Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને વેરાવળ સ્ટેશનો વચ્ચે નવી ટ્રેનનો પ્રારંભ

પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને વેરાવળ સ્ટેશનો વચ્ચે નવી ટ્રેનનો પ્રારંભ

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા તથા તેમની યાત્રાની  માંગને પહોંચી વળવાના હેતુથી  બાંદ્રા ટર્મિનસ અને વેરાવળ સ્ટેશનો વચ્ચે નવી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન સેવાઓ શરૂ કરી છે.

Mumbai October 21, 2023
પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને વેરાવળ સ્ટેશનો વચ્ચે નવી ટ્રેનનો પ્રારંભ

પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને વેરાવળ સ્ટેશનો વચ્ચે નવી ટ્રેનનો પ્રારંભ

પશ્ચિમ  રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે દ્વારા જારી એક પ્રેસ વિજ્ઞપ્તિ મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

1. ટ્રેન નંબર 19203/19204 બાંદ્રા ટર્મિનસ-વેરાવળ સાપ્તાહિક એક્સપ્રેસ

ટ્રેન નંબર 19203 બાંદ્રા ટર્મિનસ - વેરાવળ એક્સપ્રેસ દર શનિવારે બાંદ્રા ટર્મિનસથી 19.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13.10 કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેન 21 ઓક્ટોબર, 2023થી દોડશે. એ જ રીતે, ટ્રેન નંબર 19204 વેરાવળ - બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ દર શુક્રવારે
 વેરાવળથી 17.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 15.50 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 28 ઓક્ટોબર 2023થી દોડશે. આ ટ્રેન
બોરીવલી, વાપી, સુરત, અંકલેશ્વર, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, સરખેજ, ધંધુકા, બોટાદ, ઢોલા, ઢસા, લાઠી, ખીજડિયા, ચિતલ,
લુણીહાર, કુંકાવાવ, વાડિયાદેવલી, જેતલસર અને જૂનાગઢ સ્ટેશન પર ઉભી રહેશે.આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર, એસી 3-ટાયર,
સ્લીપર અને સેકન્ડ ક્લાસના જનરલ કોચ હશે.

2. ટ્રેન નંબર 09015/09016 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (02 ફેરા)

ટ્રેન નંબર 09015 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સ્પેશિયલ સોમવાર, 23 ઑક્ટોબર, 2023ના રોજ 23.20 કલાકે મુંબઈ સેન્ટ્રલ થી ઉપડશે અને બીજા દિવસે 07.20 કલાકે અમદાવાદ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09016 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ મંગળવાર 24 ઓક્ટોબર, 2023 ના રોજ અમદાવાદથી 22.10 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.15 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.આ ટ્રેન  બંને દિશામાં દાદર, બોરીવલી, વાપી, વલસાડ, સુરત, અંકલેશ્વર, વડોદરા અને આણંદ સ્ટેશન પર ઉભી રહેશે.આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસના જનરલ કોચ હશે.

3. ટ્રેન નંબર 04714/04713 બાંદ્રા ટર્મિનસ-બીકાનેર સાપ્તાહિક સ્પેશિયલ (16 ફેરા)

ટ્રેન નંબર 04714 બાંદ્રા ટર્મિનસ - બીકાનેર સ્પેશિયલ દર શુક્રવારે 16.00 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે 14.30 કલાકે
બિકાનેર પહોંચશે. આ ટ્રેન 10 નવેમ્બર 2023 થી 29 ડિસેમ્બર 2023 સુધી દોડશે. એ જ રીતે, ટ્રેન નંબર 04713 બિકાનેર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ દર ગુરુવારે 15.00 કલાકે બીકાનેરથી ઉપડશે અને બીજા દિવસે 13.40 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 9 નવેમ્બર 2023 થી 28 ડિસેમ્બર 2023 સુધી દોડશે.

આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, સુરત, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, મહેસાણા, ભીલડી, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોદરાન,
જાલોર, મોકલસર, સમધારી, લુની, જોધપુર, મેડતા રોડ, નાગૌર અને નોખા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-
ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસના જનરલ કોચ હશે.

