Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • 70મા રેલવે સપ્તાહમાં પશ્ચિમ રેલવેનું શાનદાર પ્રદર્શન: અનેક શીલ્ડ અને 7 વ્યક્તિગત પુરસ્કાર

70મા રેલવે સપ્તાહમાં પશ્ચિમ રેલવેનું શાનદાર પ્રદર્શન: અનેક શીલ્ડ અને 7 વ્યક્તિગત પુરસ્કાર

પશ્ચિમ રેલવેએ 70મા રેલવે સપ્તાહના કેન્દ્રીય સમારોહમાં રાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સ્થાપિત કરી છે. અતિ વિશિષ્ટ રેલવે સેવા પુરસ્કાર (AVRSP) – 2025 હેઠળ પશ્ચિમ રેલવે સૌથી વધુ શીલ્ડ જીતનાર ઝોનલ રેલવે બન્યું છે. 

New delhi January 10, 2026
70મા રેલવે સપ્તાહમાં પશ્ચિમ રેલવેનું શાનદાર પ્રદર્શન: અનેક શીલ્ડ અને 7 વ્યક્તિગત પુરસ્કાર

70મા રેલવે સપ્તાહમાં પશ્ચિમ રેલવેનું શાનદાર પ્રદર્શન: અનેક શીલ્ડ અને 7 વ્યક્તિગત પુરસ્કાર

પશ્ચિમ રેલવેએ ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરે પોતાની શ્રેષ્ઠ ઓળખ સ્થાપિત કરી છે અને અતિ વિશિષ્ટ રેલવે સેવા પુરસ્કાર (AVRSP) – 2025 હેઠળ અનેક પ્રતિષ્ઠિત રેલવે સપ્તાહની શીલ્ડો તથા વ્યક્તિગત પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે. આ સિદ્ધિઓ રેલવે સંચાલન, સુરક્ષા, માળખાગત વિકાસ અને યાત્રી કેન્દ્રિત સેવાઓમાં ઉતકૃષ્ટતા પ્રત્યે પશ્ચિમ રેલવેની અડગ પ્રતિબદ્ધતાને પુનઃ સાબિત કરે છે. 70મો રેલવે સપ્તાહનો કેન્દ્રીય સમારોહ શુક્રવાર, 09 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં આવેલ ઈન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર, યશોભૂમિ ખાતે યોજાયો હતો, જેમાં માનનીય રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે શીલ્ડ વિજેતાઓ અને વ્યક્તિગત પુરસ્કાર પ્રાપ્ત કરનારાઓને સન્માનિત કર્યા હતા.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનિત અભિષેક દ્વારા આપવામાં આવેલ પ્રેસ રીલિઝ અનુસાર, અતિ વિશિષ્ટ રેલવે સેવા પુરસ્કારની શીલ્ડો ભારતીય રેલવે પ્રણાલીમાં વિવિધ સંચાલન તથા ટેકનિકલ ક્ષેત્રોમાં ઉત્તમ કામગીરીને પ્રોત્સાહન આપવા માટે કુલ 26 શ્રેણીઓ હેઠળ આપવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્તરે તમામ ઝોનલ રેલવેઝ વચ્ચે પશ્ચિમ રેલવેએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી અને અનેક પ્રતિષ્ઠિત રેલવે સપ્તાહની શીલ્ડો જીતી, જેના પરિણામે તે આ વર્ષે સૌથી વધુ શીલ્ડ પ્રાપ્ત કરનાર ઝોનલ રેલવે બન્યું. સમગ્ર આરોગ્ય સેવા શીલ્ડ, બિન-ભાડા આવક શીલ્ડ, ટ્રેક જાળવણી શીલ્ડ તથા ઈલેક્ટ્રિકલ એન્જિનિયરીંગ શીલ્ડ માત્ર પશ્ચિમ રેલવેને પ્રાપ્ત થઈ, જે મહત્વપૂર્ણ સંચાલન, ટેકનિકલ અને મેડિકલ ક્ષેત્રોમાં સતત શ્રેષ્ઠતા દર્શાવે છે. આ ઉપરાંત, પશ્ચિમ રેલવેએ સિવિલ એન્જિનિયરીંગ શીલ્ડ તથા સિવિલ એન્જિનિયરીંગ કન્સ્ટ્રક્શન શીલ્ડ મધ્ય રેલવે સાથે સંયુક્ત રીતે પ્રાપ્ત કરી છે.

