પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીગ્રામ-બોટાદ અને ધ્રાંગધ્રા-બોટાદ વચ્ચે "સમર સ્પેશ્યલ ટ્રેન"
મુસાફરોની સુવિધા માટે તારીખ 15.04.2023 થી 30.06.2023 સુધી દરરોજ વિશેષ ભાડા પર "સમર સ્પેશ્યલ ટ્રેન" ચલાવવાનો નિર્ણય
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ગાંધીગ્રામ-બોટાદ અને ધ્રાંગધ્રા-બોટાદ વચ્ચે તારીખ 15.04.2023 થી 30.06.2023 સુધી દરરોજ વિશેષ ભાડા પર "સમર સ્પેશ્યલ ટ્રેન" ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
ટ્રેન નંબર 09211 ગાંધીગ્રામ-બોટાદ દૈનિક સમર સ્પેશ્યલ દરરોજ ગાંધીગ્રામ થી 09.25 વાગ્યે રવાના થશે અને અને તે જ દિવસે 13.15 કલાકે બોટાદ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09212 બોટાદ-ગાંધીગ્રામ દૈનિક સમર સ્પેશ્યલ દરરોજ બોટાદ થી 14.05 વાગ્યે રવાના થશે અને તે જ દિવસે 18.05 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં વસ્ત્રાપુર, સરખેજ, મોરૈયા, મટોડા, બાવળા, ધોળકા, ગોધનેશ્વર, કોઠ ગાંગડ, અરણેજ, લોથલ ભૂરકી, લોલિયા, હડાળા ભાલ, ધોળી ભાલ, રાયકા, ધંધુકા, તગડી, ભીમનાથ, ચંદરવા, જલિલા રોડ, સારંગપુર રોડ અને અલાઉ સ્ટેશનો પર રોકાશે.
ટ્રેન નંબર 09213 બોટાદ - ધ્રાંગધ્રા દૈનિક સમર સ્પેશ્યલ દરરોજ બોટાદ થી 04.00 વાગ્યે રવાના થશે અને તે જ દિવસે 06.45 કલાકે ધ્રાંગધ્રા પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નં. 09214 ધ્રાંગધ્રા - બોટાદ દૈનિક સમર સ્પેશ્યલ દરરોજ ધ્રાંગધ્રાથી 06.55 વાગ્યે રવાના થશે અને તે જ દિવસે 09.25 વાગ્યે બોટાદ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં કુંડલી, રાણપુર, ચૂડા, લીંબડી, વઢવાણ સિટી, જોરાવરનગર, સુરેન્દ્રનગર ગેટ અને સુરેન્દ્રનગર જંકશન સ્ટેશન પર રોકાશે.
ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.