4. ટ્રેન નંબર 09622/09621 બાંદ્રા ટર્મિનસ-અજમેર સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ (16 ફેરા)

ટ્રેન નંબર 09622 બાંદ્રા ટર્મિનસ-અજમેર સ્પેશિયલ દર સોમવારે 11.15 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અનેબીજા દિવસે 09.10 કલાકે અજમેર પહોંચશે..આ ટ્રેન 13 નવેમ્બર, 2023 થી 1 જાન્યુઆરી, 2024 સુધી દોડશે. એ જ રીતે, ટ્રેન નંબર 09621 અજમેર - બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ દર રવિવારે 06.35 કલાકે અજમેરથી ઉપડશે અને બીજા દિવસે 04.15 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 12 નવેમ્બર 2023 થી 31 ડિસેમ્બર 2023 સુધી દોડશે આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, રતલામ, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર,જયપુર અને કિશનગઢ સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસના જનરલ કોચ હશે.

5. ટ્રેન નંબર 09724/09723 બાંદ્રા ટર્મિનસ-જયપુર સાપ્તાહિક સ્પેશિયલ (16 ફેરા)

ટ્રેન નંબર 09724 બાંદ્રા ટર્મિનસ - જયપુર સ્પેશિયલ દર ગુરુવારે બાંદ્રા ટર્મિનસથી 09.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.45 કલાકે
જયપુર પહોંચશે. આ ટ્રેન 9 નવેમ્બર 2023 થી 28 ડિસેમ્બર 2023 સુધી દોડશે. એ જ રીતે, ટ્રેન નંબર 09723 જયપુર - બાંદ્રા ટર્મિનસ
સ્પેશિયલ દર બુધવારે 08.25 કલાકે  જયપુરથી ઉપડશે અને બીજા દિવસે 04.55 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 8 નવેમ્બરથી 27
ડિસેમ્બર 2023 સુધી દોડશે.

આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, રતલામ, મંદસૌર, નીમચ, ચિત્તોડગઢ, ભીલવાડા, મંડલ, બિજયનગર, નસીરાબાદ,
અજમેર અને કિશનગઢ સ્ટેશન પર  ઉભી રહેશે.આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસના જનરલ
કોચ હશે.

6. ટ્રેન નંબર 04718/04717 વલસાડ-બીકાનેર વીકલી સ્પેશિયલ (4 ફેરા)

ટ્રેન નંબર 04718 વલસાડ-બીકાનેર સ્પેશિયલ દર શુક્રવારે 13.00 કલાકે વલસાડથી  ઉપડશે અને બીજા દિવસે 09.00 કલાકે બિકાનેર
પહોંચશે. આ ટ્રેન 27 ઓક્ટોબર 2023 થી 3 નવેમ્બર 2023 સુધી દોડશે. એ જ રીતે ટ્રેન નંબર 04717 બીકાનેર-વલસાડ સ્પેશિયલ દર
ગુરુવારે 15.00 કલાકે બીકાનેરથી ઉપડશે અને બીજા દિવસે 10.50 કલાકે વલસાડ પહોંચશે. આ ટ્રેન 26 ઓક્ટોબર 2023 થી 2 નવેમ્બર
2023 સુધી દોડશે.આ ટ્રેન બંને દિશામાં સુરત, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, મહેસાણા, ભીલડી, રાણીવાડા, ભીનમાલ મારવાડ,
મોદરાન, જાલોર, મોકલસર, સમદડી, લુની, જોધપુર, મેડતા રોડ, નાગૌર અને નોખા સ્ટેશનો પર ઉભી રહેશે.આ ટ્રેનમાં એસી 2-ટાયર,
એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસના જનરલ કોચ હશે.

ટ્રેન નંબર 19203 માટે બુકિંગ શરૂ થઈ ગયું છે. ટ્રેન નંબર 19204, 09015 અને 09016 માટે બુકિંગ તત્કાલ પ્રભાવ થી અને ટ્રેન નંબર 04714, 09622, 09724 અને 04718 માટે બુકિંગ 22 ઑક્ટોબર, 2023 થી PRS કાઉન્ટર અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, યાત્રીઓને www.enquiry.indianrail.gov.in પર જઈને ચેક કરી લેવા વિનંતી છે

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ઉત્તરપૂર્વ રેલ્વેની મોટી એન્જિનિયરિંગ સિદ્ધિ! સીમાલુગુરી-મરાનહાટમાં વળાંક રિ-એલાઇનમેન્ટ પૂર્ણ
new delhi
February 20, 2026

