામમાં ભરતીમાં ભાગ લેનારા લોકો માટે એક સારું રનિંગ ગ્રાઉન્ડ ઉભું કરી શકીએ, તેમના વાંચન માટે સારું સ્થળ ઊભું કરી શકીએ, જો કોઈ એકેડેમી સાથે ક્લાસીસ કરવાના હોય તો એના માટે પણ વ્યવસ્થા આપણે ઊભી કરીએ, આ તમામ બાબતે આપણે આગળ શું કરી શકીએ એ બાબતનું ચિંતન કરવા માટે આજે આપણે તમામ લોકો એકઠા થયા છીએ. જેમ જેમ લોકો પોલીસની ભરતીઓમાં લાગતા જશે, બીજી નોકરીઓમાં લાગશે, ત્યારે જ આપણો પરિવાર, આપણું ફળિયું, આપણું ગામ અને આપણો સમાજ આગળ આવશે. માટે હવે તમામ બીજી પ્રવૃત્તિઓને બાજુમાં મૂકીને ફક્ત ભરતીની તૈયારીમાં લાગી જાઓ.
ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે.
આમ આદમી પાર્ટીએ કેરળ વિધાનસભા ચૂંટણી માટે ૨૧ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ સાથે ચૂંટણી પંચે EVM પર ફોટા અને ૧૦૦% વેબકાસ્ટિંગ જેવી નવી સુવિધાઓની પણ જાહેરાત કરી છે.