શ્રી વિનિત અભિષેકે વધુમાં જણાવ્યું કે આ વર્ષે રાષ્ટ્રીય સ્તરે તમામ ઝોનલ રેલવેઝમાંથી લગભગ 100 રેલવે કર્મચારીઓને વ્યક્તિગત પુરસ્કારો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમાં પશ્ચિમ રેલવેના સાત અધિકારીઓ અને કર્મચારીઓને તેમની પ્રશંસનીય અને અનુસરણીય સેવાઓ બદલ અતિ વિશિષ્ટ રેલવે સેવા પુરસ્કાર આપવામાં આવ્યો છે, જે તેમના અસાધારણ સમર્પણ, વ્યાવસાયિક કુશળતા અને કર્તવ્યનિષ્ઠાને દર્શાવે છે. પશ્ચિમ રેલવે તરફથી અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર – 2025 પ્રાપ્ત કરનાર વિજેતાઓ આ મુજબ છે— (1) લોકો પાયલોટ (ગુડ્સ) શ્રી રામપ્રવેશ કુમાર, (2) ટ્રેક મેન્ટેનર–IV શ્રી બંટી કુમાર, (3) પોઈન્ટસમેન–બી શ્રી યોગેશકુમાર શર્મા, (4) સિનિયર સેક્શન ઓફિસર શ્રી પિન્ટુ શર્મા, (5) સિનિયર ડિવિઝનલ ઈલેક્ટ્રિકલ એન્જિનિયર શ્રી અંશુલ બંસલ, (6) ડેપ્યુટી ચીફ એન્જિનિયર શ્રી ચિરાગ મિત્તલ, (7) ડેપ્યુટી ચીફ સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર શ્રી અપૂર્વ તિવારી.

મુંબઈ સેન્ટ્રલ મંડળના ટ્રેક મેન્ટેનર–શ્રી બંટી કુમારને નાઈટ રાઉન્ડ દરમિયાન તૂટેલી રેલ સમયસર શોધી કાઢવા તથા તત્પરતા અને વ્યવસાયિક કુશળતાની સાથે એ જ સમયે તાત્કાલિક સુધારાત્મક કાર્યવાહી કરીને સંભવિત દુર્ઘટનાને અટકાવવાના તેમના પ્રશંસનીય કાર્ય બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની સજાગતા અને વ્યાવસાયિક સતર્કતાના પરિણામે સુરક્ષિત ટ્રેન સંચાલન સુનિશ્ચિત થયું.

પશ્ચિમ રેલવે હેડક્વાર્ટરના સિનિયર સેક્શન ઓફિસર (એકાઉન્ટ) શ્રી પિન્ટુ શર્માને નાણાકીય પ્રણાલીઓ અને આવક એકાઉન્ટ પ્રક્રિયાઓને મજબૂત બનાવવામાં આપેલા મહત્વપૂર્ણ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની તરફથી બિલિંગ અને એકાઉન્ટ મોડ્યુલ્સના સ્વચાલન, અજાણી આવકની ઓળખ તથા વિવિધ નાણાકીય પ્લેટફોર્મ પરના ડેટા વિસંગતતાઓના નિવારણથી નાણાકીય ચોકસાઈ અને પારદર્શિતામાં નોંધપાત્ર વધારો થયો છે.

અમદાવાદ મંડળના સિનિયર ડિવિઝનલ ઈલેક્ટ્રિકલ એન્જિનિયર (ટ્રેક્શન ડિસ્ટ્રિબ્યુશન) શ્રી અંશુલ બંસલને ઉત્તમ નેતૃત્વ અને ટેકનિકલ કુશળતા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ ખામીયુક્ત OHE ઘટકોનું વ્યાપક સ્તરે બદલીકરણ, નિષ્ફળતા સમયે ઝડપી પુનઃસ્થાપના તથા મહત્વપૂર્ણ વિદ્યુતીકરણ કામોનું સમયબદ્ધ અમલીકરણ કરવામાં આવ્યું, જેના કારણે ટ્રેક્શન માળખાની વિશ્વસનીયતા તેમજ સંચાલન સુરક્ષા અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે.