ઉત્તરપૂર્વ રેલ્વેની મોટી એન્જિનિયરિંગ સિદ્ધિ! સીમાલુગુરી-મરાનહાટમાં વળાંક રિ-એલાઇનમેન્ટ પૂર્ણ

ઉત્તરપૂર્વ સરહદી રેલ્વેએ સીમાલુગુરી-મરાનહાટ સેક્શન પર વળાંક ફરીથી ગોઠવવાનું કાર્ય પૂર્ણ કર્યું! 80 કિમી/કલાકની PSR દૂર, હવે 110 કિમી/કલાકની મહત્તમ સ્પીડ. 650 મીટર 2-ડિગ્રી વળાંક, નવો પુલ નં. 31, નવા OHE – મુસાફરી સમય ઘટશે, સલામતી-કાર્યક્ષમતા વધશે. વિગતો જુઓ.

Who is Vinod Jakhar: વિનોદ જાખર NSUI ના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. જાણો તેમણે ક્યાં અભ્યાસ કર્યો અને કઈ ડિગ્રી મેળવી
new delhi
February 20, 2026

Who is Vinod Jakhar: વિનોદ જાખર NSUI ના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. જાણો તેમણે ક્યાં અભ્યાસ કર્યો અને કઈ ડિગ્રી મેળવી

Vinod Jakhar Education: વિનોદ જાખર NSUI ના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. ચાલો જાણીએ કે વિદ્યાર્થી રાજકારણમાંથી રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવેલા વિનોદ જાખર ક્યાં અભ્યાસ કર્યો અને કઈ ડિગ્રી મેળવી.

અરુણાચલ પ્રદેશમાં રેલ કનેક્ટિવિટી વધી. મુરકોંગસેલેક-સિલે (15.70 કિમી) પર ટ્રેન સંચાલનને CRS મંજૂરી
arunachal pradesh
February 19, 2026

અરુણાચલ પ્રદેશમાં રેલ કનેક્ટિવિટી વધી. મુરકોંગસેલેક-સિલે (15.70 કિમી) પર ટ્રેન સંચાલનને CRS મંજૂરી

મુરકોંગસેલેક-પાસીઘાટ રેલ પ્રોજેક્ટમાં મોટી સફળતા. CRSએ મુરકોંગસેલેક-સિલે (15.70 કિમી) વિભાગ પર ટ્રેન સંચાલન મંજૂર કર્યું – 110 કિમી/કલાકની મહત્તમ સ્પીડ. 27 પુલ, 3 નવા સ્ટેશનો સાથે પ્રોજેક્ટ અરુણાચલ પ્રદેશમાં કનેક્ટિવિટી વધારશે – મુસાફરી-માલ પરિવહનમાં વધારો થશે. વિગતો જુઓ.

Braking News

આગામી પાંચ વર્ષમાં દેશનું વિકાસ મોડલ બદલાશેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
આગામી પાંચ વર્ષમાં દેશનું વિકાસ મોડલ બદલાશેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
February 23, 2024

આ મોદીની ગેરંટી છે. આજે બનારસ હિંદુ યુનિવર્સિટી ખાતે સંસદ સંસ્કૃત સ્પર્ધાના ઇનામ વિતરણ સમારોહને સંબોધતા મોદીએ કહ્યું કે કાશીને હવે વિરાસત અને વિકાસના નમૂના તરીકે જોવામાં આવે છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

રાજ્યમાં 1 જૂન, 2023 થી 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાલવાટિકા શરૂ કરવામાં આવશે
રાજ્યમાં 1 જૂન, 2023 થી 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાલવાટિકા શરૂ કરવામાં આવશે
February 21, 2023
નાણાકીય વર્ષ 2023 માટે મજબૂત રેવન્યૂ ગ્રોથ નોંધાયો, એમડીએફ અને લેમિનેટ બિઝનેસના વધારામાં  હિસ્સેદારી
નાણાકીય વર્ષ 2023 માટે મજબૂત રેવન્યૂ ગ્રોથ નોંધાયો, એમડીએફ અને લેમિનેટ બિઝનેસના વધારામાં હિસ્સેદારી
May 05, 2023
ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express