પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને ભગત કી કોઠી વચ્ચે વધારાની રક્ષાબંધન વિશેષ ટ્રેન
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને તહેવારોની મોસમ રક્ષાબંધનના દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે બાંદ્રા ટર્મિનસ અને ભગત કી કોઠી સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર એક વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેનની વિગતો માટે વધુમાં વાંચો.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને તહેવારોની મોસમ રક્ષાબંધનના દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે બાંદ્રા ટર્મિનસ અને ભગત કી કોઠી સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર એક વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નં. 04828 બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી સ્પેશિયલ સોમવાર, 11 ઓગસ્ટ, 2025 ના રોજ બાંદ્રા ટર્મિનસથી 10:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 04:30 વાગ્યે ભગત કી કોઠી પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. 04827 ભગત કી કોઠી-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ રવિવાર,10 ઓગસ્ટ, 2025 ના રોજ ભગત કી કોઠીથી 14:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 07:25 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, જવાઈ બાંધ, ફાલના, રાની, મારવાડ, પાલી મારવાડ અને લુની સ્ટેશન પર ઉભી રહેશે.
આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી-3 ટાયર, એસી-3 ટાયર (ઇકોનોમી), સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ ના જનરલ કોચ હશે.
ટ્રેન નંબર 04828 નું બુકિંગ 9 ઓગસ્ટ, 2025 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
ઉત્તરપૂર્વ સરહદી રેલ્વેએ સીમાલુગુરી-મરાનહાટ સેક્શન પર વળાંક ફરીથી ગોઠવવાનું કાર્ય પૂર્ણ કર્યું! 80 કિમી/કલાકની PSR દૂર, હવે 110 કિમી/કલાકની મહત્તમ સ્પીડ. 650 મીટર 2-ડિગ્રી વળાંક, નવો પુલ નં. 31, નવા OHE – મુસાફરી સમય ઘટશે, સલામતી-કાર્યક્ષમતા વધશે. વિગતો જુઓ.
Vinod Jakhar Education: વિનોદ જાખર NSUI ના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. ચાલો જાણીએ કે વિદ્યાર્થી રાજકારણમાંથી રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવેલા વિનોદ જાખર ક્યાં અભ્યાસ કર્યો અને કઈ ડિગ્રી મેળવી.
મુરકોંગસેલેક-પાસીઘાટ રેલ પ્રોજેક્ટમાં મોટી સફળતા. CRSએ મુરકોંગસેલેક-સિલે (15.70 કિમી) વિભાગ પર ટ્રેન સંચાલન મંજૂર કર્યું – 110 કિમી/કલાકની મહત્તમ સ્પીડ. 27 પુલ, 3 નવા સ્ટેશનો સાથે પ્રોજેક્ટ અરુણાચલ પ્રદેશમાં કનેક્ટિવિટી વધારશે – મુસાફરી-માલ પરિવહનમાં વધારો થશે. વિગતો જુઓ.