પશ્ચિમ રેલ્વે અમદાવાદ અને દાનાપુર વચ્ચે ઉનાળુ સ્પેશિયલ ટ્રેન દોડાવશે
પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ અને દાનાપુર વચ્ચે ખાસ ભાડા પર સાપ્તાહિક ઉનાળુ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો માટે વધુમાં વાંચો.
પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ અને દાનાપુર વચ્ચે ખાસ ભાડા પર સાપ્તાહિક ઉનાળુ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 09407 અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ 6 મે 2025 થી 17 જૂન 2025 સુધી અમદાવાદ થી દર મંગળવારે સવારે 09.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19.00 કલાકે દાનાપુર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09408 દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 7 મે 2025 થી 18 જૂન 2025 સુધી દર બુધવારે દાનાપુર થી 22:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 06:00 કલાકે અમદાવાદ પહોંચશે.
માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન નડિયાદ, છાયાપુરી, રતલામ, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, સાગર, દમોહ, કટની મુડવારા, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીન દયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને જનરલ ક્લાસ ના કોચ હશે.
ટ્રેન નંબર 09407 માટે બુકિંગ 02 મે 2025 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
વિઠ્ઠલાપુર ખાતે મેસ્કોટ ઇન્ડસ્ટ્રિયલ સિટીનું ઉદ્ઘાટન! 655 વિઘા વિસ્તારમાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, 12,500 બેડની સુવિધા, 13 કંપનીઓનું ખાતમુહૂર્ત અને રોજગારીની નવી તકો. ગુજરાતના બિઝનેસ હબ વિશે વધુ જાણો.
ગુજરાત સરકારની અંત્યોદય શ્રમ સુરક્ષા અકસ્માત વીમા યોજના શ્રમયોગીઓને આર્થિક અને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે. જાણો યોજનાના લાભો, નોંધણી પ્રક્રિયા અને શ્રમિક કલ્યાણ માટેની અન્ય પહેલો વિશે.
"અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંગ્લાદેશી રહેવાસીઓ વિરુદ્ધ ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપી કડક ચેતવણી. લલ્લા બિહારી સામે ફરિયાદ નોંધાઈ. વધુ જાણો અહીં."