પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળથી વિવિધ મુકામ માટે ચલાવી રહ્યું છે હોળી સ્પેશિયલ ટ્રેનો
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા તથા અગામી હોળી તહેવાર માટે તેમની યાત્રા માંગને પૂરી કરવાના ઉદ્દેશ્યથી પશ્ચિમ રેલવેના વિવિધ સ્ટેશનોથી વિવિધ મુકામ માટે વિશેષ ભાડા પર કેટલીયે સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા તથા અગામી હોળી તહેવાર માટે તેમની યાત્રા માંગને પૂરી કરવાના ઉદ્દેશ્યથી પશ્ચિમ રેલવેના વિવિધ સ્ટેશનોથી વિવિધ મુકામ માટે વિશેષ ભાડા પર કેટલીયે સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. ટ્રેનોના વેઈટીંગ લિસ્ટના રિયલ ટાઈમના આધારે દૈનિક દેખરેખ રાખવામાં આવી રહી છે અને વધારાની ભીડને ઓછી કરવા માટે સમય-સમયે ઉપલબ્ધ ટ્રેનોમાં એક્સ્ટ્રાના કોચ વધારવામાં આવી રહ્યા છે.
હોળીના તહેવાર દરમિયાન રેલવે ઉપયોગકર્તાઓની સુવિધા તથા કન્ફર્મ આરક્ષણ મળવા માટે અમદાવાદ મંડળ દ્વારા 13 હોળી સ્પેશિયલ ગાડીઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે જેનાથી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર તથા અન્ય રાજ્યોમાં રહેનારા રેલવે ઉપયોગકર્તાઓ માટે વિશેષ ગાડીઓની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
અનરિઝર્વ્ડ યાત્રીઓની સુવિધા અને સુગમ યાત્રા માટે સાબરમતી થી છપરા માટે સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ ટ્રેન 23 માર્ચ 2024 ના રોજ સાબરમતીથી ચલાવવામાં આવી રહી છે. આના સિવાય 13 હોળી સ્પેશિયલ ટ્રેનોમાં પણ મહત્તમ શયનયાન તથા અનરિઝર્વ્ડ કોચની જોગવાઈ કરવામાં આવી છે.
રેલવે સ્ટેશનો પર ઉપલબ્ધ સેવાઓ જેવી કે ખાન-પાન માટે સ્ટોલ, પીવાનું પાણી, શૌચાલય, વેઈટીંગરૂમ, લિફ્ટ/એસ્કેલેટર, પાર્કિંગ વગેરેની સુવિધાનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
હોળીના તહેવારમાં સ્ટેશન ઉપર સ્ટેશન સંકુલ, ફુટ ઓવર બ્રિજ તથા પ્લેટફોર્મ ઉપર વધારે ભીડ ભેગી ન થાય એ માટે રેલવે સુરક્ષા બળ તથા રાજકિય રેલવે પોલીસના વધારે થી વધારે કર્મચારીઓ અને અધિકારીઓની જમાવટ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
રેલવે યાર્ડથી સ્ટેશન ઉપર આવનારી ટ્રેનોના દરવાજા અને બારીઓને બંધ સ્થિતિમાં અને રેલવે સુરક્ષા બળ તથા રાજકિય રેલવે પોલીસના બંદોબસ્તમાં રેલવે સ્ટેશન ઉપર લાવવા આવી રહી છે જેથી કરીને અનરિઝર્વ્ડ કોચની સીટો પર અસામાજિક તત્વો દ્વારા અનધિકૃત કબજો ન કરવામાં આવે.
પ્લેટફોર્મ પર ટ્રેનના આવ્યા પછી રેલવે સુરક્ષા બળ તથા રાજકિય રેલવે પોલીસ દ્વારા અનરિઝર્વ્ડ કોચમાં સાચી રીતે લાઈન બંદોબસ્ત કરાવીને ટ્રેનમાં બેસાડવામાં આવી રહ્યા છે.
તમામ ટ્રેનોમાં સાફ સફાઈ તથા કોચમાં પાણીની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરાવાઈ રહી છે.
યાત્રીઓને સાચી સૂચના મળવા માટે પ્લેટફોર્મ ઉપર ઉદઘોષણા સતત કરવામાં આવી રહી છે સાથે જ ટીવી ડિસપ્લે ઉપર ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમય તથા પ્લેટફોર્મ નંબરનું સતત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.
યાત્રીઓને અનરિઝર્વ્ડ ટિકિટ લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા ન રહેવું પડે એના માટે અમદાવાદ તથા સાબરમતીમાં અનરિઝર્વ્ડ બુકિંગ કચેરીમાં 3 વધારાની ટિકિટ બારીઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
આ દરમિયાન રેલવે અધિકારીઓની અમદાવાદ અને સાબરમતીમાં 24 કલાકની સ્પેશિયલ ડ્યુટી લગાવવામાં આવી છે.
"અમૂલ દૂધના ભાવમાં 1 મે, 2025થી પ્રતિ લીટર ₹2નો વધારો. અમૂલ ગોલ્ડ, તાજા, બફેલો દૂધ સહિતની તમામ બ્રાન્ડ્સના નવા ભાવ જાણો. મધર ડેરીએ પણ ભાવ વધાર્યા."
"ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ.88 કરોડની ગ્રાન્ટ! રોડ નવીનીકરણ, તળાવ વિકાસ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આંગણવાડી અને પુરાતત્વીય કિલ્લાના પુનઃસ્થાપન સહિતના 13 પ્રોજેક્ટ્સ વિશે વિગતે જાણો."
"અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલે 2.5 વર્ષમાં 50 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી નવો ઇતિહાસ રચ્યો. જાણો ગુજરાતના આરોગ્ય ક્ષેત્રેની આ સિદ્ધિ, સરકારી યોજનાઓ અને દર્દીઓની પ્રેરણાદાયી વાર્તાઓ વિશે."