વડોદરા મંડળના ડેપ્યુટી ચીફ સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર (વર્ક્સ) શ્રી અપૂર્વ તિવારીને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ્સના સફળ કમિશનિંગ તથા પરંપરાગત સિગ્નલિંગને બદલે આધુનિક મલ્ટી સેક્શન ડિજિટલ એક્સલ કાઉન્ટર (MSDAC) સિસ્ટમ્સના સમય પહેલાં પૂર્ણ થયેલા કામ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના પ્રયાસોથી પ્રોજેક્ટ અમલીકરણમાં નવા માપદંડો સ્થાપિત થયા છે તથા રેલવે સંચાલનની સુરક્ષા અને કુશળતામાં નોંધપાત્ર વધારો થયો છે.

ડેપ્યુટી ચીફ એન્જિનિયર (સર્વે અને બાંધકામ) શ્રી ચિરાગ મિત્તલને નોંધપાત્ર સમયમર્યાદામાં મુખ્ય સિવિલ એન્જિનિયરીંગ કામો પૂર્ણ કરવામાં આપેલા યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમાં ડબલિંગ વિભાગોનું કમિશનિંગ, મહત્વપૂર્ણ પુલોનું બાંધકામ, સ્ટેશન પુનર્વિકાસ અને સાઈડિંગ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે, જેના પરિણામે માળખાકીય ક્ષમતા અને યાત્રી સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

Defence News: શું ભારતની સૈન્ય શક્તિમાં 'નોન-કાઇનેટિક' અને 'હાઇબ્રિડ' ક્ષમતાઓનો થશે ઉમેરો?
new delhi
March 19, 2026

Defence News: શું ભારતની સૈન્ય શક્તિમાં 'નોન-કાઇનેટિક' અને 'હાઇબ્રિડ' ક્ષમતાઓનો થશે ઉમેરો?

ખેડૂતો અને ઉદ્યોગો માટે મોટી જાહેરાત: 100 ઇન્ડસ્ટ્રિયલ પાર્ક અને સ્મોલ હાઇડ્રો પાવર સ્કીમ
new delhi
March 19, 2026

ખેડૂતો અને ઉદ્યોગો માટે મોટી જાહેરાત: 100 ઇન્ડસ્ટ્રિયલ પાર્ક અને સ્મોલ હાઇડ્રો પાવર સ્કીમ

વડાપ્રધાન મોદીએ ખેડૂતોના હિત, કનેક્ટિવિટી અને ઔદ્યોગિક વિકાસ માટે કેબિનેટના નિર્ણયોની પ્રશંસા કરી છે. જાણો કપાસના MSP, BHAVYA યોજના અને હાઈવે પ્રોજેક્ટની સંપૂર્ણ વિગત.

રોહિણીમાં ફેમિલી કોર્ટ સંકુલનો શિલાન્યાસ: CJI એ આપ્યા ક્રાંતિકારી સૂચનો
new delhi
March 17, 2026

રોહિણીમાં ફેમિલી કોર્ટ સંકુલનો શિલાન્યાસ: CJI એ આપ્યા ક્રાંતિકારી સૂચનો

CJI સૂર્યકાંતે રોહિણીમાં ફેમિલી કોર્ટ સંકુલનો શિલાન્યાસ કર્યો. તેમણે વકીલોને કાળા કોટ અને પોલીસને યુનિફોર્મ વગર રહેવા સૂચન કર્યું જેથી બાળકો ડરે નહીં.

Braking News

KKR એ IPL ઇતિહાસ રચ્યો: રેકોર્ડ-બ્રેકિંગ બેટિંગ પરાક્રમ માટે મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાણ
KKR એ IPL ઇતિહાસ રચ્યો: રેકોર્ડ-બ્રેકિંગ બેટિંગ પરાક્રમ માટે મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાણ
May 06, 2024

આઈપીએલ 2024માં KKRની અદભૂત બેટિંગ કૌશલ્ય એક સિઝનમાં છ 200થી વધુ રનના ટોટલના મુંબઈ ઈન્ડિયન્સના રેકોર્ડની બરોબરી કરે છે. નરેનના ધમાકેદાર 81ના કારણે KKRને LSG સામે 235/6 સુધી લઈ જાય છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

હોર્મોન થેરપી અને GERD: છાતીમાં દુખાવો અને બળતરાની લિંકનું અનાવરણ
હોર્મોન થેરપી અને GERD: છાતીમાં દુખાવો અને બળતરાની લિંકનું અનાવરણ
July 05, 2023
"શ્રીલંકા: શાંતિના દેખાવ પાછળની જટિલ વાસ્તવિકતા"
February 05, 2023
કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
May 30, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express